કેમ સવારે ઉઠી જોવી જોઈએ હથેળી? શું છે તેનું માહત્મ્ય?

દિવસનો શુભ આરંભ શુભ વસ્તુ જોઈને જ કરવો જોઈએ. તેના માટે ભારતીય ઋષિ-મુનિઓએ આપણને કરમદર્શન એટલે કે, હાથના દર્શનના સંસ્કાર આપ્યા છે

News18 Gujarati
Updated: July 24, 2019, 6:33 PM IST
કેમ સવારે ઉઠી જોવી જોઈએ હથેળી? શું છે તેનું માહત્મ્ય?
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 24, 2019, 6:33 PM IST
દિવસનો શુભ આરંભ શુભ વસ્તુ જોઈને જ કરવો જોઈએ. તેના માટે ભારતીય ઋષિ-મુનિઓએ આપણને કરમદર્શન એટલે કે, હાથના દર્શનના સંસ્કાર આપ્યા છે.

શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, સવારે ઉઠી સૌપ્રથમ તરત પથારીમાં પોતાની હથેળીને જોડી પુસ્તકની જેમ ખોલો અને આ શ્લોક વાંચી હથેળીના દર્શન કરો.

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती ।

करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम ॥

અર્થાત - મારા હાથના આગળના ભાગમાં ભગવતી લક્ષ્મીનું નિવાસ છે. મધ્યભાગમાં વિદ્યાદેવી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનું નિવાસ છે. એટલે સવારે ઉઠી હું તેમના દર્શન કરૂ છુ. આ શ્લોકમાં ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને અપાર શક્તિના દેવતા, સૃષ્ટીના પાલનહાર ભગવાન વિષ્ણુની સ્તુતી કરવામાં આવી છે. જેથી જીવનમાં ધન, વિદ્યા અને ભગવત કૃપાની પ્રાપ્તિ થઈ શકે.

હથેળીના દર્શનનું બીજુ માહત્મ્મય એ પણ છે કે, આપણી વૃત્તિઓ ભગવત ચિંતન તરફ પ્રવૃત થાય, એવું કરવાથી શુદ્ધ સાત્વિક કાર્ય કરવાની પ્રેરણા મળે છે, સાથે પરાશ્રિત ન રહી પોતાની મહેનતથી જીવિકા કમાવવાની ભાવના પણ પેદા થાય છે.
Loading...

આંખો પણ રહેશે સ્વસ્થ્ય - જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો આપણી આંખો ઊંઘમાં રહે છે. એવામાં અચાનક દૂરની વસ્તુ કે અજવાળા પર નજર પડે તો આંખો પર કુપ્રભાવ પડે છે. કર દર્શનનો એ ફાયદો છે કે, તેનાથી દ્રષ્ટી ધીરે-ધીરે સ્થિર થાય છે અને આંખો પર કોઈ દુષ્પ્રભાવ નથી પડતો.
First published: July 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...