રક્ષા બંધન પર બાળપણથી આપણે જોઈએ છીએ કે, રાખડી બાંધ્યા પહેલા તિલક કરવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે આ તિલક કેમ કરવામાં આવે છે. શું છે તેનું શુભ મહત્વ. તો જોઈએ કેમ તિલક કરવામાં આવે છે.
રક્ષાબંધનના પાવન પર્વ પર બહેન પોતાના ભાઈના માથા પર તિલક લગાવે છે. શાસ્ત્રોમાં શ્વેત ચંદન, લાલ ચંદન, કંકુ, ભસ્મ વગેરેથી તિલક લગાવવાનું શુભ માનવામાં આવે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે કંકુથી જ તિલક કરવામાં આવે છે. કંકુથી તિલકની સાથે ચોખાનો પ્રયોગ કરવામાં આવે છે.
આ તિલક વિજય, પરાક્રમ, સન્માન, શ્રેષ્ઠતા અને વર્ચસ્વનું પ્રતિક છે. તિલક મસ્તકના વચ્ચે લગાવવામાં આવે છે. આ સ્થાન છઠ્ઠી ઈન્દ્રીનું છે.
આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, જો શુભ ભાવથી મસ્તકના આ સ્થાન પર તિલકના માધ્યમથી દબાણ કરવામાં આવે તો, સ્મરણ શક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા, બૌદ્ધિકતા, તાર્કિકતા, સાહસ અને બળમાં વૃદ્ધિ થાય છે.
માથા પર તમે બે ભ્રમમ વચ્ચે જ્યાં તમે તિલક કરો છે તે અગ્નિ ચક્ર કહેવાય છે. અહીંથી જ પૂરા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. અહીં તિલક કરવાથી ઉર્જા સંચાર થાય છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.
તેનો પ્રતિકાત્મક અર્થ એ થયો કે, બહેનની સમાજમાં રક્ષા માટે આ તમામ ગુણોની જરૂરત હોય છે. એટલે બહેનના શુભ હાથે કાર્ય સંપન્ન થવું જોઈએ. બહેન કરતા વધારે શુભ તમારા માટે કોણ વિચારી શકે, અને તે પણ રક્ષાબંધન જેવા પર્વના દિવસે. અત: રાખીના દિવસે ભાઈને કંકુથી બહેનના હાથે તિલક કરવાનો રિવાજ છે.