ઈસ્લામમાં 786 નંબરને શુભ કેમ માનવામાં આવે છ? હિન્દુ ધર્મ સાથે પણ જાડેયલ છે આ અંક

News18 Gujarati
Updated: May 19, 2018, 12:22 PM IST
ઈસ્લામમાં 786 નંબરને શુભ કેમ માનવામાં આવે છ? હિન્દુ ધર્મ સાથે પણ જાડેયલ છે આ અંક

  • Share this:
અમિતાભ બચ્ચનની ફિલ્મ 'દિવાર' અને 'કુલી'માં તમને 786 નંબરનું કનેક્શન તો યાદ હશે. આ બંને ફિલ્મમાં તમને આ નંબરનું મહત્વ જોવા મળ્યું હતું. તે એટલા માટે કેમ કે ઈસ્લામમાં 786નું ખુબ જ મહત્વ હોય છે. ક્રેઝ એટલો છે કે, ગમે તે ધર્મના લોકો હોય પરંતુ આ નંબરની નોટો પોતાના પાસે આવે તો બીજા પાસે જવા દેતા નથી અને પોતાના પોકેટમાં રાખી લે છે. કેટલાક લોકો તો ગાડી પણ આ નંબરની જ લે છે. ઈસ્લામમાં વિશ્વાસ છે કે, આ નંબરનું સ્મરણ કરવાથી કે તેમની પાસે રાખવાથી બધા જ કામો સરળ રીતે થઈ જાય છે અને વસ્તુઓમાં બરકત થાય છે.

આના પાછળનું કારણ તે છે કે, મુસ્લિમ આ અંકને બિસ્મિલ્લાહનું રૂપ માને છે. એવું માનવામાં આવે છે કે, અરબી અથવા ઉર્દૂ 'બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ' લખશો તો તેનો યોગ 786 આવશે. તેથી આ અંકને ઈસ્લામમાં માનનાર દરેક વ્યક્તિ પ્રવિત્ર માને છે.

તમને જણાવી દઈએ કે, માત્ર ઈસ્લામમાં જ નહી હિન્દુઓમાં પણ આ નંબરનું ખુબ જ મહત્વ છે. આ માટે શ્રીકૃષ્ણ જીની એક નાની એવી સ્ટોરી પ્રસિદ્ધ છે કે, કિષ્ન પોતાની સાત છિદ્રોવાળી મૂરલીને ત્રણ-ત્રણ એટલે છ: આંગળીઓથી વગાડતા હતા અને તે દેવકીના આઠમા પુત્ર હતા. આ ત્રણેય અંકોને મેળવીએ એટલે બને 786

તે ઉપરાંત પ્રસિદ્ધ શોધકર્તા રાફેલ પતાઈએ પોતાની પુસ્તક ધ જીવિસ માઈન્ડમાં લખ્યું છે કે, જો 786 નંબરની આકૃતિ પર ધ્યાન કરવામાં આવે તો સંસ્કૃતમાં લખેલ ઓમ (ऊं) દેખવા મળશે. આને પરખવા માટે 786ને હિન્દીમાં લખો એટલે કે ७८६ લખો, જવાબ તમને મળી જશે.
First published: May 19, 2018, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading