Home /News /dharm-bhakti /Numerology Suggestions 29 January: દારૂનું સેવન તમારી ઇમ્પ્રેશન પર અસર કરે, જાણો તમારા કેવું રહેશે આ સપ્તાહ

Numerology Suggestions 29 January: દારૂનું સેવન તમારી ઇમ્પ્રેશન પર અસર કરે, જાણો તમારા કેવું રહેશે આ સપ્તાહ

Numerology suggestion

Weekly Numerology, 29 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, તો જાણો અંકશાસ્ત્ર પ્રમાણે તમારું આ સપ્તાહ કેવું રહેશે....

વધુ જુઓ ...
  1, 20, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 1:


આ મહિનાનું છેલ્લું અઠવાડિયું મેન્યુફેક્ચરિંગ, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સોલારના બિઝનેસમેન, બિલ્ડરો, રાજકારણીઓ અને રમતગમતના કોચની તરફેણમાં રહેશે. જે અપરિણીત યુગલ લગ્ન માટે માતા-પિતાની મંજૂરીની રાહ જોઈ રહ્યા તેમને મંજૂરી મળવાની શક્યતા છે. સરકારી કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં મુશ્કેલી થશે. સંપત્તિમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે. સ્ટાર્ટઅપ્સ, જ્વેલર અને સોલાર પ્રોડક્ટ ડીલરો, મેડિકલ શિક્ષણ અને મીડિયા ઉદ્યોગને નફો થશે.


માસ્ટર કલર: પીચ અને વાદળી

શુભ દિવસ: રવિવાર

શુભ નંબર: 1

દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો.



2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 2:


વિવાદોના નિવારણ માટે દંપતીને આ અઠવાડિયે સારો સમય મળશે. ખુદને સમય આપતા શીખો અને દર સોમવારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરો. અપરિણીતોને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી શકે છે. પરિવાર અને સંબંધીઓ સાથે સમય પસાર કરો, શોર્ટ ટ્રિપ પ્લાન કરો. સ્ટોકમાં રોકાણ કરો અને તમારા જીવનસાથીને સરપ્રાઈઝ ગિફ્ટ આપો.


માસ્ટર કલર: એક્વા

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 2

દાન: ગરીબોને દૂધનું દાન કરો.



3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 3:


ઘરની મધ્યમાં ઇલેક્ટ્રીક વસ્તુ ન રાખશો. તુલસીનું પાન મોંઢામાં મુકીને દિવસની શરૂઆત કરો. વિદ્યાર્થીઓનો નિશ્ચિતપણે વિકાસ થઈ શકે છે. આ સપ્તાહમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સોશિયલ નેટવર્કિંગ તથા ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરો. આ સપ્તાહના અંત સુધીમાં સરકારી પ્રોજેક્ટ્સ સાથે જોડાઈ શકો છો. સલાહકારો, શિક્ષકો, ગાયકો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે આ સપ્તાહ ખૂબ જ અસરકારક છે. વિવાદોનું નિવારણ લાવવા માટે શ્રેષ્ઠ સમય છે. પુસ્તકો, સરંજામ, અનાજ અથવા સંગીતનાં સાધનોનો ધંધો ખૂબ સરસ રીતે આગળ વધશે. સંગીતકારો, હોટેલીયર્સ, જોકી, ફાઇનાન્સર્સ અને સંગીતકારોને નફો થશે.


માસ્ટર કલર: વાયોલેટ

શુભ દિવસ: ગુરૂવાર

શુભ નંબર: 3

દાન: બાળકોને છોડનું દાન કરો.



4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 4:


ડોકટરો અને ખેડૂતોએ ડોક્યુમેન્ટ્સથી સાવચેત રહેવું. આ અઠવાડિયામાં નાણાંકીય વ્યવહારો, નોકરીની શોધ, લગ્નની રજૂઆત, નવો ઓર્ડર મળી શકે છે અથવા વિદેશ પ્રવાસ થઈ શકે છે. રાહુ ગ્રહની ઊર્જા પ્રાપ્ત થાય માટે તમારી ચર્ચા કરતા સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. બેંક કર્મચારીઓ, IT કર્મચારીઓ, કલાકાર અથવા અભિનેતાઓ, ન્યૂઝ એન્કર અને ડાન્સર્સન રોકાણ કરીને ઉચ્ચ લાભ મેળવી શકે છે. હાર્ડવેર, બાંધકામ સામગ્રી, ધાતુ અને કપડાંના ઉત્પાદકોને બિઝનેસમાં નવી ઓફર મળી શકે છે. તમારી આસપાસની જગ્યા હંમેશા સુઘડ અને સ્વચ્છ રાખો.


માસ્ટર કલર: વાદળી અને ગ્રે

શુભ દિવસ: મંગળવાર

શુભ નંબર: 5 અને 6

દાન: અનાથ આશ્રમમાં ઘઉંનું દાન કરો.



5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 5:


તમારા અસરકારક સ્વભાવને કારણે વ્યાવસાયિક ભાગીદારો વચ્ચે વિવાદ થઈ શકે છે. ભગવાન ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ મેળવો. રિપોર્ટર્સ, મીડિયા, ડિફેન્સ, ટ્રાવેલ, થિયેટર, સ્પોર્ટ્સ પર્સન અને મેડિકલ પ્રેક્ટિશનર્સની સિનિયર પર સારી ઈમ્પ્રેશન ઊભી થઈ શકે છે. આ અઠવાડિયે લાંબા સફરથી આરામ લેવાની જરૂર છે. આજે મોડેલિંગ, મેડિકલ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ્સ, ઓડિશન અને ઈન્ટરવ્યૂમાં પોતાનું નસીબ અજમાવી લેવું જોઈએ.


માસ્ટર કલર: સી ગ્રીન

શુભ દિવસ: બુધવાર

શુભ નંબર: 5

દાન: જાનવરોને પાણી આપો.



6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 6:


સિંગલ્સ લોકોએ નવા સંબંધમાં બંધાવાની જરૂર છે. લવ પાર્ટનર, મિત્ર, માતા-પિતા, બાળકો અથવા સંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. જો તમે IT અથવા બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં છો તો તમને તમારું નસીબ સાથ આપશે. તમારી બ્રાન્ડ ઈમેજ મજબૂત હોવાથી તમારી કોશિશોની પ્રશંસા કરવામાં આવશે. તમારી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે માસ કોમ્યુનિકેશન સૌથી સારો વિકલ્પ છે. આ સપ્તાહ આરામદાયક છે, જે પારિવારિક સુખ અને જીવનમાં સંપૂર્ણતા લાવે છે. લગ્નની રજૂઆતોને ગંભીરતાથી લેવી જોઈએ. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે.


માસ્ટર કલર: ગુલાબી અને એક્વા

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: ગરીબોને દૂધનું દાન કરો.



7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 7:


ગેરસમજણ ઊભી ન થાય તે માટે સંબંધોમાં પારદર્શિતા જાળવો. કૌટુંબિક જીવનમાં વિકાસ થશે, પરંતુ હાર્મોની મેળવવા માટે વ્યક્તિગત સંબંધો અંગે મૌન તોડવું જરૂરી છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા ભગવાન શિવના આશીર્વાદ મેળવો. તક સ્વીકારતા પહેલા કાયદાકીય યુક્તિઓનું વિશ્લેષણ કરો. બોસના સૂચનો ધ્યાનથી સાંભળો અને અનુસરો. સંરક્ષણ, કાયદા, ડોકટર, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, થિયેટર આર્ટિસ્ટ, CA, કલાકારોને નસીબ સાથ આપશે.


માસ્ટર કલર: પીચ

શુભ દિવસ: સોમવાર

શુભ નંબર: 7

દાન: ગરીબોને સ્ટીલના વાસણનું દાન કરો.



8, 17 અને 26 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 8:


તમારી ઘરની જવાબદારીઓ વધશે અને આ અઠવાડિયે તમે વ્યસ્ત રહેશો. પ્રાણીઓને ભોજન આપીને અઠવાડિયાની શરૂઆત કરો. સરકારી કંપનીઓ સાથે જોડાવાથી ઉત્તમ વળતર પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ થશે તથા ખેતીની જમીન અને મશીનરી ખરીદવા બાબતે નિર્ણયો તમારા પક્ષમાં થશે. આરોગ્યની કાળજી લેવી તથા અન્યા જવાબદારીઓ અને કાનૂની વિવાદોને ટાળવાની જરૂર છે. ડોકટરો અને ઉત્પાદકોને સન્માનિત કરવામાં આવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી સમજી વિચારીને શબ્દોનો ઉપયોગ કરવો.


માસ્ટર કલર: વાયોલેટ

શુભ દિવસ: શુક્રવાર

શુભ નંબર: 6

દાન: જરૂરિયાતમંદોને કપડાનું દાન કરો.



9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ


નંબર 9:


આ અઠવાડિયે તમારા મિત્ર વર્તુળોમાં તમારી સફળતાની વાર્તાઓ ના કરશો. આ તમામ બાબતો તમારા લવ પાર્ટનર સાથે શેર કરો. શેરબજાર અને ટ્રેઈનિંગ બિઝનેસ ઝડપથી આગળ વધે છે. કપલ વચ્ચે આનંદ જળવાઈ રહેશે. તમારી ઈમ્પ્રેશન પર અસર થતી હોવાને કારણે દારૂનું સેવન કરવાનું ટાળો. પ્રેમમાં રહેલા લોકોએ મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય સમય છે. બિઝનેસ ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ડિઝાઇનિંગ, આયાત નિકાસ, ગ્લેમર ઇન્ડસ્ટ્રીના લોકોને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ, ટ્રેનર્સ, સંગીતકારો, લેખક, ડિઝાઇનર્સ, ડોક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓને લોકપ્રિયતા મળશે.




માસ્ટર કલર: ગુલાબી

શુભ દિવસ: મંગળવાર

શુભ નંબર: 9

દાન: મહિલાઓને કંકુનું દાન કરો.


First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો