Home /News /dharm-bhakti /Explainer: જૈન મુનિ બનવા માટે આટલી અઘરી તપસ્યામાંથી પસાર થવું પડે છે, સામાન્ય લોકોનું તો જઈને હ્દય બેસી જાય

Explainer: જૈન મુનિ બનવા માટે આટલી અઘરી તપસ્યામાંથી પસાર થવું પડે છે, સામાન્ય લોકોનું તો જઈને હ્દય બેસી જાય

jain muni

જૈન મુનિ એક કેશલોંચ બાદ લગભગ 2 મહિના અને તેનાથી વધારે 4 મહિનામાં બીજી વાર કેશલોંચ કરે છે. આ તેમની તપસ્યાનો મુખ્ય ભાગ છે. જૈન મુનિ શરીરની સુંદરતાને નષ્ટ કરીને અહિંસા ધર્મનું પાલન કરવા માટે કેશલોંચ કરે છે.

  જૈન સમુદાયમાં મુનિ બનવાની દીક્ષા ખૂબ જ અઘરી હોય છે. કોઈ પણ સમુદાયના વ્યક્તિને મુનિ બનતા પહેલા અને બાદમાં જીવનને ખૂબ જ કઠોરતા સાથે વિતાવાનું હોય છે. જ્યાં કડકડતી ઠંડીમાં સામાન્ય વ્યક્તિ ગરમ કપડા, મોજા અને ચપ્પલ પહેરી રાખે છે, તો વળી જૈન મુનિ કપડા પહેર્યા વિના જ આરામથી રહેતા હોય છે. તે ભીષણ ગરમી અને કડક઼ડતી ઠંડીમાં પણ ઉઘાડા પગે રહેતા હોય છે. એટલું જ નહીં, તેઓ હંમેશા જમીન પર જ સુવે છે. સામાન્ય લોકો વાળ નાના કરવા માટે જ્યાં કાતરનો ઉપયોગ કરે છે, તો તેનાથી વિપરીત જૈન મુનિ દર બે ચાર મહિને પોતાના વાળને હાથથી ઉખાડે છે. તેમાં ઘણી વાર લોહી પણ નીકળી જાય છે. તો આવો જાણીએ જૈન મુનિ પોતાના શરીર સાથે આટલી કડકાઈ શા માટે રાખે છે, જેને જોઈને સામાન્ય લોકોને હ્દય બેસી જાય.

  આ પણ વાંચો: સાઉથની આ ફેમસ એક્ટ્રેસને હિન્દુ મંદિરમાં પ્રવેશતા અટકાવાઇ, લગાવ્યા ધાર્મિક ભેદભાવના આરોપ

  એક વાર વિચારીને જુઓ કે, પોતાના હાથથી માથા અને મૂંછના વાળ ઉખાડી શકો છો. તેમાં આપને અસહ્ય પીડામાંથી પસાર થવું પડશે. જૈન મુનિ ખુદ પોતાના હાથથી મૂંછના વાળ ઉખાડે છે.આ દરમિયાન તેમના ચહેરા પર પીડાનો જરાં પણ ભાવ નથી આવતો. જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર બે ધારાઓ હોય છે. તેમાં શ્વેતાંબર જૈન સફેદ વસ્ત્ર પહેરીને રહે છે. તો વળી દિગંબર જૈન વસ્ત્રો વિના જીવન ગુજારે છે. દિગંબર જૈન મુનિ ખૂબ જ અઘરુ જીવન જીવતા હોય છે. હાથથી વાળ ઉખાડવા તેમના જીવનનો એક ભાગ છે. તેના દ્વારા જૈન મુનિ બતાવે છે કે, તેમનો ધર્મ સહન કરવાનો ધર્મ છે. તેને કેશલોંચ કહેવાય છે.

  જૈન મુનિ શા માટે કરે છે કેશલોંચ?


  જૈન મુનિ એક કેશલોંચ બાદ લગભગ 2 મહિના અને તેનાથી વધારે 4 મહિનામાં બીજી વાર કેશલોંચ કરે છે. આ તેમની તપસ્યાનો મુખ્ય ભાગ છે. જૈન મુનિ શરીરની સુંદરતાને નષ્ટ કરીને અહિંસા ધર્મનું પાલન કરવા માટે કેશલોંચ કરે છે. તેઓ વાળને ઉખાડતી વખતે એવી ભાવના રાખે છે કે, આ કષ્ટની સાથે તેમના પાપ કર્મ પણ નીકળી રહ્યા છે. તેનાથી સંયમની પરીક્ષા અને પાલન પણ થાય છે. જૈન મુનિ કેશલોંચવાળા દિવસે ઉપવાસ રાખે છે. તેમનું માનવુ છે કે, વાળને ખેંચવા દરમિયાન વાળમાં થનારા જીવોને નુકસાન અને તેના કષ્ટનું પ્રાયશ્ચિત થઈ શકે.

  જૈન મુનિ શા માટે નથી પહેરતા વસ્ત્ર


  દિગંબર જૈન મુનિ વસ્ત્ર ધારણ કર્યા વિના રહે છે. જૈન મુનિઓનું માનવું છે કે, જ્યારે આપણે કપડા વિના જન્મ્યા છીએ, તો બાકીના જીવનમાં વસ્ત્રોની શુ જરુર છે? વસ્ત્ર લોકોને વિકારોથી ઢાંકવા માટે પહેરાય છે. જૈન મુનિ વિકારોથી ઉપર માનવામાં આવે છે. એટલા માટે માનવામાં આવે છે કે, તેમને વસ્ત્ર ધારણ કરવાની જરુર નથી. નવજાત શિશુની માફક જૈન મુનિ પણ વિકારોથી ઉપર છે. એટલા માટે તેમને વસ્ત્ર પહેરવાની જરુર નથી.

  આ પણ વાંચો: SURYA PUJA: સૂર્યદેવની પુજાનું હિન્દુ ધર્મમાં અનોખુ મહત્વ, બજરંગબલી હનુમાનજીને પણ મળ્યું જ્ઞાન

  બીજૂ સૌથી મોટુ કારણ એ છે કે, વસ્ત્ર પહેરવાથી જૈન મુનિઓની સાધનામાં અડચણો આવે છે. હકીકતમાં વસ્ત્ર પહેરવા માટે તેમને કોઈને પાસે માગવા પડે છે. બાદમાં તેને સાફ કરવા પડે છે. સાફ કરવાથી જીવ હિંસા થઈ શકે છે. તેનાથી અહિંસાનું પાલન કરવાની તેમની તપસ્યા ભંગ થશે. એટલુ જ નહીં વસ્ત્રો પ્રત્યે તેમનો મોહ વધશે અને તેમના પરિગ્રહ ત્યાગમાં અડચણ આવશે. સુક્ષ્મ જીવોની હિંસાથી બચવા માટે જૈન મુનિ સ્નાન પણ નથી કરતા.

  શા માટે નથી પહેરતા બૂટ ચપ્પલ


  જૈન મુનિ ભીષણ ગરમી હોય કે, ઠંડી, કપડા ઉપરાંત બૂટ ચપ્પલ પણ પહેરતા નથી. જૈન મુનિઓનું માનવું છે કે, પહેલા તો બૂટ ચપ્પલ બનાવવા માટે જીવ હિંસા થશે. બાદમાં તેને પહેરીને ચાલવાથી જીવ હિંસા થશે. તેનાથી તેમના અહિંસા વ્રતના કઠોર પાલનમાં અડચણ આવે છે. સાથે બૂટ ચપ્પલ પહેર્યા બાદ તેનો ત્યાગ કરવામાં પણ ભારે કષ્ટ થશે. તેનાથી તેમના પરિગ્રહ ત્યાગમાં અડચણ આવે છે. એટલા માટે જ મે જૂનની ગરમીમાં પણ જૈન મુનિઓ ઉઘાડા પગે રસ્તા પર નીકળતા હોય છે.

  જમીન પર શા માટે સુવે છે જૈન મુનિ


  જૈન મુનિ હવામાનની પરવાહ કર્યા વિના જમીન પર જ સુઈ જાય છે. અથવા તો તેઓ ડાયરેક્ટ જમીન પર જ સુઈ જાય છે. તેમના લાકડાની જમીન પર પણ સુવાની પરવાનગી નથી. કેટલાય જૈન મુનિ સુવા માટે જમીન પર સુકા ઘાસનો ઉપયોગ કરે છે. દિગંબર જૈન મુનિ પડખા બદલીને ખૂબ ઓછુ સુવે છે. કારણ કે, જમીન પર સુવાની તેમની તપસ્યામાં અડચણો આવે છે. કારણ કે, બેડ પર સુવાથી તે મેલા થાય છે અને જો તે ઘોવામાં આવે તો, સુક્ષ્મ જીવની હિંસા થાય છે.

  મોં-નાક કેમ ઢાંકી રાખે છે મુનિ


  કેટલાય જૈન મુનિ પોતાના મો અને નાક હંમેશા કપડાથી ઢાંકી રાખે છે. તેનું કારણ એવું છે કે, ખુલા મો અને નાકથી ઘણી વાર કેટલાય સુક્ષ્મ કીટાણુ શરીરમાં પ્રવેશી જાય છે. કપડુ બાંધીને રાખવાથી આ કીટાણુ શરીરમાં પ્રવેશી શકતા નથી. તેનાથી તેઓ કેટલાય શારીરિક રોગથી પણ બચી જાય છે. તો વળી સાંજ થતાં પહેલા ભોજન કરવાના નિયમનું પણ કડકાઈથી પાલન કરે છે. જૈન મુનિઓનું માનવું છે કે, સૂર્યાસ્ત બાદ ભોજન કરવાથી શરીરમાં કેટલાય પ્રકારના વિકાર ઊભા થાય છે. એટલા માટે સાંજ થતાં પહેલાજ ભોજન લેવું સૌથી ઉત્તમ માનવામા આવે છે. મોટા ભાગના જૈન મુનિ દિવસમાં એક જ વાર ભોજન ગ્રહણ કરે છે. તેમાં પણ તેમને ઊભા રહીને ભોજન કરવાનું હોય છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: જૈન, જૈન મુની, જૈન સમાજ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन