Home /News /dharm-bhakti /

તમને ખબર છે ભગવાન શિવ કેમ કરે છે નંદીની સવારી

તમને ખબર છે ભગવાન શિવ કેમ કરે છે નંદીની સવારી

  વિષ્ણુ ભગવાન ગરૂડની સવારી કરે છે તો ઇન્દ્ર દેવ એરાવત હાથી પર આવે છે. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ તો માતા દુર્ગા સિંહની સવારી કરે છે. પરંતુ આખરે કેમ સર્વશક્તિમાન ભગવાનોને આ સવારીની જરૂર પડી. જ્યારે તેઓ તો પોતાની દિવ્ય શક્તિઓથી પલકારામાં ગમે ત્યાં અવર-જવર કરી શકે છે. તેની પાછળ આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, અને વ્યવહારિક કારણ છે. તો આવો અમે તમને આ અંગે જણાવીએ.

  ભગવાન વિષ્ણુ અને ગરૂડ: ગરૂડ દિવ્ય શક્તિ અને અધિકારનું પ્રતિક છે. ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુમાં જ આખો સંસાર સમાયેલો છે. સોનોરી રંગના મોટા આકારનું પક્ષી પણ આ જ સંકેત કરે છે. ભગવાન વિષ્ણુની દિવ્યતા અને અધિકાર ક્ષમતા માટે આ સૌથી યોગ્ય પ્રતિક છે.
  માતા લક્ષ્મી અને ઘુવડ: માતા લક્ષ્મીના વાહન ઘુવડને સૌથી અજીબ માનવામાં આવે છે કહેવાય છે કે ઘુવડ બરાબર દેખી નથી શકતો, પરંતુ આ માત્ર દિવસના સમયે જ હોય છે. ઘુવડ શુભ સમય અને ધન-સંપત્તિનું પ્રતિક છે.

  શિવ અને નંદી: શિવ ભોળા અને સીધા ચાલનાર પરંતુ કયારેક-કયારેક ભયંકર ક્રોધ કરનાર દેવતા છે તો તેમનું વાહન નંદી છે. આ શક્તિ, આસ્થા અને ભરોસાનું પ્રતિક હોય છે. તેનાથી વધુ શિવનું ચરિત્ર મોહમાયા અને ભૌતિક ઇચ્છાઓથી અલગ રહેનાર ગણાવ્યું છે. આખલો એટલે કે નંદી આ વિશેષતાઓને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે અને આથી જ નંદી શિવનું વાહન છે.

  માતા દુર્ગા અને સિંહ: દુર્ગા તેજ, શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે તો તેની સાથે સિંહ છે. સિંહનું પ્રતિક આક્રમકતા અને શૌર્યનું છે. આ ત્રણેય વિશેષતાઓ માતા દુર્ગાના આચરણમાં પણ જોવા મળે છે. એ પણ રસપ્રદ છે કે સિંહની ત્રાડને માતા દુર્ગાનો અવાજ જ માનવામાં આવે છે. તેની આગળ સંસારના બાકી તમામ અવાજો નબળા લાગે છે.

  બ્રહ્મદેવ અને હંસ: સૃષ્ટિના રચિયતા અને પાલનકર્તા બ્રહ્મદેવનું વાહન હંસ છે જે તેમના ઐશ્વર્ય અને બુદ્ધિમતાનું પ્રતિક છે.

  માતા સરસ્વતી અને હંસ: હંસને પવિત્રતા અને જિજ્ઞાસાનું પ્રતિક મનાય છે, જે જ્ઞાનની દેવી માતા સરસ્વતી માટે સૌથી શ્રેષ્ઠ વાહન છે. માતા સરસ્વતીનું હંસ પર બિરાજમાન હોવું એ બતાવે છે કે જ્ઞાનથી જ જિજ્ઞાસાને શાંત કરી શકાય છે અને પવિત્રતાને જૈસ થે સાચવી શકાય છે.

  ગણેશ અને ઉંદર: મુષક શબ્દ સંસ્કૃતના મુષથી બન્યો છે તેનો અર્થ લૂંટવું કે ચોરવું. સાંકેતિક રીતે મનુષ્યનું મગજ ચોરનાર એટલે કે ઉંદર જેવા જ હોય છે. તે સ્વાર્થ ભાવથી ઘેરાયેલા હોય છે. ગણેશજીનું ઉંદર પર બેસવું એ વાતનો સંકેત છે કે તેમણે સ્વાર્થ પર વિજય મેળવ્યો છે અને જનકલ્યાણના ભાવને પોતાની અંદર જાગૃત કર્યો છે.

  કાર્તિકેય અને મોર: કાર્તિકેયનું વાહન મોર છે. એક કથાનુસાર આ વાહન તેમને ભગવાન વિષ્ણુ પાસેથી ગિફ્ટમાં મળ્યું હતું. ભગવાન વિષ્ણુ એ કાર્તિકેયની સાધક ક્ષમતાઓને જોઇને તેમને આ વાહન આપ્યું હતું. જેનો સાંકેતિક અર્થ હતો કે તે પોતાનું ચંચળ મન રૂપી મોર સાથે કાર્તિકેય રમે છે.

  શનિદેવ અને કાગડો: માન્યતા પ્રમાણે કહેવાય છે કે શનિદેવ વ્યક્તિના કર્મોના હિસાબ પ્રમાણે વાહન પર બિરાજે છે. જેમકે જ્યારે ઘોડા અને હાથીની સવારી કરે છે ત્યારે તેઓ સુખ-સમૃદ્ધિનું પ્રતિક હોય છે. જ્યારે સિંહની સવારી કરે છે તો જગમાં પ્રસિદ્ધિ મળે છે, જ્યારે ગધેડાની સવારી કરે છે તો તણાવ આવે છે અને જ્યારે કૂતરા પર સવાર થાય છે ત્યારે કેટલાંય પ્રકારની સમસ્યાઓ આવે છે. આમ તો તેમનું વાહન કાગડો છે.

  ઇન્દ્રદેવ અને એરાવત: ઇન્દ્રદેવ વર્ષાના દેવતા છે અને તેમનું વાહન સૌથી સુંદર હાથી એરાવત તેમની પ્રભુતાને દર્શાવે છે.

  કુબેર અને નર: ધનના દેવતા કુબેરનું વાહન મનુષ્યને બનાવ્યું છે જે એ દર્શાવે છે કે વ્યક્તિને પૈસા અને સમૃદ્ધિને પોતાના વશમાં બનાવી રાખવા જોઇએ. નહીં કે તેને આધીન થઇ જવું જોઇએ.

  યમરાજનું વાહન ભેંસ: ભેંસોને એક એવું સામાજિક પ્રાણી મનાય છે અને તેઓ બધા મળીને એકબીજાની રક્ષા કરે છે. તેઓ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરે છે. તેનું રૂપ ભયાનક હોય છે. આથી યમરાજ ભેંસને પોતાના વાહન તરીકે ઉપયોગ કરે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Lord shiva

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन