સ્ત્રીઓએ કરવાચોથનું વ્રત કેમ કરવું જોઈએ ? જાણો શું છે તેની ધાર્મિક કથા અને વ્રતની વિધિ

આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી (Married woman) પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. (પ્રતિકાત્મક તસવીર)

આસો વદ ચોથના દિવસે કરવા ચોથ (Karwa Chauth 2021) આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી (Married woman) પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે.

 • Share this:
  નિરવ મહેતા /અમદાવાદ: આસો વદ ચોથના દિવસે કરવા ચોથ (Karwa Chauth 2021) આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી (Married woman) પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ વ્રતમાં પરણિત બહેનો પોતાના પતિના દીર્ઘાયુ માટે નિર્જળા ઉપવાસ કરે છે. આ દિવસે રાત્રે બહેનોએ શ્રદ્ધાપૂર્વક ચંદ્રમાના દર્શન ચાયણીમાં કર્યા પછી પતિના દર્શન કરે છે. તેમજ આ વ્રતની કથા વાંચી ત્યારબાદ વિધિવત રીતે વ્રત ખોલે છે અને પછી ભોજન કે ફળાઆહાર લે છે.

  હવે આપણે એ જાણીશું કે કઈ વ્રત કથા જોડાયેલી છે

  એક દિવસ અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી. આથી દ્રૌપદી દુ:ખી દુ:ખી થઈ ગઈ. તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી. આથી શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પુછ્યું ત્યારે ભગવાને કરવાચોથનું વ્રત કરવાનું કહ્યું હતું. જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે. આ પછી શ્રીકૃષ્ણ ભગવાને એક વાર્તા કહી.

  પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.

  રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.

  આ પણ વાંચો: Vastu Tips: કિચનમાં આ વસ્તુઓ ક્યારેય ન થવી જોઈએ સમાપ્ત, લક્ષ્મીજી થશે ક્રોધીત

  ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોઈને દુ:ખનું કારણ પૂછ્યું. બહેનની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો.

  આ પણ વાંચો: Kartik Maas 2021: કાર્તિકમાસનો આજથી પ્રારંભ, આ મહિનામાં આ 5 વાતોનું પાલન કરવાથી થશે જોરદાર

  આ વાત પૂરી કહી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસિબત ટળી જશે. આથી દ્રૌપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટળી ગઈ હતી અને પાંડવો પર આવેલું સંકટ ટળી ગયું હતું. આ વ્રત કરનારનો ચૂડી-ચાંદલો અખંડ રહે છે, વાંઝીયામેણું ટળે છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
  Published by:kuldipsinh barot
  First published: