Home /News /dharm-bhakti /

આ દિવસે વાવો તુલસીનો છોડ, તુલસી પૂજામાં ન કરો આ ભૂલ

આ દિવસે વાવો તુલસીનો છોડ, તુલસી પૂજામાં ન કરો આ ભૂલ

તુલસીનો છોડ

તુલસી પૂજામાં સાત વાર તુલસીના છોડની પરિક્રમા કરો.

  હિંદુ માન્યતા મુજબ ઘરના આંગણે તુલસીનો છોડ વાવવો શુભ મનાય છે. તેના વૈજ્ઞાનિક ફાયદા પણ અનેક છે. માટે જ અનેક લોકો પોતાના ઘરે તુલસીનો છોડ વાવે છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં તુલસીનું આગવું મહત્વ છે. તેની પૂજા વિધિમાં પણ લેવામાં આવે છે. સાથે તુલસી આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. મનાય છે કે તુલસીમાં ભગવાનનો વાસ હોય છે. અને તે ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. ત્યારે જો તમે પણ ઘરે તુલસીનો છોડ વાવવાનું કે લાવવાનું વિચારી રહ્યા હોવ તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે ગુરુવારે આ કામ કરો. વધુમાં કારતક મહિનામાં ઘરે તુલસી લાવવી અને ગુરુવારે તેની વાવણી કરવી શુભ મનાય છે. કારતક મહિનામાં જ તુલસી વિવાહ થાય છે ત્યારે આ સમયે તુલસીનો છોડ ઘરે લાવવો શુભ મનાય છે.

  સાથે જ જો તમે તુલસીની પૂજા રોજ કરવા ઇચ્છતા હોવ તો ધ્યાન રાખો કે તુલસીના પાન હંમેશા સવારે જ તોડવા જોઇએ. સાથે જ રવિવારે તુલસીના ક્યારે દિવો કરવાનું ટાળો. સાથે જ તુલસી પુજા વખતે તે વાતની ધ્યાન રાખો કે તેની આસપાસ ગંદકી ના થાય. સામાન્ય રીતે લોકો તુલસીને સવારે પૂજા પછી પાણી ચડાવતા હોય છે અને સાત વાર તુલસીના છોડની પરિક્રમા કરતા હોય છે. તુલસીના છોડની નીચે ઘીનો દિવો કરવો શુભ મનાય છે. વળી કારતક મહિનામાં તમે તમારે ત્યાં તુલસી વિવાહનું પણ યથા શક્તિ આયોજન કરી શકો છો. તેને પણ શુભ માનવામાં આવે છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Lifestyle, Tulsi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन