Home /News /dharm-bhakti /

Panchak in August: 12 August થી લાગ્યું 'ચોર પંચક', ભૂલથી પણ ન કરો આ કામ, શાસ્ત્રોમાં છે તેની મનાઈ

Panchak in August: 12 August થી લાગ્યું 'ચોર પંચક', ભૂલથી પણ ન કરો આ કામ, શાસ્ત્રોમાં છે તેની મનાઈ

12 August થી લાગ્યું 'ચોર પંચક'

Panchak in August: કોઈપણ શુભ કાર્ય માટે શુભ સમય હોવો પણ જરૂરી છે જેથી તે કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે અશુભ સમયમાં કરવામાં આવેલું કામ ધારેલું પરિણામ આપતું નથી. આવા અશુભ નક્ષત્રોમાંનું એક છે પંચક. દરેક મહિનામાં પાંચ દિવસ એવા હોય છે જે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ઓગસ્ટમાં પંચક ક્યારે શરૂ થઈ રહ્યા છે અને તેમાં કયા કામો પર પ્રતિબંધ છે.

વધુ જુઓ ...
    Panchak Rules: હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દિવસ, ગ્રહ અને નક્ષત્ર વગેરેની ચાલ જોવામાં આવે છે. કહેવાય છે કે કોઈપણ શુભ કાર્ય માટે શુભ સમય હોવો પણ જરૂરી છે જેથી તે કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે અશુભ સમયમાં કરવામાં આવેલું કામ ધારેલું પરિણામ આપતું નથી. આવા અશુભ નક્ષત્રોમાંનું એક છે પંચક. દરેક મહિનામાં પાંચ દિવસ એવા હોય છે જે અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ઓગસ્ટમાં પંચક ક્યારે શરૂ થઈ રહ્યા છે અને તેમાં કયા કામો પર પ્રતિબંધ છે.

    ઓગસ્ટ 2022માં પંચક ની તારીખો


    ઓગસ્ટ મહિનામાં પંચક 12 ઓગસ્ટના રોજ બપોરે 02:49 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે અને 16 ઓગસ્ટ મંગળવારના રોજ રાત્રે 09:07 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન ઘર પ્રવેશ, મુંડન વગેરે જેવા કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ હોય છે.

    આ પણ વાંચો: Janmashtami 2022: કાન્હાને રીઝવવા તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોના જાપ, જન્માષ્ટમી પર મેળવો ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશિષ

    12 ઓગસ્ટથી લાગશે ચોર પંચક


    હિંદુ કેલેન્ડર મુજબ પંચક 5 દિવસનો હોય છે, જે દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. પંચક કાળમાં મૃત્યુને પણ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવતું નથી. આ સમયે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો પછી ખાસ વિધિ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો તેમ ન કરવામાં આવે તો પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

    પંચકના નામ દિવસ પ્રમાણે છે


    પંચકના નામ હિંદુ કેલેન્ડરમાં દિવસો અનુસાર આપવામાં આવ્યા છે. દિવસ પ્રમાણે પંચકની અસર પણ અલગ-અલગ હોય છે. 12 ઓગસ્ટ 2022, શુક્રવારથી પંચક શરુ થઇ રહયું છે. શુક્રવારથી શરૂ થતા પંચકને ચોર પંચક કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: જો પત્નીની કુંડળીમાં હોય આ ગ્રહો, તો પતિને થશે કે ભારેથી અતિભારે નુકસાન!

    આ કામ કરવાની છે મનાઈ


    પંચક દરમિયાન વ્યક્તિને અનેક પ્રકારના કામ કરવાની મનાઈ હોય છે. આ દિવસોમાં ઘરની છત ન બનાવવી જોઈએ, ઘર માટે ફર્નિચર, પલંગ વગેરે પણ ન ખરીદવું જોઈએ. પંચક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

    પંચકમાં લાકડા ખરીદવા, દક્ષિણ દિશામાં મુસાફરી કરવાની પણ મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે જો આ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના અંતિમ સંસ્કાર સમયે 5 નારિયેળ બાળવામાં આવે છે. આમ કરવાથી પંચક દોષ દૂર થઈ જાય છે અને પરિવાર પર કોઈ મુશ્કેલી નથી આવતી.
    First published:

    Tags: Astrology, DharmaBhakti, Panchang

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन