Home /News /dharm-bhakti /

શિવરાત્રિએ કેમ હોય છે રાત્રિ પૂજાનું ખાસ મહત્વ

શિવરાત્રિએ કેમ હોય છે રાત્રિ પૂજાનું ખાસ મહત્વ

    દેવોના દેવ ભગવાન ભોળેનાથના ભક્તો માટે મહાશિવરાત્રિનું વ્રત ઘણું મહત્વ ધરાવે છે. ખાસકરીને મહાશિવરાત્રિના દિવસે મંદિરોમાં આસ્થાનો અદભૂત નજારો જોવા મળે છે. કહેવાય છે કે મહાશિવ રાત્રિના દિવસે ભગવાન શંકર ત્યાં ત્યાં હોય છે જ્યાં એમના શિવલિંગ હોય છે.

    કેમ ઉજવવામાં આવે છે શિવરાત્રિ?
    માનવામાં આવે છે કે આ પાવન દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું લગ્ન થયું હતું અને તે જ દિવસે પહેલું શિવલિંગ પ્રકટ થયું હતું. આ સાથે ભગવાન શિવે આ જ દિવસે કાલકૂટ નામનું વિષ પોતાના કંઠમાં મુક્યું હતું જે સમુદ્ર મંથનના દિવસે બહાર આવ્યું હતું.

    આ વર્ષે આ શુભ ફળ મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિના ઉજવવામાં આવશે. આ દિવસે જે કોઈ વ્રત રાખે છે તેમની ઈચ્છા ભગવાન ભોળેનાથ પુરી કરે છે. આ વ્રતને દરેક જણ કરી શકે બાળકોથી માંડીને વૃદ્ધો બધા જ કરી શકે. આ દિવસે વિધિપુર્વક વ્રત કરીને અને શિવપૂજન, શિવ કથા, શિવ સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ. જો તમે રાતે જાગીને 'ૐ નમ: શિવાય'ના જાપ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. વ્રતના બીજા દિવસે તમારી શક્તિ મુજબ વસ્ત્ર, અન્ન,ભોજનનું દાન કરવું જોઈએ.

    વ્રતનો મહિમા
    આ વ્રતની માન્યતા છે કે જે કોઈ આ વ્રત કરે છે તે દરેક ભોગ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ વ્રત દરેક પાપોનો નાશ કરનારું છે. આ વ્રતને સતત 14 વર્ષ સુધી કર્યા પછી વિધિ-વિધાન પ્રમાણે આનું સમાપન કરવું જોઈએ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mahashivratri, Shiv pooja

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन