Home /News /dharm-bhakti /

Angarak Yoga: મંગળ-રાહુની યુતિથી આ રાશિમાં બનશે ખતરનાક અંગારક યોગ, જીવન પર પડશે આ વિપરીત પ્રભાવ

Angarak Yoga: મંગળ-રાહુની યુતિથી આ રાશિમાં બનશે ખતરનાક અંગારક યોગ, જીવન પર પડશે આ વિપરીત પ્રભાવ

અંગારક યોગને ખતરનાક માનવામાં આવે છે.

Mangal Gochar 2022: જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં મંગળને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. મંગળ રક્ત, ઊર્જા અને યુદ્ધ વગેરેનો કારક ગ્રહ છે. મંગળ જ્યારે પાપ ગ્રહ સાથે યુતિ કરે છે ત્યારે અંગારક યોગનું નિર્માણ થાય છે. આ યોગને ખતરનાક માનવામાં આવે છે.

વધુ જુઓ ...
    Mangal Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર મંગળનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિવાર 26 ફેબ્રુઆરીએ મંગળનું ગોચર (Mars Transit) થશે. આ દિવસે મંગળ ગ્રહ બપોરે 2.46 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિને મંગળની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. મંગળ જ્યારે શુભ ગ્રહોથી સંયોગ કરે છે ત્યારે શુભ અને લાભકારી યોગ બને છે. તો મંગળ જ્યારે અશુભ કે પાપ ગ્રહ સાથે યુતિ કરે છે ત્યારે ખતરનાક યોગનું નિર્માણ થાય છે અને 26 ફેબ્રુઆરીએ ખતરનાક યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ વિશે.

    આ રાશિમાં બનશે અંગારક યોગ

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મંગળની પાપ ગ્રહ રાહુ અથવા કેતુ સાથે યુતિ થાય છે તો અંગારક યોગ બને છે. આ યોગ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પાપ ગ્રહ રાહુ હાલમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે કેતુ વૃશ્ચિક રાશિમાં ગોચર અવસ્થામાં છે. આ સાથે રાહુની દ્રષ્ટિ મકર રાશિ પર પણ છે અને આ જ રાશિમાં મંગળનું ગોચર થવાનું છે.

    આ પણ વાંચો: મંગળનું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન, આ 5 રાશિના લોકો રહે સાવધ

    અંગારક યોગનો પ્રભાવ

    જ્યોતિષ મુજબ, અંગારક યોગના કારણે વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા આવે છે. સાથે જ ગુસ્સો પણ વધવા લાગે છે. વ્યક્તિ વાત વાત પર ગુસ્સે થઈ જાય છે. આ સિવાય ક્યારેક-ક્યારેક તે હિંસા કરવા પણ આતુર બની જાય છે. મંગળને ક્રૂર ગ્રહની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. એવામાં જ્યારે તેની રાહુ સાથે યુતિ થાય છે ત્યારે વ્યક્તિ ગુસ્સામાં ખોટા નિર્ણય લેવા લાગે છે. અંગારક યોગ દરમિયાન અગ્નિ અને વાહનના ઉપયોગમાં ખૂબ કાળજી લેવી જોઈએ. ઉપરાંત, વાદવિવાદથી દૂર રહેવું જોઈએ. આ સિવાય પરિવારમાં મોટા ભાઈઓને નારાજ ન કરવા જોઈએ.

    અંગારક યોગથી બચવાના ઉપાય

    - વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ.

    - અંગારક યોગ દરમિયાન ખોટી સંગતથી દૂર રહેવું જોઈએ.

    આ પણ વાંચો: મહાશિવરાત્રીએ આ 5 રાશિના લોકો પર ભગવાન ભોળેનાથની થશે વિશેષ કૃપા

    - ભગવાન શિવ અને બજરંગબલીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

    - નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી અંતર રાખવું જોઈએ.

    - પરિવારના સભ્યો સાથે નમ્રતાથી વર્તવું જોઈએ.

    - વ્યક્તિએ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થના સેવનથી દૂર રહેવું જોઈએ.

    - અંગારક યોગ દરમિયાન 'ઓમ અં અંગારકાય નમઃ' આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Horoscope in gujarati, Transit, ધર્મભક્તિ

    આગામી સમાચાર