જુઓ બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ કેવા હોય છે? શું કરવાથી તેમને લાભ થાય છે?

બુધવારે જન્મેલા લોકો કેવા હોય છે

બુધવારનાં સ્વામી ગણેશજી છે એટલે આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન હોય છે. જે લોકોનો જન્મ બુધવારે થાય છે તેઓ દેખાવમાં ઘણાં જ પાતળા પરંતુ સ્ફૂર્તિવાળા હોય છે.

  • Share this:
    ધર્મભક્તિ : બુધવારનાં સ્વામી ગણેશજી છે એટલે આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન હોય છે. જે લોકોનો જન્મ બુધવારે થાય છે તેઓ દેખાવમાં ઘણાં જ પાતળા પરંતુ સ્ફૂર્તિવાળા હોય છે. અંક જ્યોતિષ પ્રમાણે આ દિવસે જન્મેલા લોકો માટે શુભ આંક 5 હોય છે. તો આજે બુધવારે જન્મેલા લોકોનું કેવું હોય છે વ્યક્તિત્વ ચાલો જાણીયે. બુધવારે જન્મેલા લોકોએ દરરોજ સુર્યને જળ ચઢાવવું અને બુધવારે શિવજી પર મગ ચઢાવવાથી તેમને લાભ થશે.

    -જે લોકોનો જન્મ બુધવારના દિવસે થયો હોય છે તેમનુ આયુષ્ય લાંબુ છે.
    -આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સભ્યોની ખુશી માટે કંઇપણ કરી શકે છે.
    -આ લોકો ઓછું બોલનારા હોય છે તેમજ કળા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે
    -આ લોકોને સામાન્ય રીતે તેમનાં જીવનમાં 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.

    આ પણ વાંચો'ૐ ત્ર્યમ્‍બકં યજામહે....'! 'મહામૃત્યુંજય મંત્ર'નો આ રીતે કરો જાપ, દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર થશે

    - તમારી લાઈફમાં પ્લાનિંગનો કોઈ મહત્વ નથી તો પણ તેમે અત્યંત સુવ્યવસ્થિત કામ કરવાની કોશિશ કરો છો.
    -બુધવારે જન્મેલા લોકો સ્પષ્ટ વિચારોનાં માલિક છે.
    -બુધવારે જન્મેલા લોકો જાણવા માટે ઉત્સુક રહે છે.
    - તમે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો.
    -સામાન્ય રીતે તમે તમે કોઇ જ વસ્તુ માટે પરેશાન થતા નથી. બુધવારે જન્મેલા લોકો જીવનથી સંતુષ્ટ હોય છે.
    -આ દિવસે જન્મેલા લોકો પોઝિટીવ નેચરનાં હોય છે તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે છે.
    -તેમને ગુસ્સો સામાન્ય રીતેઓછો આવે છે પણ તે સરળતાથી કોઇને માફ કરતા નથી.
    -આ લોકો પોતાનાં નિર્ણય જાતે જ લે છે.
    Published by:kiran mehta
    First published: