પરશુરામ જયંતિ: તેમણે કર્યુ હતું માતાનું વધ, ક્યાં મળી માતૃહત્યાનાં પાપથી મુક્તિ?

News18 Gujarati
Updated: May 7, 2019, 11:26 AM IST
પરશુરામ જયંતિ: તેમણે કર્યુ હતું માતાનું વધ, ક્યાં મળી માતૃહત્યાનાં પાપથી મુક્તિ?
પિતાનાં તપોબળથી પ્રભાવિત પરશુરામને જ્યારે પિતાએ માતાનું શિરોચ્છેદ કરવાની આજ્ઞા કરી તો તેમણે પિતાની આજ્ઞાનું તુરંત જ પાલન કર્યું

પિતાનાં તપોબળથી પ્રભાવિત પરશુરામને જ્યારે પિતાએ માતાનું શિરોચ્છેદ કરવાની આજ્ઞા કરી તો તેમણે પિતાની આજ્ઞાનું તુરંત જ પાલન કર્યું

  • Share this:
ધર્મ ડેસ્ક: પરશુરામ ભગવાન વિષ્ણુનાં આવેશાવતાર છે. તેમનાં પિતાનું નામ જમદગ્નિ તતા માતાનું નામ રેણુકા હતું. પરશુરામનાં ચાર મોટા ભાઇ હતા પણ ગુણોમાં ભગવાન પરશુરામ સૌથી શ્રેષ્ઠ હતાં. એક દિવસ ગન્ધર્વરાજ ચિત્રરથને
અપ્સરાઓ સાથે વિહાર કરતાં જોઇ હવન હેતુ ગંગા ત પર જળ લેવા ગયેલાં રેણુકા આસક્ત થઇ ગયા અને થોડા સમય સુધી તે ત્યાં જ રોકાઇ ગયા. હવનનો સમય નીકળી રહ્યો હતો તેથી મુનિ જમદગ્નિ ક્રોધિત થઇ ગયા. તેમને પત્નીનાં
આસક્ત થવાની વાત માલૂમ પડી. તેથી પત્નીનાં પતિવ્રતા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચાર કરવાનાં દંડ સ્વરૂપ તેમણે તેમનાં તમામ પુત્રોને માતા રેણુકાનાં વધની આજ્ઞા કરી. પણ મોહવશ કોઇએ આમ ન કર્યુ ત્યારે મુનીએ

તેમને શ્રાપ આપી તેમની વિચાર શક્તિ નષ્ટ કરી નાંખી.

પિતાનાં તપોબળથી પ્રભાવિત પરશુરામને જ્યારે પિતાએ માતાનું શિરોચ્છેદ કરવાની આજ્ઞા કરી તો તેમણે પિતાની આજ્ઞાનું તુરંત જ પાલન કર્યું. આ જોઇને મહર્ષિ જમદગ્નિ ખુબ જ પ્રસન્ન થયા. અને તેમણે પરશુરામને વરદાન માંગવા કહ્યું.

આ પણ વાંચો: કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા
Loading...

જે બાદ ભગવાન પરશુરામે પિતા પાસે ત્રણ વરદાન માંગ્યા.

1. માતા પુનર્જીવિત થઇ જાય.
2. માતાને મૃત્યુની સ્મૃતિ ન રહે
3. ભાઇ ચેતના-યુક્ત થઇ જાય.

ઋષિ જમદગ્નિએ તેમનાં ત્રણેય વરદાન આપ્યા. અને આ રીતે તેમની માતા પુન: જીવિત થઇ ગયા. પણ ભગવાન પરશુરામ પર માતૃહત્યાનું પાપ ચઢી ગયું.

ભગવાન પરશુરામ ક્યાં મળી માતૃહત્યાનાં પાપથી મુક્તિ
રાજસ્થાનનાં ચિતૌડ જિલ્લા સ્થિત માતૃકુંડ તે જગ્યા પર છે જ્યાં પરશુરામને તેમની માતાનાં વધના પાપથી મુક્તિ મળી હતી. અહીં તેમણે શિવજીની તપસ્યા કરી હતી. અને પછી શિવજીએ તેમને કહ્યુ હતું કે માતૃકુંડનાં જળથી સ્નાન
કરવાથી તેમને આ પાપમાંથી મુક્તિ મળશે. આ જગ્યાને મેવાડનું હરિદ્વાર કહેવાય છે. આ સ્થાન મહર્ષિ જમદગ્નિની તપોભૂમિથી આશે 80 કિલો મીટર દૂર છે.

માતૃકુંડયાથી થોડા મીલની દૂરી પર જ પરશુરામ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ સ્વંય પરશુરામે કર્યુ છે. તેમણે તેમનાં ફરસથી પર્વત કાપીને આ મંદિર બનાવ્યું છે. તેને મેવાડનું અમરનાથ કહેવાય છે.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...