Home /News /dharm-bhakti /

ઘરમાં લગાવો છો વિન્ડ ચાઇમ તો તેની નીચે ન બેસો, જાણો શા માટે

ઘરમાં લગાવો છો વિન્ડ ચાઇમ તો તેની નીચે ન બેસો, જાણો શા માટે

    ફેંગશુઇ અનુસાર કેટલાક નિયમોને અનુસરવાથી તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. ફેંગશુઇ મુજબ ઘરમાં વિન્ડો ચાઇમ લાગાવવુ ખૂબ સારુ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે ઘરમાં યોગ્ય સ્થાને લગાવવાથી ઘરમાં સૌભાગ્યમાં વધારો થાય છે. આજે આપણે વિન્ડ ચાઇમ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે જાણીએ.

    1. જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્ટોરરુમ, ટોયલેટ અને કિચન છે તો અહીં ફેંગશુઇ મુજબ મેટલની વિન્ડ ચાઈમ લગાવી શકાય છે.

    2. ફેંગશૂઇ મુજબ ઘરમાં જો વિન્ડ ચાઇમ લગાવો છો તો આ બાબત પર ધ્યાન રાખો કે કોઈ પણ તેની નીચેથી પસાર ન થાય.



    3. ફેંગશૂઇનું માનીએ તો ઘરમાં વિન્ડ ચાઈમ એટલે લગાવવામાં આવે કે તેની નીચે કોઈ બેસી ન શકે.

    4. ફેંગશૂઇ એક્સ્પર્ટ્સ મુજબ 6,7,8 અથવા 9 રોડ વાળી ચાઈમ ઘરમાં લગાવવી સારું માનવામાં આવે છે.

    5. 7 અને 8, રોડ, વિન્ડ ચાઇમ, ઘરમાં લગાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.



    બજારમાં અનેક પ્રકારની ઘંટડીઓ ઉપલબ્ધ છે. જેમને અલગ અલગ પ્રકારના ઉદ્દેશ્યથી લગાવવામાં આવે છે. લાકડી, ધાતુ, માટી અને કાચની ઘંટડીઓને ઘરની દિશા અનુસાર લગાવીને ઉત્તમ લાભ મેળવી શકાય છે. ઘર-પરિવારમાં સંબંધમાં મીઠાશ લાવવા માટે માટીની ઘંટડીઓ લગાવવામાં આવે છે. આ ઘંટડીઓ પ્રેમ પ્રસંગને પ્રભાવિત કરીને દાંપત્યજીવનમાં ખુશીઓ લાવે છે. આ ઘંટડીઓને દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવીને ઉત્તમ ફળ મેળવી શકાય છે. ધ્યાન રાખવું જોઇએ કે આ ઘંટડીઓને ખુલ્લા સ્થાનમાં લગાવવી જોઇએ. બાથરૂમ અથવા સ્ટોરમાં આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

    (આ લેખમાં આપવામાં આવેલી માહિતીને અપનાવ્યા પહેલા સંબંધિત વિસ્તારના વિશેષજ્ઞની સલાહ જરૂર લેશો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Dharam bhakti

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन