Home /News /dharm-bhakti /મંદિરમાં શિવલિંગ પર 24 કલાક પાણી કેમ ટપકતું રહે છે જાણો છો આ પાછળનું કારણ?
મંદિરમાં શિવલિંગ પર 24 કલાક પાણી કેમ ટપકતું રહે છે જાણો છો આ પાછળનું કારણ?
જળાધારી
Astrology: તમને પણ મનમાં વિચાર આવતો કેમ શિવજી પર સતત જળાભિષેક કરવામાં આવે છે તેની પાછળનું એક ખાસ કારણ છે. જેથી જ તમે હંમેશા શિવલિંગ પર કળશ બાંધેલું જોયું છે અને તેમાંથી ટીપે ટીપે સતત શિવ લિંગ પર જળાભિષેક થતો રહે છે. આ દિવસ રાત ચાલુ રહે છે.
ધર્મભક્તિ ડેસ્ક: હાલ શિવજી (Shiv Katha) પર જળાભિષેક કરવાનો ખાસ મહત્વ છે. આમ પણ અન્ય કોઇ ભગવાન કરતા શિવજી પર પાણીનો અભિષેક વધુ કરવામાં આવે છે. એટલું નહીં તમે પણ અનેક શિવમંદિરો (Shiv Temple)જોયું હશે કે શિવલિંગ પર હંમેશા કળશ બાંધેલું હોય છે જેમાંથી ટીપે ટીપે સતત શિવ લિંગ પર જળાભિષેક કરવામાં આવતો હોય છે. અને આ દિવસ રાત ચાલુ રહે છે. તમને પણ મનમાં વિચાર આવતો કેમ શિવજી પર સતત જળાભિષેક કરવામાં આવે છે તો તેની પાછળ સમુદ્ર મંથન સાથે જોડાયેલે એક પૌરાણિક કથા મહત્વનો ભાગ ભજવે છે.
આ વાત તો બધા જ જાણે છે કે દેવ અને રાક્ષસો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તો તેમાંથી અમૃત નીકળવા પહેલા હળાહળ વિષ નીકળ્યું હતું. આ વિષને ગ્રહણ કરવાની ક્ષમતા કોઇ પાસે નથી. ત્યારે દેવાધિદેવ મહાદેવ શિવ સામે આવે અને તેમણે હંમેશા માટે આ વિષને પોતાના ગળામાં સ્થાન આપ્યું.
આજ કારણે શિવજીને નિલકંઠ પણ કહેવાય છે. શિવજીએ પોતાના તપોબળાના કારણે આ વિષને ગળામાં જ રાખ્યું. અને પણ આ વિષના કારણે શિવજીને બળતરા થવા લાગે. ત્યારે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે જળથી અભિષેક કરવામાં આવે છે. જેથી વિષપાનના કારણે તેમનું મસ્તક ગરમ ન થાય પાણીનાં ટીપાથી તેમને ઠંકડ મળે. આજ કારણે શિવલિંગ પર સતત જળ ટપકે છે.
સાથે જ માનવામાં આવે છે કે જળાભિષેક પર કરવાથી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે. પ્રલયકારી ઊર્જાને શાંત રાખવા માટે શિવલિંગ પર સતત જળ ચઢાવવામાં આવે છે. અને માટે જ તાંબાનો કળશ શિવલિંગ પર રાખવામાં આવે છે. અને તેમાંથી પાણીનો રસાવ કરી લિંગ પર જળાભિષેક કરાય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર