Home /News /dharm-bhakti /

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર થયો હતો ભગવાન વિષ્ણુનો આ અવતાર, પરશુથી બની ઓળખ

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર થયો હતો ભગવાન વિષ્ણુનો આ અવતાર, પરશુથી બની ઓળખ

આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે, મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

અક્ષય તૃતીયા (Akshaya Tritiya) એટલે કે અખાત્રીજે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)એ છઠ્ઠો અવતાર ધારણ કર્યો હતો. તેને ભગવાન પરશુરામના નામે ઓળખવામાં આવે છે. પુરીના જયોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ ભગવાન પરશુરામ વિશે મહત્વની બાબતો.

    Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા (Akshaya Tritiya) એટલે કે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના ભગવાન વિષ્ણુ (Lord Vishnu)એ પોતાનો છઠ્ઠો અવતાર ધારણ કર્યો હતો. આ અવતાર ભગવાન પરશુરામનો હતો. આ કારણોસર અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ (Parshuram Jayanti) ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. પુરીના જયોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ ભગવાન પરશુરામ વિશે મહત્વની બાબતો.

    ભગવાન પરશુરામ સાથે જોડાયેલી મહત્વની વાતો

    1. ભગવાન વિષ્ણુએ વૈશાખ શુક્લ તૃતીયા તિથિએ પ્રદોષ કાળમાં ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે ચોથા સંતાન તરીકે જન્મ લીધો હતો.

    2. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન ભોલેનાથને કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા, ત્યારે શિવજીએ તેમને વરદાન સ્વરૂપે પોતાનું એક અસ્ત્ર પરશુ એટલે કે ફરસા આપ્યું હતું.

    આ પણ વાંચો: અખાત્રીજ પર 50 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ, બની રહ્યા છે ત્રણ રાજયોગ

    3. વિષ્ણુ પુરાણ અનુસાર પરશુરામનું મૂળ નામ રામ રાખવામાં આવ્યું હતું. પરશુ ધારણ કરવાને કારણે તેઓ પરશુરામ કહેવાયા.

    4. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ પરશુરામજીને વરદાન આપ્યું હતું કે જ્યારે તેઓ ત્રેતાયુગમાં રામાવતાર લેશે ત્યારે તેઓ પૃથ્વી પર નિવાસ કરશે અને તપસ્યામાં લીન રહેશે. તેના આધારે કહેવાય છે કે પરશુરામજી આજે પણ જીવિત છે.

    5. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે તેમને ત્રેતાયુગમાં સુદર્શન ચક્ર આપ્યું હતું જેથી તેઓ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણને આપી શકે. પછી દ્વાપર યુગમાં પરશુરામજીએ શ્રી કૃષ્ણને તેમના ગુરુકુળમાં ચક્ર સોંપ્યું.

    આ પણ વાંચો: અખાત્રીજે શા માટે ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? અહીં જાણો ખરીદીનું શુભ મુહૂર્ત

    6. ભગવાન પરશુરામ શસ્ત્ર વિદ્યામાં ખૂબ જ નિપુણ હતા. તેમણે ભીષ્મ, દ્રોણ અને કર્ણને શસ્ત્ર વિદ્યા આપી હતી. કહેવાય છે કે કળિયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર થશે, ત્યારે ભગવાન પરશુરામ તેમને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપશે.

    7. પૌરાણિક કથાઓ અનુસાર ક્ષત્રિયોના દંભને તોડવા માટે ભગવાન પરશુરામે 21 વાર તેમનો સંહાર કર્યો.

    8. એકવાર પરશુરામજી ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત પર પહોંચ્યા ત્યારે ગણેશજીએ તેમને રોક્યા. તેઓ તેમને મળવા આપતા ન હતા. ત્યારબાદ તેમણે ગુસ્સામાં આવીને પરશુથી ગણેશજી પર વાર કર્યો, જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો. આ કારણે ગણેશજીને એકદંત કહેવામાં આવે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Akhatrij, Akshaya tritiya, Dharm Bhakti, Lord Vishnu, ધર્મભક્તિ

    આગામી સમાચાર