ખબર છે દીવો પ્રગટાવતા કયો મંત્ર બોલવો જોઈએ? આ મંત્રથી મળશે સુખ-સમૃદ્ધિ

News18 Gujarati
Updated: March 29, 2019, 3:55 PM IST
ખબર છે દીવો પ્રગટાવતા કયો મંત્ર બોલવો જોઈએ? આ મંત્રથી મળશે સુખ-સમૃદ્ધિ
પ્રતિકાત્મક તસવીર

શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે, આપણા પૂર્વજો વર્ષોથી ઘરમાં દીવો પ્રગટાવવાનું કેમ કહ્યું છે

  • Share this:
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા દીપક પ્રગટાવવામાં આવે છે. સવારે સાંજે થતી પૂજામાં પણ દીપક પ્રગટાવવાની પરંપરા છે. પરંતુ શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે, આપણા પૂર્વજો વર્ષોથી ઘરમાં દીવો પ્રગટાવવાનું કેમ કહ્યું છે. તો આજે જોઈએ પહેલા દીપક પ્રગટાવવાનું રહસ્ય

કહેવામાં આવે છે કે, અસાધ્ય રોગથી પીડિત વ્યક્તિ પહેરેલા કપડામાંથી કેટલાક દોરા ઘીમાં પલાળી પોતાના ઈષ્ટ દેવને દીવો કરે તો, રોગ દૂર થઈ જાય છે.
કેળાના છોડમાં ગુરૂવારેના દિવસે ઘીનો દીવો કરવાથી અવિવાહીત કન્યાનો વિવાહ ઝડપી થઈ જાય છે એવી પણ માન્યતા છે.

પૂર્વ અને પશ્ચિમ મુખી ઘરમાં મુખ્ય દરવાજા પર સાંજના સમયે સરસોના તેલમાં દીપક પ્રગટાવવાથી કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ નથી કરી શકતી.

દિપક પ્રગટાવતા બોલવો જોઈએ આ મંત્ર, રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

આ મંત્ર બોલવાના ત્રણ ફાયદા
ધર્મ ગ્રંથો અનુસાર, દીપક પ્રગટાવતા સમયે આ મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે
આ મંત્ર બોલવાથી આરોગ્ય એટલે કે, સારૂ સ્વાસ્થ્ય તો મળે છે સાથે ધન-સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે
આ મંત્રને બોલવાથી પાપોનો નાશ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તી પણ થાય છે
First published: March 29, 2019
વધુ વાંચો
अगली ख़बर