જે મહિલાની હથેળીમાં હોય છે આવી રેખા તેને મા બનવામાં આવે છે અડચણ

News18 Gujarati
Updated: June 24, 2019, 2:03 PM IST
જે મહિલાની હથેળીમાં હોય છે આવી રેખા તેને મા બનવામાં આવે છે અડચણ
મનુષ્યની હથેળીમાં ત્રણ રેખાઓ સૌથી મહત્વની હોય છે. જીવન રેખા, ભાગ્ય રેખા અને હૃદય રેખા

મનુષ્યની હથેળીમાં ત્રણ રેખાઓ સૌથી મહત્વની હોય છે. જીવન રેખા, ભાગ્ય રેખા અને હૃદય રેખા

  • Share this:
ધર્મ ડેસ્ક: કહેવાય છે કે આપણાં હાથની રેખાઓ પરથી આપણું ભાગ્ય જાણી શકાય છે. લગ્ન જીવન અંગે અને બાળકો અંગેની માહિતી જાણી શકાય છે. ત્યારે મહિલાઓની હથેળીમાં જોવા મળતી રેખાથી જાણી શકાય છે કે તેમને સંતાન પ્રાપ્તિનાં કેટલાં યોગ છે અને શું તેમને મુશ્કેલી થઇ શકે છે કે નહીં.. ચાલો ત્યારે જાણીએ આપણી હસ્ત રેખાઓ વિશે થોડું

મનુષ્યની હથેળીમાં ત્રણ રેખાઓ સૌથી મહત્વની હોય છે. જીવન રેખા, ભાગ્ય રેખા અને હૃદય રેખા. ઘણી વખત આપણે હાથની રેખાઓ પરથી ભાવિ અંગે જાણતા હોઇએ છીએ જ્યારે આપણે આ વાત યાદ રાખવી જરૂરી છે કે હાથની રેખાઓ બદલાતા સમય નથી લાગતો. આ હસ્ત રેખા પરથી માતૃત્વ ધારણ અંગે કરીએ વાત.

આ પણ વાંચો-મંગળનો કર્કમાં પ્રવેશ, થઇ રહ્યો છે મંગળ અને બુધનો સંયોગ, જાણો કોને ફળશે?

હથેળીમાં શુક્ર પર્વત પ્રેમ અને અંગત સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. ઘણી વખત શુક્ર પર્વતની આજુબાજુ કેટલાક એવા ચિહ્ન હોય છે, જે વ્યક્તિનાં સેક્સુઅલ અને ફેમિલી લાઇફ સાથે જોડાયેલાં છે. આ ચિહ્ન આપણા સંતાન અંગે કેટલાંક ખુલાસા કરે છે. જો આ ચિહ્ન સ્ત્રીની હથેળી પર હોય તો જે તે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન શું મુશ્કેલી આવશે તે વિશે માહિતી મેળવી શકાય છે.

આ પણ વાંચો-આવા નિશાન ધરાવતી મહિલા હોય છે ખુબજ નસીબદાર, લાવે છે સુખ સંપત્તિ

-જો કોઈ સ્ત્રીની જીવનરેખા તૂટેલી છે અને તેનો એક ભાગ શુક્ર પર્વત તરફ નમેલો છે તો તેને પ્રસૂતિ સમયે મુશ્કેલી આવે છે.-કોઈ સ્ત્રીની હથેળીમાં મધ્યમા (વચ્ચેની આંગળી) અને કનિષ્કા (ટચલી આંગળી) વચ્ચે જો ક્રોસનું નિશાન હોય તો તે દુર્ભાગ્યે ક્યારેય માતા બની શકતી નથી.
-કોઈ મહિલાની હથેળીમાં શુક્ર પર્વત પર જાળી આકારનું ચિહ્ન હોય તો તે સારો સંકેત નથી. આ ચિહ્નનો અર્થ છે કે તે સ્ત્રીને ગર્ભપાત થઈ શકે છે.
-જો કોઇ મહિલાને કાંડાની પાસેની રેખા શુક્ર પર્વત નીચે દ્વીપ ચિહ્ન બનાવે છે તો તમારા સંતાનને કોઈ પ્રકારનું નુક્સાન થવાની શક્યતા છે.
-જે સ્ત્રીઓના કાંડા પર બનેલી રેખા અંદરની તરફ જતી હોય તેમને ગર્ભધારણ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સ્ત્રીઓ મોટી ઉંમરે માં બનવાનું સુખ મેળવે છે.

આ પણ વાંચો-કામાખ્યા દેવીને આજથી શરૂ થશે પીરિયડ્સ, આ મેળામાં દુનિયાભરથી આવશે તાંત્રિક
First published: June 24, 2019, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading