હઝ પર જતા લોકોને મક્કા પહોંચી શું-શું કરવું પડે છે?

News18 Gujarati
Updated: August 23, 2018, 2:31 PM IST
હઝ પર જતા લોકોને મક્કા પહોંચી શું-શું કરવું પડે છે?
આ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓએ યૌનસંબંધ, લડાઈ,-ઝગડા, ઈત્ર, વાળ, નખ કાપવાથી દૂર રહેવાનું હોય છે.

આ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓએ યૌનસંબંધ, લડાઈ,-ઝગડા, ઈત્ર, વાળ, નખ કાપવાથી દૂર રહેવાનું હોય છે.

  • Share this:
ઈસ્લામમાં માનનારા લોકો માટે હઝ પર જવું સૌથી મોટી ખુશીની વાત હોય છે. દરેક મુસલમાન જીવનમાં એક વખત હજ જરૂર જવા ઈચ્છે છે. આ વખતે હઝની શરૂઆત 19 ઓગષ્ટે થઈ હતા, જે આવતીકાલે શુક્રવારે 24 ઓગષ્ટ સુધી ચાલશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, હઝ ગયા બાદ તીર્થયાત્રિઓ(જેમને હાજી અથવા હાઝરીન પણ કહેવાય છે) ત્યાં પહોંચી શું-શું કરવાનું હોય છે? ઈસ્લામી મહિનો ધૂ-અલ-હિઝાહની 8 તારીખથી શરૂ થાય છે. આની તારીખ અંગ્રેજી કેલેન્ડના હિસાબે બદલતી રહે છે. હજ માટે દુનિયાના અલગ-અલગ ખૂણામાંથી લોકો સાઉદી અરબ મક્કા પહોંચે છે. મક્કા જતા લોકો જેદ્દા એરપોર્ટ પર ઉતરે છે. મક્કામાં ઈસ્લામમાં ન માનનારા લોકો માટે પ્રવેશ વર્જિત છે. તેમના પહોંચ્યા બાદ આ પ્રક્રિયા દ્વારા ની હઝ યાત્રા પૂરી કરે છે. આ તમામ પ્રક્રિયા પૈગંબર અબ્રાહમે કરી હતી તે હોય છે.

ઈહરામ
આનો મતલબ થાય છે શ્રદ્ધાળુ ખાસ પ્રકારના કપડા પહેરે છે. પુરૂષ બે ટુકડાનો સિલાઈ વગરનો એક સફેદ ચોગો પહેરે છે. મહિલા પણ આવું સફેદ કપડું પહેરે છે, જેમાં સિલાઈ નથી હોતી, અને તેમાં માત્ર હાથ અને મોંઢુ દેખાય છે. આ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓએ યૌનસંબંધ, લડાઈ,-ઝગડા, ઈત્ર, વાળ, નખ કાપવાથી દૂર રહેવાનું હોય છે.

તવાફ
મક્કા પહોંચી શ્રદ્ધાળુ હરમ શરીફ (મુખ્ય મસ્જીદ) તવાફ કરે છે. માનીએ કે કાબેની સાત વખત ઘડીયાળની વિપરીત દિશામાં પ્રદક્ષિણા કરવામાં આવે છે.

સઈહાજી મસ્જિદના બે પહાડો વચ્ચે સાત વખત દોડ લગાવવામાં આવે છે. આને સઈ કહેવાય છે. આ પૈગંબર ઈબ્રાહિમની પત્નીની પાણી માટેની શોધમાં કરવામાં આવેલી ભાગદોડની યાદમાં કરવામાં આવે છે.

અત્યાર સુધી ઉમરા
અત્યાર સુધી જે થયું તે હઝ ન કહેવાય. હઝની મુખ્ય વીધી-રસમ રબાદ શરૂ થાય છે. આની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે હાજી મુખ્ય મસ્જિદથી પાંચ કિલોમીટર દુર મીના પહોંચે છે.

જબલ ઉર રહમા
અગામી દિવસે લોકો જબલ ઉર રહમા નામના પહાડ પાસે જમા થાય છે. મીનાથી 10 કિમી દૂર અરાફાતના પહાડ આસ-પાસ જમા આ લોકો નમાજ અદા કરે છે.

મુઝદલફા
સૂર્યાઅસ્ત બાદ હાજી અરાપાત અેન મીના વચ્ચે સ્થિત મુઝદલફા જાય છે. અહીં તે અડધી રાત્રી સુધી રહે છે. અહીં તે શેતાનને મારવા માટે પથ્થર જમા કરે છે.

પછી ઈદ
બીજા દિવસે ઈદ ઉલ અઝહા(બકરી ઈદ) મનાવવામાં આવે છે. જ્યારે હાજી મીના પાછા ફરે છે. અહીં તે રોજ ત્રણ વખત શેતાનને પથ્થર મારવાની રસમ નિભાવે છે. સામાન્ય રીતે સાત પથ્થર મારવાના હોય છે.

પહેલી વખત પથ્થર મારવાનો
પહેલી વખત પથ્થર માર્યા બાદ બકરા હલાલ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને માંસ વહેંચવામાં આવે છે. બકરા અથવા અન્ય કોઈ જનાવરની કુરબાનીને અલ્લાહ માટે ઈબ્રાહિમ દ્વારા પોતાના પુત્ર ઈસ્માઈલની કુરબાનીનું પ્રતિક માનવામાં આવે છે.

સફાઈ
હવે હાજી વાળ કપાવે છે. પુરૂષ પુરી રેતી ટાલ કરાવે છે, જ્યારે મહિલાઓ એક આંગળ સુધીના વાળ કપાવે છે. અહીંથી તે પોતાના સામાન્ય કપડા પહેરી શકે છે.

ફરીથી તવાફ
હાજી ફરીથી મક્કાની મુખ્ય મસ્જિદમાં પાછા ફરે છે, અને કાબાના સાત ચક્કર લગાવે છે.

પથ્થર મારવો(રમીજમારાત)
હાજી ફરી મીના જાય છે અને અગામી દિવસે બે-ત્રણ દિવસ સુધી પથ્થર મારવાની રસમ નિભાવે છે.

અને ફરી કાબા
એક વખત ફરી લોકો કાબા આવે છે, અને તેના સાત ચક્કર લગાવે છે. આ સાથે હઝ પુરી થાય છે.
First published: August 23, 2018, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading