Home /News /dharm-bhakti /Pitru Paksha 2022: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? પિતૃ કાર્ય માટે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

Pitru Paksha 2022: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? પિતૃ કાર્ય માટે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? પિતૃ કાર્ય માટે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

Pitru paksh 2022: હિન્દુ ધર્મગ્રંથો અનુસાર પિતૃપક્ષ પૂર્વજોને પિંડ દાન કરવા માટે સમર્પિત હોય છે. આ સમય દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને ઘર માટે નવી વસ્તુઓની ખરીદી વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. જેથી નવી સામગ્રી ખરીદવાનું ટાળવું જરૂરી છે. તો ચાલો જાણીએ ક્યારે પિતૃ પક્ષની શરૂઆત થાય છે

વધુ જુઓ ...
    Pitru Paksha 2022: ભાદરવી પૂનમ (Bhadarvi poonam) અને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પિતૃ પક્ષ (Pitru paksh) કહેવામાં આવે છે. વર્ષ 2022માં પિતૃ પક્ષ આગામી 10 સપ્ટેમ્બરને શનિવારથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર 2022ના રવિવાર સુધી ચાલશે. પિતૃ પક્ષમાં લોકો પોતાના પિતૃઓને તર્પણ (Pitru tarpan) કરીને પૂર્વજોનું સ્મરણ કરે છે.

    નવી સામગ્રી ખરીદવાનું ટાળો


    હિન્દુ ધર્મગ્રંથો અનુસાર પિતૃપક્ષ પૂર્વજોને પિંડ દાન કરવા માટે સમર્પિત હોય છે. આ સમય દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને ઘર માટે નવી વસ્તુઓની ખરીદી વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. જેથી નવી સામગ્રી ખરીદવાનું ટાળવું જરૂરી છે.

    આ પણ વાંચો: 300 વર્ષ પછી ગણેશ ચતુર્થીના દિવસે અતિશય દુર્લભ સંયોગ, એક સાથે 5 રાજયોગનું નિર્માણ થયું

    કુંડળીમાં પિતૃદોષ હોય તો કરો આ મહાઉપાય


    કુંડળીમાં પિતૃદોષ હોય તો તેના નિવારણ માટે લેવામાં આવેલા આ મહાઉપાય પિતૃ પક્ષમાં ખૂબ કારગર છે. પિતૃપક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પિતૃ દોષથી પીડાતા લોકો માટે આ ખૂબ જ સારી તક છે. પિતૃ દોષના નિવારણ માટે લોકોએ આ પગલાં લેવા જ જોઇએ.

    સર્વ પિતૃ અમાસના દિવસે પાણીમાં કાળા તલ, સફેદ ચંદન, સફેદ ફૂલ નાખી પીપળાના મૂળમાં ચઢાવો. આ પછી પીપળા પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને 'ઓમ સર્વ પિતૃ દેવાય નમ:' મંત્રનો જાપ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

    પિતૃના ફોટા મુકો


    પિતૃદોષથી પીડિત વ્યક્તિએ ઘરની દક્ષિણ દિશાની દિવાલમાં પૂર્વજોનો ફોટો લગાવવો જોઈએ અને તેમના પર ફૂલોની માળા ચઢાવવી જોઈએમ તેમની પૂજા પણ કરવી જોઈએ. તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. પૂર્વજોની મૃત્યુ તિથિએ જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ.

    આ પણ વાંચો: Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવમાં સફળતા માટે રાશિ મુજબ કરો આ મંત્રના જાપ, ગજાનનની થશે અસિમ કૃપા

    કયા દિવસે છે કયું શ્રાદ્ધ?


    પૂનમ શ્રાદ્ધ: 10 સપ્ટેમ્બર

    પ્રતિપદા શ્રદ્ધા: 11 સપ્ટેમ્બર

    દ્વિતીય શ્રદ્ધા: 12 સપ્ટેમ્બર

    તૃતીયા શ્રદ્ધા: 13 સપ્ટેમ્બર

    ચતુર્થી શ્રાદ્ધ: 14 સપ્ટેમ્બર

    પંચમી શ્રાદ્ધ: 15 સપ્ટેમ્બર

    ષષ્ઠી શ્રદ્ધા: 16 સપ્ટેમ્બર

    સપ્તમી શ્રદ્ધા: 18 સપ્ટેમ્બર

    અષ્ટમી શ્રદ્ધા: 19 સપ્ટેમ્બર

    નવમી શ્રદ્ધા: 20 સપ્ટેમ્બર

    દશમી શ્રદ્ધા: 21 સપ્ટેમ્બર

    એકાદશી શ્રાદ્ધ: 22 સપ્ટેમ્બર

    દ્વાદશી/સંન્યાસી શ્રાદ્ધ: 23 સપ્ટેમ્બર

    ત્રયોદશી શ્રાદ્ધ: 24 સપ્ટેમ્બર

    ચતુર્દશી શ્રદ્ધા: 25 સપ્ટેમ્બર

    અમાસ શ્રાદ્ધ, સર્વપિત્ર મોક્ષ અમાસ: 26 સપ્ટેમ્બર
    First published:

    Tags: Bhakti, Dharma bhakti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन