Somnath Live darshan: સોમવારે ઘરે બેઠા કરો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના લાઈવ દર્શન

સોમનાથ મહાદેવના સોમવારના દર્શન

ગુજરાતના દરિયા કિનારે આવેલા પ્રથમ જ્યોતિલ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથદાદાનાં (Somnath Temple live darshan) દર્શન કરવાની અનોખી મહિમા હોય છે. આજે સવારથી જ રાજ્યભરનાં તમામ શિવાલયોમાં ભક્તો શિવનાં દર્શન અને પૂજન કરવા પહોંચે છે.

  • Share this:
    સોમનાથ: સોમવારન દિવસે ભોળેનાથના દર્શન કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારે આવેલા પ્રથમ જ્યોતિલ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથદાદાનાં (Somnath Temple live darshan) દર્શન કરવાની અનોખી મહિમા હોય છે. આજે સવારથી જ રાજ્યભરનાં તમામ શિવાલયોમાં ભક્તો શિવનાં દર્શન અને પૂજન કરવા પહોંચે છે. ત્યારે આજે આપણે પણ ઘરે બેઠા જ સોમનાથ દાદાનાં દર્શન કરીશું. ત્યારે આજે અમે તમને ઘરે બેઠા સોમનાથ મહાદેવની આરતીના દર્શન કરાવીશું.  આજે સોમનાથ મહાદેવને કરવામાં આવેલા સુદર શણગારના પણ દર્શન થશે.

    મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે મંદિર સામેના જૂના પથિકાશ્રમ મેદાનમાં ખાસ 4 વિન્ડો ખોલવામાં આવી છે. લોકો સોશ્યલ ડીસ્ટન્શન જાળવી પાસ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ કાર્યરત થઇ છે. આ બુકીંગ કચેરીમાં સવારે 4 વિન્ડો અને બપોરે બે વિન્ડો ખુલશે. જરૂર પ્રમાણે વધારો પણ કરાશે. જે લોકોએ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીપ અથવા મોબાઇલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન માટે પ્રવેશ મેળવી શકશે.





    પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ - અલગ

    પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ - અલગ રહેશે. આ સાથે અડધો કલાકના સ્લોટમાં એ પાસમાં તારીખ અને સમય પણ લખાયો હશે અને ફેમીલી હોય તો એક પાસમાં પાંચ વધુમાં વધુ વ્યકિત દર્શન પાસ મેળવી શકે છે. જે લોકો બહાર ગામના હોય અને ઓનલાઇન બુકીંગ ન કરાવ્યું હોય તે લોકો સ્થાનિકેથી પાસ મેળવી શકશે.

    આ પણ વાંચો: જાણો ઘરમાં શંખ રાખવાથી શુ થશે ફાયદા, વાસ્તુ અને સ્વાસ્થ્યમાં શંખનાદનું અનોખું મહત્વ

    સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહમાં ઉતરેલા ભાવિકો અતિથીગૃહ બુકીંગ ઓફિસ ખાતેથી પણ બીજા દિવસના દર્શનનો પાસ મેળવી શકશે. બુકીંગ કચેરીના મેનેજમેન્ટ માટે બે સીફટમાં સુપરવાઇઝરો ટીમો ગોઠવાઇ છે.



    આ પણ વાંચો: આ 3 રાશિના લોકો સૌથી વધુ જૂઠું બોલમાં એક્સપર્ટ, જાણો તેમના વિશેની તમામ માહિતી

    સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 725ની સાલમાં સિંઘના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. ત્યારે મહત્વનું છે કે, સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો. મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં રહેતું.
    Published by:kuldipsinh barot
    First published: