Home /News /dharm-bhakti /

Vat Savitri Vrat 2022: શા માટે બે દિવસ રાખવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત? જાણો પૂજા મુહૂર્ત

Vat Savitri Vrat 2022: શા માટે બે દિવસ રાખવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત? જાણો પૂજા મુહૂર્ત

વટ સાવિત્રી વ્રત

Vat savitri vrat 2022: વટ સાવિત્રી વ્રત બે દિવસ (Vat Savitri Vrat for two days) મનાવવામાં આવે છે. એક વટ સાવિત્રી વ્રત અમાસની તિથિએ અને એક વટ સાવિત્રી વ્રત પૂર્ણિમા તિથિએ.

  ધર્મભક્તી ડેસ્કઃ વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat 2022) રાખવાથી પતિનું આયુષ્ય લાંબું થાય છે, દાંપત્યજીવન (Married Life) સુખમય રહે છે અને પુત્રની પ્રાપ્તિ પણ થાય છે. આ ત્રણ કારણોથી સુહાગન મહિલાઓ વટ સાવિત્રી વ્રત રાખે છે. વટ સાવિત્રી વ્રત બે દિવસ (Vat Savitri Vrat for two days) મનાવવામાં આવે છે. એક વટ સાવિત્રી વ્રત અમાસની તિથિએ અને એક વટ સાવિત્રી વ્રત પૂર્ણિમા તિથિએ. આખરે આવું કેમ થાય છે? આવો તિરુપતિના જ્યોતિષી ડૉ. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી જાણીએ.

  વટ સાવિત્રી વ્રત અને વટ પૂર્ણિમા વ્રત

  ઉત્તર ભારતમાં મુખ્યત્વે યુપી, એમપી, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસના દિવસે રાખવામાં આવે છે. તેને વટ સાવિત્રી અમાસ વ્રત પણ કહેવામાં આવે છે. બીજી તરફ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં જેઠ માસની પૂનમની તિથિએ વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. અહીં તેને વટ પૂર્ણિમા વ્રત કહેવામાં આવે છે.

  અમાસ આધારિત કેલેન્ડરમાં વટ સાવિત્રી અમાસ વ્રત કહેવાય છે અને પૂર્ણિમા આધારિત કેલેન્ડરમાં તે વટ પૂર્ણિમા વ્રત કહેવાય છે. જો કે પુરાણોના આધારે જોવામાં આવે તો સ્કંદ પુરાણમાં વટ પૂર્ણિમા વ્રત કહેવામાં આવ્યું છે. જેને જેઠ પૂર્ણિમાએ રાખવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કેમ થાય છે?, જાણો 6 મહત્વના કારણો

  બંને વ્રતનું મહત્વ છે સમાન

  વટ પૂર્ણિમા વ્રત અને વટ સાવિત્રી વ્રતનું મહત્વ એક સરખું રહે છે. આ બંને વ્રત વચ્ચે માત્ર તિથિઓનો તફાવત છે. ઉત્તર ભારતની સુહાગન સ્ત્રીઓ જેઠ મહિનાની અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત રાખે અને બાકી જગ્યાએ મહિલાઓ 15 દિવસ બાદ એટલે કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. બંને વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખે છે. બંને વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

  વટ સાવિત્રી વ્રત 2022ના મૂહુર્ત

  જેઠ અમાસ તિથિ પ્રારંભ – 29 મે, બપોરે 2.54 મિનિટથી

  જેઠ અમાસ તિથિ સમાપન – 30 મે, સાંજે 4.59 મિનિટ સુધી

  વટ સાવિત્રી વ્રત પૂજા મૂહુર્ત – સવારે 7.12 વાગ્યાથી.

  વટ સાવિત્રી વ્રત 2022 મૂહુર્ત

  જેઠ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ – 13 જૂન, સોમવારે રાત્રે 9.02 મિનિટથી

  જેઠ માસની પૂર્ણિમા તિથિનું સમાપન – 14 જૂન, મંગળવારે સાંજે 05.21 મિનિટે.

  આ પણ વાંચોઃ-Zodiac Signs: તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ ખૂબ શાંત હોય છે આ 5 રાશિઓના જાતકો

  વટ પૂર્ણિમાં વ્રત 14 જૂન, 2022ના રોજ મંગળવારે રાખવામાં આવશે. સાધ્ય યોગઃ સવારથી 09:40 સુધી. ત્યાર પછી શુભ યોગ.

  વટ પૂર્ણિમા વ્રતનું પૂજન મુહૂર્તઃ વહેલી સવારથી જ સાધ્ય અને શુભ યોગ માંગલિક કાર્યો માટે શ્રેષ્ઠ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Dharma Astha, Dharma bhakti, Vat Savitri, Vat savitri 2022, Vrat Katha

  આગામી સમાચાર