દેવ દિવાળી પર માત્ર આ 10 કામ કરો, તમામ જન્મોના પાપોમાંથી મળશે મુક્તિ

News18 Gujarati
Updated: November 6, 2019, 11:04 PM IST
દેવ દિવાળી પર માત્ર આ 10 કામ કરો, તમામ જન્મોના પાપોમાંથી મળશે મુક્તિ
પ્રતિકાત્મક તસવીર

કહેવાય છે કે, જ્યા ભોલેનાથની સાથે અન્ય તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

 • Share this:
કારતક માસ અમાસે મનાવાતી મુખ્ય દિવાળીના 15 દિવસ બાદ દેવ દિવાળીનો તહેવાર આવે છે. જે કારતક મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવાળી ખાસ કરીને ગંગા મૈયાની પૂજા માટે કાશી તીર્થસ્થળની સાથે અન્ય ગંગા ઘાટ પર પણ મનાવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે શિવજી ધરતી પર આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય તેમની પૂજા અર્ચના કરીને અન્નદાન કરે છે તેમના પાછલા 7 જન્મોના પાપનો નાશ થાય છે. કહેવાય છે કે, જ્યા ભોલેનાથની સાથે અન્ય તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

દેવ દિવાળીએ શું કરશો?


 • આ દિવસે ગંગાજળથી સ્નાન કર્યા બાદ વિધિ વિધાનથી ગંગાજી અને શિવજીની વિશેષ પૂજા કરો.

 • હજારો લોટના દિવા પ્રગટાવીને વહેતા જળમાં પ્રવાહિત કરો.

 • આ દિવસે જે પણ મનુષ્ય શ્રધ્ધાપૂર્વક માં ગંગાજી અને ભગવાન શિવજીની વિશેષ પૂજા અને અભિષેક કર્યા બાદ અન્નનું દાન કરો અને એ કરતા જ તેમના પાછલા જન્મના થયેલ પાપ કર્મોનો નાશ થશે.

કેમ ઉજવાય છે દેવ દિવાળી?

માન્યતા અનુસાર દેવઉઠી અગિયારસના ચાર મહિના બાદ ભગવાન વિષ્ણુ નિન્દ્રાથી જાગે છે, અને તેનાથી જ પ્રસન્ન થઇને બધા દેવી દેવતાઓ સ્વર્ગથી આવીને શિવજીની પ્રિય નગરી કાશીમાં ગંગા મૈયાના તટ પર દિવો પ્રગટાવીને ઉત્સવ મનાવે છે.

 • દેવ દિવાળીની પૂજા અને કરો આ 10 કામ

 • સવારે જલ્દી ઉઠીને શ્રી ગણેશજીનું ધ્યાન કરતા ગંગાજળથી સ્નાન કરો.

 • સ્નાન બાદ લોટના 5 અથવા 11 દિપકોથી આરતી કર્યા બાદ તે દીપક ગંગાજીને સમર્પિત કરો.

 • હવે કોઇ પાત્રમાં ગંગાજળ લઇને ભગવાન શિવજીને ગંગા-અભિષેક કરી અને ષોડપોચાર વિધિથી પૂજન કરો. આમ કરવાથી મા ગંગા પાછલા 7 જન્મોના પાપ હરી લેશે.

 • ગંગાજી અને શિવજીની શ્રધ્ધા પૂર્વક આરતી કર્યા બાદ ત્યા જ ગંગા ઘાટ પર બેસીને ॐ नमः शिवाय 108 વાર મંત્ર જાપ કરો.

 • 31 વાર મહામૃત્યુજય મંત્રનો જાપ કરો.

 • સુવિધાનુસાર શ્રી રામચરિતમાનસનો પાઠ અથવા શ્રી સુંદર કાંડનો પાઠ કરો.

 • આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુસહસ્ત્રનામાવલીનો પાઠ કરવો જોઇએ.

 • આ દિવસે તમારા ઘરે ગંગા મૈયાના પવિત્ર જળને અવશ્ય લઇને આવો.

 • આ દિવસે અન્નનુ દાન કરવુ ઘણું લાભદાયી છે.

 • દેવદિવાળીના દિવસે પૂજા કરવાથી એક સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જન્મ જન્માંતરના પાપનો નાશ થાય છે.

First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading