પીએમ મોદીએ સંકેત આપ્યા છે કે, ટુંક સમયમાં 99 % સામાનને જીએસટીના 18 ટકા સુધીના ટેક્ષમાં લાવવાની યોજના છે. તેમણે કહ્યું કે, કેટલીક વસ્તુઓ જ 28 ટકા જીએસટીમાં રહેશે. બાકી તમામ વસ્તુઓ 18 ટકા અથવા તેનાથી પણ ઓછા જીએસટી દરમાં રહેશે. જો આવું થશે તો, લગભગ 35 ચીજવસ્તુઓ સસ્તી થઈ જશે. આમાં એસી, ડિઝિટલ કેમેરા, કાર જેવી ચીજ વસ્તુઓ સામેલ છે. જોકે, સરકાર સ્પષ્ટ કરી ચુકી છે કે, સિગરેટ અને તંબાકુ પ્રોડક્ટને 28 ટકાના જીએસટી દરમાંથી બહાર નહી કરવામાં આવે.
જીએસટી પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં એક દશકાથી જીએસટીની માંગ હતી. આજે અમે સંતોષ સાથે કહી શકીએ છીએ કે, જીએસટી લાગુ થયા બાદ બજારની મુશ્કેલીઓ દૂર થઈ રહી છે અને સિસ્ટમની કાર્યક્ષમતા વધી રહી છે. અર્થવ્યવસ્થામાં પારદર્શીતા તરફ આગળ વધી રહ્યા છીએ.
અર્થવ્યવસ્થામાં પારદર્શિતા તરફ અમે વધી રહ્યા છીએ. સાથે, તેમણે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં જીએસટી અલગ-અલગ રાજ્યોમાં વેટ અને એક્સાઈઝની જે વ્યવસ્થા હતી, તેની છાયામાં આગળ વધી રહ્યા હતા. જેમ-જેમ વિચાર વિમર્શ થયું, ધીરે-ધીરે તેમાં ફેરફાર કરવામાં આવ્યા. વિકશિત દેશોમાં પણ નાના-નાના ટેક્સ રિફોર્મ લાગૂ કરવા સરળ નથી હોતા.
પીએમ મોદીનું કહેવું છે કે, જીએસટી લાગૂ પહેલા રજિસ્ટર્ડ ઈન્ટરપ્રાઈઝની સંખ્યા માત્ર 66 લાખ હતી. હવે વધીને 1 કરોડ 20 લાખ થઈ ગઈ છે. પીએમએ કહ્યું કે, પૂરા ભારતે એક મન થઈને, આટલા મોટા ટેક્સ રીફોર્મને લાગૂ કરવા માટે પ્રયાસ કર્યો. આપણા બિઝનેસમેનો અને લોકોનું આ પરિણામ છે કે, ભારત આટલો મોટો ફેરફાર કરવામાં સફળ થઈ શક્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, સમાજના મહેનતી અને પરિશ્રમી લોકો, જે બજાર સાથે જોડાયેલા છે, તેમને એક સાફ, સીધી અને સરળ મુક્ત વ્યવસ્થા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર