શું પાકીસ્તાન અણુબોમ્બ ફોડશે કે ફોગટ યુદ્ધના ડાગલા વગાડશે ? શું કહે છે ગ્રહોનો સંકેત

News18 Gujarati
Updated: August 28, 2019, 5:51 PM IST
શું પાકીસ્તાન અણુબોમ્બ ફોડશે કે ફોગટ યુદ્ધના ડાગલા વગાડશે ? શું કહે છે ગ્રહોનો સંકેત
શું પાકીસ્તાન અણુબોમ્બ ફોડશે કે ફોગટ યુદ્ધના ડાગલા વગાડશે ? શું કહે છે ગ્રહોનો સંકેત

ગુજરાતમાં એક કહેવાત ખૂબ પ્રચલીત હતી પણ એ અહીં અડધી જ લખું છું તમે સાનમાં સમજી જજો કે,  .......ની પહોંચ નથી ને તોપખાનામાં નામ નોંધાવવું છે- આવી દશા પાકીસ્તાનની છે.

  • Share this:
અમિત ત્રિવેદી (મો) 706 999 8609
ઈ-મેલ harisahitya@gmail.com

જ્યારથી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ કરી ત્યારથી પાકીસ્તાનની પીચોટી ખસી ગઈ છે. પેટમાં અમળાઈ વધી ગઈ છે. જુદી જુદી ભીતિ અને ડર સેવી પાકીસ્તાન યુદ્ધની વાતો કરવા લાગ્યું. જેમ જેમ ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાશ્મીર મુદ્દે વર્ચસ્વ વધવા લાગ્યું તેમ તેમ પાકીસ્તાન વધુ ને વધુ ઉછળકૂદ કરવા લાગ્યું. દુઃખે છે પેટ અને કૂટે છે માથું પાકીસ્તાન ગમે તેમ કરીને તેના ગૃહયુદ્ધને શાંત પાડવા ભારત વિરોધી બખાળા કરવા લાગ્યું છે.

પાકિસ્તાનની પરિસ્થિતિ વણસતી ગઈ તેમ તેના બખાળા પણ વધવા લાગ્યા. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હવે અણુયુદ્ધની વાતો કરવા લાગ્યા છે. ગુજરાતમાં એક કહેવાત ખૂબ પ્રચલીત હતી પણ એ અહીં અડધી જ લખું છું તમે સાનમાં સમજી જજો કે,  .......ની પહોંચ નથી ને તોપખાનામાં નામ નોંધાવવું છે- આવી દશા પાકીસ્તાનની છે.

ભલે, ગમે તે હોય પણ સાંજે ચ્હા પીતાં પીતાં મને સ્હેજ વિચાર આવી ગયો કે શું ભારત- પાકીસ્તાનનું આ મુદ્દે યુદ્ધ થશે ? ગ્રહો, નક્ષત્રો, ટેરોટ કાર્ડ તેમજ અંકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોવાથી મને થયું આજે બધાનું સંકલન કરી કંઈક અણસાર મેળવવા પ્રયત્ન કરું. ઈમરાન ખાનની કે પાકીસ્તાનની કુંડળી મારી પાસે નથી. માટે, મેં પ્રશ્નકુંડળીનો સહારો લીધો સાથે સાથે ટેરોટ કાર્ડ પણ બિછાવ્યા અને અંક શાસ્ત્રનો મેળ પણ બેસાડ્યો.

આજે તા. 27-8-2019 અંક શાસ્ત્ર પ્રમાણે ભાગ્યાંક 2, મૂળાંક 9 અને માસાંક 8 આવે છે. વળી, પાકીસ્તાનના સ્પેલીંગનો ભારાંક 7 આવે છે. સાથે સાથે મકર લગ્નની પ્રશ્નકુંડળી રચાઈ છે (પ્રશ્નકુંડળીની તસવીર પણ પ્રગટ કરી છે). હવે, આખીય વાતનો અણસાર મુદ્દાસર આપી રહ્યો છું.- પાકીસ્તાન ચર્ચા માટે હાથ લંબાવશે અને ભારત પણ ચર્ચા માટે તૈયાર થશે.

- જેમ દરેક વખતે થાય છે તેમ- પાકીસ્તાન એક તરફ ચર્ચા માટે આવશે અને બીજી તરફ દગાખોરી કરી શકે છે

- પાકીસ્તાન પ્રેરીત કાવતરાથી આપણા દેશમાં અચાનક બોંબ ધડાકા થઈ શકે છે માટે ખાસ સાવધાન રહેવું.

- પાકીસ્તાન સરહદે હથિયારોનો ખડકલો કરી રહ્યું છે, અણુબોંબ ફોડવાની વાતો કરી રહ્યું છે પણ હકીકતે તે આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિઓ દ્વારા વિસ્ફોટ કરી શકે છે.

- પાકીસ્તાન હાલ બતાવે છે કંઈક અને કરશે કંઈક માટે સાવધાન રહેવું પડશે.

- હાલના સંજોગોમાં ભારતે આ મુદ્દે એકલા લડવાનું રહેશે.

- આંતરરાષ્ટ્રીય સમુદાય મૂંગો સાથ આપશે પણ કોઈ મોટા અવાજે ભારતનું સમર્થન નહીં કરે.

- ભારતના પ્રધાન મંત્રી આંતરરાષ્ટ્રીય સમુદાયના બેવડા વલણથી મૂંઝાઈ જશે.

- સ્હેજ ઝીણી નજર કરીને જોઉં તો એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં આવે છે. જો
ગ્રહો અનુલક્ષીને આપણા દેશે ચેતવાનું હોય તો વિદ્યાર્થીઓએ, વેપારી ગૃહોએ
વિશેષ ચેતવું જોઈએ.

- આપણા દેશની માળખાગત સુવિધાને પાકીસ્તાન દ્વારા નુકશાન પહોંચી શકે તેમ છે.

- ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગમે તેવી કઠણ સ્થિતિમાં માર્ગ કાઢી જ
લેશે. હુકમનો એક્કો ભારત એવો તો ચાલશે કે પાકીસ્તાનની બધી ચાલ ઠેરની ઠેર
રહી જશે.

- પેલી ઊક્તિ છે ને કે- બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે... એવી દશા
પાકીસ્તાનની થવાની છે. પાકીસ્તાન પાસે બચાવવા લાયક કંઈક જ નથી માટે
આપણે વિશેષ ચેતવું પડશે.

- ઓક્ટોબરનો સમયગાળો મને જરા વધારે ગંભીર દેખાય છે. આ સમયગાળામાં
સરકારે વિશેષ સાચવવાનું રહેશે.

- જાન્યુઆરી પછીનો સમય ભારત માટે હાશકારો અપાવનારો રહેશે. હાલ, હર્ષલ
પણ વક્રી ચાલી રહ્યો છે. તા. 10-1-2020થી માર્ગી થવાનો છે.

- દાંત વગરનો વાઘ છેવટે ન્હોર તો મારી જ દેશે માટે, પાકીસ્તાનને એમ હળવાશથી લેવાની સ્હેજ પણ જરૂર નથી. હાલના સંજોગોમાં પાકીસ્તાનની નાની સરખી જીત પણ આપણા માટે હાનિકારક છે.

છેવટે, એટલું જ કહું છું કે પાકીસ્તાન છમકલું કરી શકે છે. આપણા માટે સાવધાની એ સૌથી મોટી સુરક્ષા પુરવાર થશે. ભારત માતાનું મસ્તક ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકશે નહીં.

ભારત માતા કી જય.
First published: August 28, 2019, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading