જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેવાં હોય છે જૂલાઇ મહિનામાં જન્મેલા લોકો ?

 • Share this:
  ધર્મ ડેસ્ક: જુલાઇ મહિનો એટલે વરસાદનો મહિનો. પ્રકૃતિનો મહિનો. આ મહિનામાં જન્મેલા લોકો પણ પ્રકૃતિ પ્રેમી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકો અચાનક ખુશ થનારા હોય છે. તો ક્યારેક તેઓ કોઇ દરેક વાતથી અલિપ્ત રહેવાનું પસંદ કરે છે તેઓ પોતાનામાં મસ્ત રહેવા માટે પણ જાણીતા હોય છે.

  જુલાઈમાં જન્મેલા લોકો વિચારોથી કોઇપણ વાતે સ્પષ્ટ હોય છે તેમને જીવનમાં શું કરવું છે.. ક્યાં જવું છે... કેવી રીતનું પ્લાનિંગ કરવાનું છે તેઓ તમામ માટે એક ચોક્કસ સ્પષ્ટતા તેમનાં મનમાં રાખે છે. તેમની આ ગુણવત્તાને કારણે તેમને પરિવારનાં દરેકનો પ્રેમ મળે છે. તેમનું પ્લાનિંગ અને તેમની ક્ષમતા પણ આશ્ચર્યજનક હોય છે.

  જુલાઈ મહિનામાં જન્મેલા લોકો એકદમ આકર્ષક હોય છે. તે સંબંધોને લઈ ખૂબ પ્રમાણિક હોય છે. તેઓ મિત્રતા ખુબજ સારી રીતે નીભાવી જાણે છે. આ લોકોની એક નેગેટિવ પાસુ પણ છે તેઓ પ્રેમમાં પડતા નથી. અને જો પડે તો તેઓ પ્રેમને નીભાવી જાણતા નથી. ક્યારેક તેઓ તેમનાં પ્રેમી પર હાવી થઇ જાય છે તેઓ તેમનાં સંબંધોને લગ્ન સુધી પહોચાડવામાં સક્ષમ નથી થતા. તેમની એક ખાસિયત એ હોય છે કે તે ઝડપથી કોઇપણ વ્યક્તિ પર વિશ્વાસ નથી કરતાં.

  જુલાઈમાં જન્મેલા લોકોની વિચારસરણી પ્રકૃતિ જેવી હોય છે તેઓ દરેક વાતમાં સકારાત્મકતા શોધી લે છે. ભલે તેમના જીવનમાં કંઇક ખરાબ હોય, તો પણ તે તેમાં કંઈક સારું શોધે છે. તેઓ ઘરે અથવા કુટુંબમાં, દરેક જગ્યાએ સમાન વિચાર સાથે કામ કરે છે. આ ગુણવત્તાને કારણે, તેમના જીવનની બધી સમસ્યાઓ હલ થાય છે.
  Published by:Margi Pandya
  First published: