Home /News /dharm-bhakti /મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર નથી ખુલ્યું પણ અહીં કરો ગજાનંદનાં Online દર્શન

મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર નથી ખુલ્યું પણ અહીં કરો ગજાનંદનાં Online દર્શન

સિદ્ધિવિનાયકનાં કરો LIVE દર્શન

સિદ્ધિવિનાયકનાં દર્શન માટે વિનાયક ચોથનાં દિવસે દેશભરમાંથી ભક્તો આવે છે. પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે પ્રભુનું મંદીર ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું નથી. પણ તેમનાં લાઇવ દર્શન તો આપને થઇ જ શકે છે.

    ધર્મ ભક્તિ ડેસ્ક:  મુંબઇનું સિદ્ધિવિનાયક મંદીર ગણેશ ગજાનનનાં પ્રસિદ્ધ મંદીરોમાંનું એક છે. આ મંદીરનું ખુબજ મહત્વ છે. કહેવાય છે કે અહીનાં દર્શન માત્રથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન હરી લે છે. પણ આ વખતે ઘેર બેઠા વર્ચ્યુઅલ દર્શન કરીને જ પ્રભુનાં આશીર્વાદ લેવાનાં છે. સિદ્ધિવિનાયકનાં દર્શન માટે વિનાયક ચોથનાં દિવસે દેશભરમાંથી ભક્તો આવે છે. પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે પ્રભુનું મંદીર ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવ્યું નથી. પણ તેમનાં લાઇવ દર્શન તો આપને થઇ જ શકે છે.

    ત્યારે અમે આપનાં માટે પ્રભુનો આજનો જ એટલે કે 22 ઓગસ્ટનો જ શણગારનો ફોટો લઇને આવ્યાં છીએ. તેમજ તેમનાં ઓનલાઇન દર્શન માટેની લિંક પણ શેર કરી રહ્યાં છીએ. જેનાં પર ક્લિક કરીને આપ પ્રભુનાં LIVE દર્શન કરી શકો છો.

    સિદ્ધિવિનાયકનાં LIVE દર્શન કરવા માટે અહીં ક્લિક કરો

    22 ઓગસ્ટ શનિવારના રોજ ગણેશ ચતુર્થીનું પર્વ શરૂ થાય છે. આજનાં દિવસે આપ સોપારીને ગણપતિ સ્વરૂપ માનીને તેને પણ ઘરે સ્થાપિત કરી શકો છો. ઘરમાં શુભ-લાભની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ગણપતિને પ્રતિ-દિવસ 5 ધરો અર્પિત કરો. સાથે પાંચ લીલી ઈલાયચી અને 5 કમરકાકડીને પૂજાના અંતિમ દિવસ સુધી ત્યાંજ રાખી મુકો. પૂજા સંપન્ન થયા બાદ કમરકાકડીને લાલ કપડામાં બાંધી ઘરના મંદિરમાં રાખી લો તથા ઈલાયચીને પ્રસાદ તરીકે ગ્રહણ કરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Eco ganesha, Ganesh Chaturthi 2020

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन