Home /News /dharm-bhakti /Tulsi Vivah 2022: શું તમારા વિવાહમાં આવે છે અડચણ? તુલસી વિવાહ પર કરો આ અચૂક પ્રયોગ, મંગળ કાર્યના ખૂલી જશે દ્વાર

Tulsi Vivah 2022: શું તમારા વિવાહમાં આવે છે અડચણ? તુલસી વિવાહ પર કરો આ અચૂક પ્રયોગ, મંગળ કાર્યના ખૂલી જશે દ્વાર

Tulsi vivah 2022

Tulsi vivah 2022 Date: શાસ્ત્રો મુજબ વર્ષમાં એક વાર માંગલિક કાર્ય થવું જ જોઈએ અને એ રીતે અન્ય કોઈ માંગલિક કાર્ય આવે કે ના આવે ઘરે જો દેવઉઠી એકાદશી વખતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે તો ઘરમાં પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે. જે લોકોના વિવાહ સંપન્ન થવામાં કોઈ રીતે બધા આવતી હોય તો અહી આપેલા જ્યોતિષી ઉપાય અપનાવથી મંગળ કાર્યના દરવાજા આપોઆપ ખુલી જશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Tulsi Vivah Jyotishi upay:  જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા, કહેવાય છે કે, 'તુલસીજી વિના આપણું આંગણ, આપણું ઘર અધૂરું છે' આગામી 5 નવેમ્બરને શનિવારે તુલસી વિવાહ (Tulsi Vivah Date 2022) નો પવિત્ર અવસર આવી રહ્યો છે. દેવઉઠી એકાદશી સાથે જ ભગવાન જાગે છે અને પ્રબોધિની એકાદશી સાથે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે અને પરમાત્મા સ્વરૂપ શાલિગ્રામજી સાથે તુલસીજીના વિવાહ થાય છે. આ પરંપરા આપણે ત્યાં ઋષિકાળથી ચાલી આવે છે. શાસ્ત્રો મુજબ વર્ષમાં એક વાર માંગલિક કાર્ય થવું જ જોઈએ અને એ રીતે અન્ય કોઈ માંગલિક કાર્ય આવે કે ના આવે ઘરે જો દેવઉઠી એકાદશી વખતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે તો ઘરમાં પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે.

    તુલસીનું વિવિધ રીતે મહત્વ


    આયુર્વેદ,જ્યોતિષ અને આપણા શાસ્ત્રોમાં તુલસીજીના ગુણધર્મ અપાર છે તેમ વર્ણવેલું છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) મુજબ પણ ઘરના ઈશાન કોણમાં તુલસીજી રાખવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે તો તુલસીના આયુર્વેદિક ઉપાયો આપણે સૌ જાણીએ જ છીએ. કેટલાક મંત્રોની માળા પણ તુલસી માળાથી કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે.

    આ પણ વાંચો:  Vivah Muhurat 2022: નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટે આ તારીખો છે ખુબ જ શુભ, જાણો મુહૂર્ત

    વળી દરરોજ સવારે નિયમિત રીતે તુલસી પત્રનું સેવન કરવાથી રોગ દૂર રહે છે અને એટલે જ પ્રસાદમાં તુલસીદળ મુકવાનો રિવાજ છે. દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનું વિધાન એટલે જ છે કે આપણે વધુ ને વધુ તુલસીજીના ગુણધર્મ જાણીએ અને સમજીએ અને તેમને આપણે ઘરમાં સ્થાન આપીએ. યાદ રહે તુલસીજી વિના આપણું આંગણ આપણું ઘર અધૂરું છે.

    આ દેવઉઠી એકાદશી પર આપણે સુંદર રીતે ઘરમાં તુલસી વિવાહનું આયોજન કરી ત્યારબાદ નિત્ય પ્રાતઃકાલ વહેલા ઉઠી તુલસીજીને દીવો કરી તેની પ્રદક્ષિણા કરવાનો નિયમ બનાવી શકીએ વળી તુલસીદલ યુક્ત જળનો છંટકાવ ઘરના બધા રૂમ તથા વ્યવસાયના સ્થળ પર કરવાથી હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

    વિવાહમાં બાધ આવતા લોકો માટે જ્યોતિષી પ્રયોગ


    જે મિત્રોને કોઈને કોઈ રીતે વિવાહ માં બાધા આવતી હોય તેઓ ભાવપૂર્વક તુલસી વિવાહનું આયોજન કરે તો વિવાહને લગતા પ્રશ્નોનો ઉકેલ મળતો જોવા મળે છે. આ આયોજન મોટા પાયે કરવાની જરૂર નથી માત્ર થોડી સામગ્રીથી ઘરમેળે આ રીતે વિવાહ યોજી શકાય જેમાં શેરડીના સાંઠા, તુલસીજી,શાલિગ્રામજી, ચૂંદડી, ફળ, ફૂલ અને હળદર અને થોડી પૂજા સામગ્રીની જ જરૂર પડે છે.

    આ પણ વાંચો:  Lucky Birds : આ છે પાંચ પક્ષી, જેમનું ઘરમાં આવવું માનવામાં આવે છે શુભ

    બહુ ઓછા ખર્ચે આપણે ભાવપૂર્વક તુલસી વિવાહ સંપન્ન કરી શકીએ અને ઘરે મંગળ કાર્ય થવાથી અન્ય મંગળ કાર્યના દરવાજા આપોઆપ ખુલી જાય છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જયારે વિવાહ ને લગતી બાધાઓ હોય ત્યારે દેવઉઠી એકાદશી પર જો શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહ સંપન્ન કરવામાં આવે તો ત્યાં લક્ષ્મીનારાયણની કૃપા વર્ષે છે અને વિવાહ આદિ કાર્યથી લઈને તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે.

    લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 7990500282 છે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन
    विज्ञापन