ધુળેટી રમતા સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ?

News18 Gujarati
Updated: February 28, 2018, 6:37 PM IST
ધુળેટી રમતા સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ?
ભારત દેશ તહેવારોનો દેશ છે. હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે...

ભારત દેશ તહેવારોનો દેશ છે. હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે...

 • Share this:
ભારત દેશ તહેવારોનો દેશ છે. હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે. હોળીનો તહેવાર દેશના મોટાભાગના રાજ્યમાં ધામધૂમ પૂર્વક અને ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર ખુશી અને રંગોનો તહેવાર છે, પરંતુ હોળીન રમતી વખતે સજાગ રહવુ જરૂરી છે. સજાગ અને નાની નાની વાત ધ્યાને રાખવાથી મોટી હાની થતા બચાય છે, ત્યારે એક નજર કરીએ હોળી રમતી વખતે શુ કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ.

શુ કરવુ જોઈએ ?


 • નુકસાન કારક કેમિકલ્સના રંગોથી આંખોને સલામત રાખવા માટે સનગ્લાસ પહેરવા

 • કોઈ ઈમરજન્સી બને તો 108ને કોલ કરી મેડિકલ,ફાયર અને પોલીસની મદદ લઈ શકાય

 • ચોખુ પાણી અને સારી ગુણવત્તાના કલરનો ઉપયોગ કરવો
 • વડીલોની દેખરેખ નીચે બાળકોએ હોળી રમવી જોઈએ

 • વાહન પર જતી વખતે સજાગ અને સલામત રહેવુ

 • પાણીના ફુગ્ગા અન્ય કોઈ વસ્તુના અચોક્કસ આક્રમણથી ચેતવુ


શુ ના કરવુ જોઈએ ?

 • પાણીના ફુગ્ગાને આંખ, કાન તેમજ ચેહરા પર સીધા ફેકવા નહી

 • બાળકને ઈંડા, કાદવ અને ગટરના દુષિત પાણી સાથે હોળી રમતા અટકાવો

 • ભાંગ કે નશાયુક્ત પીણુ પીધા બાદ ડ્રાઈવિંગ ના કરો

 • ભીની સપાટી પર દોડશો નહી

 • ભીના શરીરે ઈલેક્ટ્રોનિ વસ્તુનો ઉપયોગ કરવો નહી

 • બહારનો અને ખુલો પડેલો ખોરાક ખાવાનુ ટાળો

First published: February 28, 2018, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading