Home /News /dharm-bhakti /આજે સોમવતી અમાસ, વ્રતમાં કેમ નથી ખાવામાં આવતું સફેદ મીઠુ

આજે સોમવતી અમાસ, વ્રતમાં કેમ નથી ખાવામાં આવતું સફેદ મીઠુ

શ્રાવણ (Sawan) મહિનામાં ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં લોકો વ્રત અને ઉપવાસ કરે છે. પણ આ સમયે સફેદ મીઠાનો ઉપયોગ કરવું વર્જિત મનાય છે. સોમવારના વ્રતમાં મુખ્યત્વે ફળાહાર અને દૂધ પીવામાં આવે છે. અને અલૂણું એટલે કે મીઠાને ખાવાની મનાઇ હોય છે. સામાન્ય રીતે પણ કોઇ પણ વ્રતમાં મીઠું નથી ખાવામાં આવતું. અને તેની જગ્યાએ સીંઘાલૂણનું મીઠું ઉપયોગમાં લેવાય છે.

આયુર્વેદમાં સિંધાલૂણ મીઠાને સ્વાસ્થ્ય વર્ધક બતાવવામાં આવ્યું છે, કેમ કે, કફ, વાત અને પિત્તને શાંત કરે છે.

શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ વ્રત રાખે છે. આ વ્રતમાં લોકો સફેદ મીઠાનું સેવન નથી કરતા અથવા સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરે છે. સોમવારે વ્રત કરનાર લોકો મોટાભાગના લોકો ફલાહાર કરે છે અને દૂધ પીવે છે. આ દિવસે લોકો મીઠા વગરની ચીજવસ્તુઓ ખાય છે. આખરે આ વ્રતમાં કેમ મીઠુ નથી ખાવામાં આવતું.

સફેદ મીઠુ (નમક) આર્ટિફિશિયલ અને કેમિકલ બેસ્ડ મીઠુ હોય છે, અને તેને શુદ્ધ નથી માનવામાં આવતું. આજ કારણ છે કે શ્રાવમ સોમવારના વ્રતમાં લોકો સફેદ મીઠુ નથી કાતા. અને તેની જગ્યા પર સીંધાલૂણ મીઠુ અથવા રોક સોલ્ટ ઉપયોગ કરે છે. કેમ કે સિંધાલૂણ મીઠુ સપેદ મીઠાની તુલનામાં વધારે શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે.

સ્વાસ્થ્યવર્ધક હોય છે સિંધાલૂણ મીઠુ

એનબીટી સમાચાર અનુસાર, આયુર્વેદમાં સિંધાલૂણ મીઠાને સ્વાસ્થ્ય વર્ધક બતાવવામાં આવ્યું છે, કેમ કે, કફ, વાત અને પિત્તને શાંત કરે છે. બહુ ઓછા લોકોને જાણકારી હશે કે, આ મીઠામાં શરીરમાં જરૂરી તત્વ જેમ કે, લોહા, કેલ્શિયમ, પોટેશિયમ અને જિંક હોય છે. સિંધાલૂણમાં કોઈ પ્રકારની અશુદ્ધી કે રસાયણ નથી હોતા. જો તમે રોજ સિંધાલૂમ મીઠુ ખાઓ તો તમારો રક્ત સંચાર સારો રહે છે. તે તમારા શરીર માટે ટોક્સિન (હાનિકારક તત્વો)ને બહાર નીકાળી દે છે.

વ્રતના દિવસે મીઠુ ન ખાવાના કારણ એ પણ છે કે, તમારે હળવું બોજન કરવાનું હોય છે. જેથી મીઠુ ન ખાવાથી શરીરમાં હળવાશનો અહેસાસ થાય છે. જ્યારે સીંધાલૂણમાં રહેલા કૂલિંગ પ્રોપર્ટિજ વ્રત અને ઉપવાસ દરમિયાન બનવાવાળા ખોરાક માટે સારૂ માનવામાં આવે છે. તેમાં વ્રત દરમિયાન શરીરને જે પોષક તત્વ જોઈએ તે મળી જાય છે.

સિંધાલૂણ મીઠુ કરે છે ઔષધીનું કામ

સિંધાલૂમ મીઠુ જોવામાં આછા ગુલાબી રંગનું હોય છે, જેને લોકો વ્રતમાં વિશેષ રીતે ખાય છે. આને શુદ્ધ મીઠુ માનવામાં આવે છે. તેને પહાડી અને લાહોરી મીઠુ પણ કહેવામાં આવે છે. સિંધાલૂણ મીઠુ ખાવાથી કેટલાક પાયદા પણ છે. સૌથી મોટી વાત એ છે કે, આયુર્વેદ પમ તેને સ્વાસ્થ્ય વર્ધક માને છે. તેનો પહેલો લાભ છે કે, સિંધાલૂણ મીઠુ ખાવાની ઈચ્છાને નિયંત્રણમાં રાખે છે, જેના કારણે તમારૂ વજન નથી વધતુ. સિંધાલૂમ મીઠુ ખાવાથી શરીરમાં ચરબી દૂર થાય છે. સિંધાલૂણ મીઠામાં લીંબુનો રસ મિલાવી પીવાથી ઉલ્ટીમાં આરામ મળે છે. રોજ સિંધાલૂણ મીઠુ ખાવાથી રક્ત સંચાર સારો રહે છે. સિંધાલૂણ મીઠુ ખરાબ પાચનના ઉપચાર તરીકે ખાવામાં આવે છે.
First published:

Tags: Salt