Home /News /dharm-bhakti /Shubh Labh Significance: મુખ્ય દ્વાર પર શુભ-લાભ શા માટે લખવામાં આવે છે? જાણો કારણ
Shubh Labh Significance: મુખ્ય દ્વાર પર શુભ-લાભ શા માટે લખવામાં આવે છે? જાણો કારણ
ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક સાથે શુભ-લાભ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Image- shutterstock)
Shubh Labh Significance: તમે અવારનવાર હિંદુ ઘરોના મુખ્ય દ્વાર પર શુભ-લાભ લખેલું અને સ્વસ્તિક (Swastik)નું ચિહ્ન બનેલું જોયું હશે. ઘરો અને મંદિરોમાં થતી પૂજામાં સૌપ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે અને શુભ-લાભ લખવામાં આવે છે.
Shubh Labh Significance: હિંદુ ધર્મ (Hinduism) શાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેનાથી વ્યક્તિ પ્રગતિ અને શુભતા પ્રાપ્ત કરી શકે છે. તેમાંથી એક છે શુભ ચિહ્ન. શુભ ચિહ્ન એટલે શુભ-લાભ (Shubh Labh) અને સ્વસ્તિક. તમે અવારનવાર હિંદુ ઘરોના મુખ્ય દ્વાર પર શુભ-લાભ લખેલું અને સ્વસ્તિક (Swastik)નું ચિહ્ન બનેલું જોયું હશે. ઘરો અને મંદિરોમાં થતી પૂજામાં સૌપ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે અને શુભ-લાભ લખવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. કારણ કે હિંદુ શાસ્ત્રોમાં ભગવાન ગણેશ (Lord Ganesha)ને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે અને શુભ-લાભને ભગવાન ગણેશના સંતાન માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવીને શુભ લખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને ભગવાન ગણેશની કૃપા જળવાઈ રહે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી આવતી. આ સાથે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક સાથે શુભ-લાભ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરની આસપાસની નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે. તેથી હિન્દુ ધર્મને માનતા ઘરોમાં પૂજા-પાઠ પહેલા ભગવાન ગણેશની પૂજા કરીને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક સાથે શુભ અને લાભ લખવામાં આવે છે.
ઘરના મુખ્ય દરવાજા પર શુભ-લાભ લખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને ઘર પર કોઈની ખરાબ નજર નથી લાગતી. સિંદૂર અથવા કુમકુમથી શુભ-લાભ લખવા પાછળનો અભિપ્રાય એ છે કે કુમકુમ મહાલક્ષ્મીને ચઢાવવામાં આવે છે તો તેનાથી શુભ-લાભ લખવાથી પણ મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
શુભ લખવાનો અર્થ
શુભ-લાભને શાસ્ત્રોમાં ભગવાન ગણેશના પુત્ર માનવામાં આવ્યા છે. તો આ રીતે શુભ લખવાનો અર્થ એ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે સાધનોથી આપણને ધન અને કીર્તિ મળી છે, તે સ્ત્રોત સદા જળવાઈ રહે.
લાભ લખવાનો અર્થ એ છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા ઘરની આવક કે સંપત્તિ હંમેશા વધતી રહે. શ્રી ગણેશની કૃપાથી આપણા વ્યવસાય કે આવકના સ્ત્રોત હંમેશા વધતા રહે. આ સિવાય સ્વસ્તિકનું ચિહ્ન શ્રી ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. તેથી મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરની બહાર શુભ-લાભ લખો અને સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર