વિદેશ જવા માંગો છો? આ સરળ ઉપાયથી બનશે વિદેશ જવાના યોગ

News18 Gujarati
Updated: September 16, 2019, 7:13 PM IST
વિદેશ જવા માંગો છો? આ સરળ ઉપાયથી બનશે વિદેશ જવાના યોગ
પ્રતિકાત્મક તસવીર

અમે આપનાં માટે બે સામાન્ય ટિપ્સ લઇને આવ્યા છીએ. જો તેનું પાલન કરવામાં આવે તો વિદેશ જવાનાં યોગ ઝડપથી બનશે.

  • Share this:
દરેક વ્યક્તિની કોઇને કોઇ ઇચ્છા હોય છે. કોઇને સરકારી નોકરી જોઇએ છે તો કોઇને રાજકારણમાં જોડાવવાનો રસ હોય છે. ત્યારે કેટલાંક એવાં હોય છે જેમને વિદેશ જવાની ઇચ્છા હોય છે. કેટલાંકને તુરંત સફળતા મળી જાય છે. તો કેટલાંકને તેમનાં સપના સાકાર કરવા માટે રાહ જોવી પડે છે. ખુબ મહેનત કરવી પડે છે. ત્યારે અમે આપનાં માટે બે સામાન્ય ટિપ્સ લઇને આવ્યા છીએ. જો તેનું પાલન કરવામાં આવે તો વિદેશ જવાનાં યોગ ઝડપથી બનશે.

- વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિદેશ જવા માટે વાયુ કોણને ઊર્જાવાન બનાવવું જોઇએ. ઘરની નોર્થ ઇસ્ટ દિશા એટલે કે ઇશાન ખુણામાં એક કાચ લગાવો. વાયુ કોણમાં એક કાંચના બાઉલમાં કપૂર ભરીને રાખો. તેનાંથી કાર્યમાં આવી રહેલી અડચણો દૂર થઇ જાય છે. આ ઉપરાંત દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

-લાકડાના પાટલા પર લાલ અથવા સફેદ કપડું પાથરીને લક્ષ્મીજીને સ્થાપિત કરો. બાદમાં પશ્વિમ તરફ મોઢું કરીને દેશી ઘીનો દીવો પ્રગટાવો, શંખ પર કેસરથી સ્વસ્તિક બનાવો અને માં લક્ષ્મીની પાસે સ્થાપિત કરો.

પૂજા બાદ મા લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિને મંદિરમાં રાખો અને શંખને કપડામાં લપેટીને એવી જગ્યાએ મૂકો કોઇ તેને અડી શકે નહીં. ઘરની ઉત્તર પશ્વિમ દિશાને સ્વચ્છ રાખો. ઘર અને પૂજા સ્થાન પર ધૂળ જમા થવા દેશો નહીં.
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading