જાણો, મંગળવારે જન્મેલા લોકોનો કેવો હોય છે સ્વભાવ

News18 Gujarati
Updated: February 24, 2020, 3:43 PM IST
જાણો, મંગળવારે જન્મેલા લોકોનો કેવો હોય છે સ્વભાવ
28થી લઇને 32 વર્ષ તેમના જીવનમાં મહત્વપૂર્ણ હોય છે.

આ દિવસે જન્મનારા વ્યક્તિ સાહસી અને મહત્વકાંક્ષી હોય છે.

  • Share this:
ધર્મભક્તિ : મંગળવારનાં સ્વામી કુમાર કાર્તિકેય છે. આ દિવસનાં દેવતા હનુમાનને માનવામાં આવે છે. જે લોકોનો જન્મ મંગળવારે થાય છે તેઓ નવ નંબરથી પ્રભાવિત થાય છે. આ દિવસે જન્મતા લોકોનો રંગ મોટાભાગે શ્યામ હોય છે. તેમના વાળ વાંકડિયા હોય છે. ડોક લાંબી અને ખભા પહોળા હોય છે.

  • આ દિવસે જન્મનારા વ્યક્તિ સાહસી અને મહત્વકાંક્ષી હોય છે. સેના, પોલીસ,ખેલ તથા અન્ય સાહસિક ક્ષેત્રોમાં આ સફળ રહે છે.


  • લાલ રંગના ગ્રહના વાર મંગળવારે જન્મેલા લોકો સ્વભાવના ઉગ્ર હોય છે. પરંતુ આ લોકો દિલના એકદમ સાફ હોય છે.

  • ક્યારેક તેમને લોહી અને ચામડીને લગતી તકલીફો રહે છે પરંતુ જલદી રાહત પણ મળી જતી હોય છે.

  • શિષ્ટતા અને શિસ્ત માટે તેઓ કોઇ સમજૂતી કદી કરતા નથી. હનુમાનજીને સિંદુર અને આકડાનાં પાંદડાં ચડાવવાથી ફાયદો થઇ શકે.
  • તેમનો સ્વભાવ વિનોદી, રમૂજી તથા સ્મિતને કારણે જીવનની મુશ્કેલીઓને તેઓ દૂર લઈ જઇ શકે છે. તેઓ ઉત્સાહી હોય છે.

  • 28થી લઇને 32 વર્ષ તેમના જીવનમાં મહત્વપૂર્ણ હોય છે. તેમની કુંડળીમાં મંગળની સ્થિતિ સારી હોય તો આ સમયે ઘણી જ સફળતા મળે છે. નહીં તો તેમને વ્યક્તિગત જીવનમાં ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.


આ પણ વાંચો : રવિવારે જન્મેલા લોકો પર હોય છે સૂર્યનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

આ પણ વાંચો : સોમવારે જન્મેલા લોકો પર હોય છે ચંદ્રનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ
First published: February 24, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading