Home /News /dharm-bhakti /Weekly Horoscope: તમામ રાશિના જાતકોનું આ સપ્તાહ કેવું રહેશે. અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: તમામ રાશિના જાતકોનું આ સપ્તાહ કેવું રહેશે. અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિફળ

weekly horoscope: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે સાપ્તાહ કેવું રહેશે. સાપ્તાહિક રાશિફળમાં જાણવા મળશે.

Horoscope, Weekly Rashifal: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે. 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર 2022 સાપ્તાહિક રાશિફળમાં (Saptahik Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે સાપ્તાહ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું રહેશે.?

By Chirag Daruwalla - Son of Astrologer Bejan Daruwalla

મેષ રાશિફળ (Aries):


ગણેશજી કહે છે, પ્રેમ સંબંધ મજબૂત થશે અને એક નવી શોધ મન પ્રફુલ્લિત રાખશે. કાર્યક્ષેત્રે કોઈ બે મન લલચાવે તેવા પ્રોજેક્ટ તરફ આકર્ષણ થશે પરંતુ કોઈ એક પર જ કામ કરી શકશો. ધન વૃદ્ધિ સામાન્ય રહેશે. યાત્રા દ્વારા નવી તક મળશે અને ઉત્તમ પરિણામ સામે આવશે. સ્વાસ્થ્યમાં પણ અનુકૂળ પરિણામ મળશે.

વૃષભ રાશિફળ (Taurus):


ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ધીરે-ધીરે પ્રગતિ થશે અને ધન વૃદ્ધિના સંયોગ બનશે. પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે અને તમને જીવનસાથી સાથે એકાંતમાં સમય વિતાવાનું પસંદ કરશો. સ્વાસ્થ્યમાં સુધારો ધીરે-ધીરે થતો દેખાશે. વેપારિક યાત્રાાના શુભ સંયોગ બની રહ્યા છે અને સફળતા પણ મળશે.

મિથુન રાશિફળ (Gemini):


ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમે સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવશો. પ્રેમ સંબંધ મજબૂત થશે અને પાર્ટનર સાથે રોમાન્ટિક સમય વિતાવશો. આર્થિક મામલે સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના યોગ છે. પરિવારમાં પરસ્પર પ્રેમ વધશે. કાર્યક્ષેત્રે પ્રગતિ ઈચ્છતા હો તો સંતુલન રાખીને આગળ વધવું.

આ પણ વાંચો- શનિ સાડા સાતીનાં હોય છે ત્રણ તબક્કા, જાણો કઇ રાશિવાળા પર ચાલી રહ્યો છે સૌથી કષ્ટદાયી તબક્કો

કર્ક રાશિફળ (Cancer):


ગણેશજી કહે છે, આર્થિક મામલે સારી સફળતા મળશે. અઠવાડિયાની શરૂઆતમાં રોકાણને લઈને મનમાં શંકા રહી શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિના શુભ સંયોગ ત્યારે જ બનશે જ્યારે તમે વ્યાપક દ્રષ્ટિકોણથી વિચાર કરશો અને નિર્ણય લેશો. પ્રેમ સંબંધમાં વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

સિંહ રાશિફળ (Leo):


ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ ત્યારે જ થશે જ્યારે એક નવી વિચારસરણી સાથે કંઈક નવું શીખીને આગળ વધશો. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સારો છે અને રોકાણ દ્વારા પણ લાભ મેળવી શકો છો. ઘર સજાવટની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય સુધરશે અને નવી હેલ્થ એક્ટિવિટી સારું પરિણામ આપશે.

કન્યા રાશિફળ (Virgo):


ગણેશજી કહે છે, ધન વૃદ્ધિના શુભ સંયોગ દેખાઈ રહ્યા છે. પ્રેમ સંબંધ મામલે પણ સમય સુખદ રહેશે. પરસ્પર પ્રેમ વધશે. કાર્યક્ષેત્રે વાતચીત દ્વારા સમસ્યાનો નિવેડો લાવશો તો વધુ સારા પરિણામ મળશે. સ્વાસ્થ્યમાં સાધારણ સુધારો જોવા મળશે. આ અઠવાડિયે કરેલી યાત્રાનું શુભ ફળ મળશે.

આ પણ વાંચો- Grah Gochar 2022: ગ્રહ ગોચર સેપ્ટેમ્બરનાં 17 દિવસ આ 5 રાશિઓ માટે છે શુભ, કરશે માલામાલ

તુલા રાશિફળ (Libra):


ગણેશજી કહે છે, પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં ખાસ્સો સુધારો થશે અને સ્ફૂર્તિ અનુભવશો. ધન વૃદ્ધિમાં ઉતાર-ચડાવ જોવા મળશે પણ છેવટે સફળતા ચોક્કસ મળશે. કાર્યક્ષેત્રે પ્રગતિ કરવાની અનેક તક મળશે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):


ગણેશજી કહે છે, ધન આગમનના શુભ સંયોગ બની રહ્યા છે. સંયમ સાથે નિર્ણય લેશો તેટલી ધન વૃદ્ધિ વધારે થશે. વેપારિક યાત્રા કરતી વખતે જો કોઈ દસ્તાવેજ પર સહી કરવાની આવે તો બરાબર વાંચ્યા પછી આગળ વધવું નહીં તો નાનકડી ભૂલ ભારે પડી શકે છે. પરિવારમાં મહિલાના કારણે મન અશાંત રહેશે.

ધન રાશિફળ (Sagittarius):


ગણેશજી કહે છે, સ્વાસ્થ્યમાં ખાસ્સો સુધારો આ અઠવાડિયે જોવા મળવાનો છે અને તંદુરસ્તી અનુભવશો. પ્રિયજનોના સાંનિધ્યમાં ખુશ રહેશો. મન પ્રસન્ન રહેશે અને તેની હકારાત્મક અસર સ્વાસ્થ્ય પર દેખાશ. કોઈ વડીલ સાથે અણબનાવ થઈ શકે છે જેના કારણે પ્રોજેક્ટમાં નુકસાન થશે.

મકર રાશિફળ (Capricorn):


ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને આ મામલે મહિલા વર્ગનો ભરપૂર સપોર્ટ મળશે. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણ દ્વારા ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે જોવા મળશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને મન આનંદિત રહેશે. પ્રેમ સંબંધમાં રોમાન્ટિક રહેશે અને ધીરે-ધીરે પ્રેમ વધશે.

કુંભ રાશિફળ (Aquarius):


ગણેશજી કહે છે, ધન વૃદ્ધિના શુભ સંયોગ આ અઠવાડિયે બની રહ્યા છે. યાત્રા પણ સફળતા અપાવશે. કાર્યક્ષેત્રે મન ઉદાસ રહી શકે છે. પ્રેમ સંબંધ મજબૂત બનશે અને રોમાન્ટિક સમય વિતાવશો. શરીરમાં તંદુરસ્તી અનુભવશો. પરિવારમાં સ્થિતિ ધીરે-ધીરે સુધરશે.

મીન રાશિફળ (Pisces):


ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આ અઠવાડિયે મહિલા વર્ગના સપોર્ટથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યને અવગણશો નહીં તો આ સપ્તાહે સ્ફૂર્તિ અનુભવાશે. વેપારિક યાત્રાના શુભ યોગ છે અને ફાયદો થતો પણ દેખાઈ રહ્યો છે.
First published:

Tags: Rashi bhavishya, Today horoscope, Weekly rashifal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો