Home /News /dharm-bhakti /

હવન દરમિયાન આપણે શા માટે ‘સ્વાહા’ બોલીએ છીએ? જાણો તેની પાછળની રોચક કથા

હવન દરમિયાન આપણે શા માટે ‘સ્વાહા’ બોલીએ છીએ? જાણો તેની પાછળની રોચક કથા

હવન વિના કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. (Image- shutterstock)

Swaha Meaning: ધાર્મિક માન્યતાઓ મુજબ કોઈપણ યજ્ઞ કે અનુષ્ઠાન હવન વિના પૂર્ણ નથી થતો. ઋગ્વેદ અનુસાર હવનનો સીધો સંબંધ અગ્નિ દેવતા સાથે છે. અગ્નિ દેવ (Agni Dev)ની પત્નીનું નામ સ્વાહા છે.

    Swaha Meaning: હિંદુ ધર્મમાં દરેક શુભ કાર્ય પહેલા પૂજા પાઠ (Puja-Path) અને હવન-અનુષ્ઠાનનો નિયમ છે. એવી માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાનનું સ્મરણ અને વિધિવિધાન પ્રમાણે પૂજા કરવાથી તે કાર્ય સફળ થાય છે. એટલે જ હવન વિના કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. તેમજ હવનમાં આપવામાં આવેલી આહુતિ સ્વાહા વગર પૂર્ણ થતી નથી. હવનની પરંપરા ઘણી જૂની છે. હવનમાં આહુતિ આપવાના ક્રમમાં સ્વાહા બોલવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દરેક આહુતિ પર સ્વાહા શબ્દ શા માટે બોલવામાં આવે છે? તેમજ તે બોલવું શા માટે જરૂરી માનવામાં આવે છે? જો ના, તો આવો જાણીએ તે વિશે..

    ‘સ્વાહા’ કહેવા પાછળની રોચક કથા

    પૌરાણિક કથા અનુસાર સ્વાહા પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. સ્વાહાના લગ્ન અગ્નિ દેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે અગ્નિ દેવ તેમની પત્ની સ્વાહાના માધ્યમથી જ સમાધિ ગ્રહણ કરે છે. આ ઉપરાંત બીજી એક કથા છે કે સ્વાહાને પાવક, પવમાન અને શુચિ નામના 3 પુત્રો થયા. ભગવાન શ્રીકૃષ્ણએ સ્વાહાને વરદાન આપ્યું હતું કે તેના નામથી દેવતાઓ હવિષ્ય (આહુતિ આપવાની વસ્તુ) પ્રાપ્ત કરશે. આ જ કારણ છે કે હવન દરમિયાન સ્વાહા કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: મહા શિવરાત્રિ વિશેષ- મસ્તક પર ચંદ્ર શા માટે ધારણ કરે છે ભગવાન શિવ?

    - ઋગ્વેદ અનુસાર હવનનો સંબંધ અગ્નિ દેવ સાથે છે. અગ્નિદેવની પત્નીનું નામ સ્વાહા છે. સ્વાહાનો અર્થ થાય છે આહુતિનો યોગ્ય રીતે અગ્નિમાં પહોંચવું. હવન દરમિયાન સ્વાહા બોલતી વખતે અગ્નિમાં સમિધા નાખવામાં આવે છે. જેથી તે દેવતાઓ સુધી પહોંચી શકે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઋગ્વેદ કાળમાં દેવતાઓ અને મનુષ્યો વચ્ચે અગ્નિને માધ્યમ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે જે પણ સામગ્રી અગ્નિમાં જાય છે તે પવિત્ર બને છે. શ્રીમદ ભગવદ ગીતા અને શિવ પુરાણમાં આને લગતી ઘણી વાર્તાઓનો ઉલ્લેખ છે.

    આ પણ વાંચો: તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે સુંદરકાંડ, જાણો તેના અવિશ્વસનીય લાભ

    - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ યજ્ઞ ત્યાં સુધી પૂરો નથી થતો જ્યાં સુધી હવનનું ગ્રહણ દેવતા દ્વારા ન કરી લેવામાં આવે. અગ્નિમાં આહુતિ આપતી વખતે સ્વાહા કહેવામાં આવે ત્યારે જ દેવતાઓ હવન સામગ્રીનો સ્વીકાર કરે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharma bhakti, Havan, Religion News, ધર્મભક્તિ

    આગામી સમાચાર