Monday and Lord Shiva Connection: જાણો શા માટે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે?
Monday and Lord Shiva Connection: જાણો શા માટે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે?
ભગવાન શિવને મનાવવા અત્યંત સરળ છે.
Monday and Lord Shiva Connection: ભગવાન શિવને મનાવવા અત્યંત સરળ છે. તેમની ઉપાસના માટે સોમવાર (Monday) સિવાય તિથિઓમાં ત્રયોદશી અને ચતુર્દશી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો સોમવારનું ભગવાન શિવ સાથે શું કનેક્શન છે.
Monday and Lord Shiva Connection: હિન્દુ દેવી દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ ભગવાન શિવ (Lord Shiva)ને સોમવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે અને તેમની પાસેથી શુભ આશિષ પ્રાપ્ત કરવામાં આવે છે. સૃષ્ટિની રક્ષા માટે વિષ પાન કરનારા ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોની દરેક મનોકામના ખૂબ જ જલ્દી પૂરી કરે છે. ભગવાન શિવને મનાવવા અત્યંત સરળ છે. તેમની ઉપાસના માટે સોમવાર (Monday) સિવાય તિથિઓમાં ત્રયોદશી અને ચતુર્દશી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોમવાર, ત્રયોદશી તિથિ અને પ્રદોષ, આ ત્રણનું પ્રતીક ત્રિદલ, ત્રિપત્ર બિલીપત્ર છે. માન્યતા અનુસાર ભગવાન શિવને ચંદ્રમા (Moon) ખૂબ જ પ્રિય છે. એટલા માટે તેઓ મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે. ચંદ્ર મનનો કારક છે અને માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. જાણો સોમવારનો ભગવાન શિવ સાથે શું સંબંધ છે.
મનુષ્યનું મન બહુ ચંચળ હોય છે. એક ક્ષણમાં તે અહીં તો બીજી ક્ષણે ત્યાં પહોંચી જાય છે. કહેવાય છે કે ચંદ્ર મનને નિયંત્રિત કરે છે. વિષ પીનાર ભગવાન ભોલેનાથે શીતળતા માટે મસ્તક પર ચંદ્રમા ધારણ કર્યો છે. કહેવાય છે કે ઘોડા જેવી ગતિ ધરાવતા ચંચળ મનને સોમવારે ભગવાન શિવની પૂજા કરીને નિયંત્રિત કરી શકાય છે.
સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી મનમાં શુભ વિચાર સાથે શાંતિ મળે છે. સોમવાર, ત્રયોદશી તિથિ અને પ્રદોષ, આ ત્રણનું પ્રતીક ત્રિદલ, બિલીપત્ર છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે રાખવામાં આવતા વ્રતને સોમેશ્વર કહેવામાં આવે છે. સોમેશ્વર શબ્દના બે અર્થ નીકળે છે. પહેલો ચંદ્ર અને બીજો તે દેવ જેને સોમદેવ પણ પોતાના દેવ માને છે એટલે કે ભગવાન શિવ. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવ સોમવારના દિવસે જ ભગવાન શિવની પૂજા કરતા હતા. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તેમને નિરોગી કાયા મળી. ભક્તો દ્વારા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો તાત્પર્ય એ પણ છે કે તેનાથી ચંદ્ર દેવ પણ પ્રસન્ન થાય છે.
બીજા કારણ અનુસાર સોમનો અર્થ સૌમ્ય પણ થાય છે અને ભગવાન શિવ શાંત સ્વભાવના દેવતા છે. તેમનો સ્વભાવ સહજ અને સરળ હોવાને કારણે તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. એટલે પણ સોમવારને શિવનો દિવસ માનવામાં આવે છે. તો સોમમાં ॐ છે અને ભગવાન ભોલેનાથને ॐ સ્વરૂપ પણ માનવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર