Home /News /dharm-bhakti /

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા

આજે પરશુરામ વિશે વાત કરવાનું ખાસ કારણ છે કે આવતીકાલે 7 મે 2019નાં રોજ પરશુરામ જયંતિ છે 

આજે પરશુરામ વિશે વાત કરવાનું ખાસ કારણ છે કે આવતીકાલે 7 મે 2019નાં રોજ પરશુરામ જયંતિ છે 

  ધર્મ ડેસ્ક: પરશુરામને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. ભગવાન પરશુરામ અંગે એક વાર્તા પ્રસિદ્ધ છે કે તેમણે તત્કાલીન અત્યાચારી અને નિરંકુશ ક્ષત્રિયોનું 21 વખત સંહાર કર્યો હતો. પણ શું તમે જાણો છો કે પરશુરામે
  કેમ 21 વખત પૃથઅવીથી ક્ષત્રિય વંશનો નાશ કર્યો હતો? વાંચો તેની રોચક પૌરાણિક કથા.

  એક વખત ભગવાન પરશુરામનાં પિતા જમદગ્નિ ઋષિનાં આશ્રમમાં રાજા કાર્તવીર્ય અર્જુન એટલે કે સહસ્ત્રાર્જુન આશ્રય લેવા આવ્યા હતાં. ત્યારે ઋષિ જગદગ્નિને દેવરાજ ઇન્દ્ર તરફથી પ્રાપ્ત કામધેનુ ગાયની મદદથી સહસ્ત્રાર્જુન અને તેમની સેના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

  કામધેનુનાં આવા વિલક્ષણ ગુણો અંગે જાણીને સહસ્ત્રાર્જુને ઋષિ પાસે આ ગાયની માંગણી કરી. તેનાં મનમાં આવી અદ્ભુત ગાય પામવાનું લાલચ જાગ્યું. તેણે ઋષિ જમદગ્નિથી કામધેનુ માંગી. પણ ઋષિ જમદગ્નિએ કામધેનુને આશ્રમનાં ભરણ-પોષણનું એક માત્ર સ્ત્રોત ગણાવી. અને આપવાનો ઇન્કાર કરી દીધો. આ વાતથી સહસ્ત્રાર્જુન ક્રોધિત થઇ ગયા અને તેણે ઋષિ જમદગ્નિનનો આશ્રમ ઉજ્જડ વેરાન કરી નાખ્યો. તે કામધેનુને લઇ જવા મથી રહ્યો હતો ત્યાં જ કામધેનુ સહસ્ત્રાર્જુનથી છૂટીને સ્વર્ગમાં ચાલી ગઇ.

  સહસ્ત્રાર્જુનને ખાલી હાથે જવુ પડ્યુ. પરમ તપસ્વી જમદગ્નિએ તેમનાં સંત ચરિત્રનાં કારણે સહસત્રાર્જુનનો કોઇ વિરોધ કર્યો નહીં. અને તપ કરતાં રહ્યાં. પણ આ ઘટના બાદ જ્યારે પિતૃભક્ત પરશુરામ ત્યાં પહોચ્યા અને તેમની માતાએ આ
  આખી વાત કરી. અને પરશુરામ માતા-પિતાનાં અપમાન અને આશ્રમની સ્થિતિ જોઇને ખુબજ ક્રોધ આવ્યો હતો.

  પરાક્રમી પરશુરામે તે વખતે દુરાચારી સહસ્ત્રાર્જુન અને તેમની સેનાનો નાશ કરવાનું સંકલ્પ લીધો. પરશુરામ તેમનાં પરશુ અસ્ત્રને લઇને સહસ્ત્રાર્જુનનાં નગર મહિષ્મતિપુરી પહોચ્યો. જ્યાં સહસ્ત્રાર્જુન અને પરશુરામ વચ્ચે યુદ્ધ થયું. પણ
  પરશુરામનાં પ્રચંડ બળ આગળ સહસ્ત્રાર્જુન ન ટકી શક્યો. ભગવાન પરશુરામે દુષ્ટ સહસ્ત્રાર્જુનની હજાર ભુજાઓ અને ધડ પરશુથી કાપીને તેનું વધ કરી નાખ્યું હતું.

  સહસ્ત્રાર્જુનનાં વધ બાદ પિતાનાં આદેશથી આ વધનું પ્રાયશ્ચિત કરવા માટે પરશુરામ તીર્થ યાત્રા પર ચાલ્યા ગયા આ સમય વચ્ચે સહસ્ત્રાર્જુનનાં પુત્રોએ તપસ્યારત ઋષિ જમદગ્નિનું તેમનાં જ આશ્રમમાં માથુ કાપીને વધ કરી નાખ્યું. જ્યારે
  પરશુરામ તીર્થથી પરત ફર્યા તો આશ્રમમાં માતાને વિલાપ કરતાં જોઇ. અને માતાનાં નજીક પિતાનું માથુ કાપેલુ શરીર જોયુ અને તેમનાં શરીર પર 21 ઘા જોયા.

  તે જોઇને ભગવાન પરશુરામ ખુબજ ક્રોધિત થઇ ગયા અને તેમને શપથ લીધા કે તે ફક્ત હૈહય વંશનો જ સર્વનાશ નહીં કરે પણ તેમનાં સહયોગી સમસ્ત ક્ષત્રિય વંશનો 21 વખત સંહાર કરી નાખશે. પુરાણોમાં ઉલ્લેખ છે. કે ભગવાન
  પરશુરામ દ્વારા તત્કાલીન દુષ્ટ અને અત્યાચારી ક્ષત્રિયનો અંત કરીને ફક્ત જગતને તેમનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં પણ તેમનાં દ્વારા એક લૌકિક સંદેશપણ આપ્યો છે કે કોઇપણ વ્યક્તિ અને સમાજને અસત્યા, અન્યાય અને અત્યાચારનો
  નિર્ભય થઇને પુરુષાર્થ અને પરાક્રમથી વિરોધ કરવો જોઇે. અને તેનો ઉદ્દેશ પણ સાર્થક થવો જોઇએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Earth, Killed

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन