Home /News /dharm-bhakti /લગ્નના શુભ મુહૂર્ત નવેમ્બરથી શરૂ, 2023માં કઇ-કઇ તારીખે વાગશે શરણાઇ, જોઇ લો લિસ્ટ

લગ્નના શુભ મુહૂર્ત નવેમ્બરથી શરૂ, 2023માં કઇ-કઇ તારીખે વાગશે શરણાઇ, જોઇ લો લિસ્ટ

ક્યારથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે ચાલો જાણીએ...

Vivah Muhurat 2022-23: દેવઉઠી અગિયારસ પર આ વખતે લગ્ન નહીં થાય. તેવામાં હવે નવેમ્બરમાં ક્યારથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે ચાલો જાણીએ...

    Devuthani Ekadashi : દેવ દિવાળી દર વર્ષે કારતક માસની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળીની જેમ દેવ દિવાળીનું પણ વિશેષ મહત્વ છે. આ તહેવારને રોશનીનો તહેવાર પણ કહેવામાં આવે છે. દેવ દિવાળીનો આ તહેવાર દિવાળીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે.

    દેવ દિવાળી 2022 ક્યારે છે?


    હિંદુ પંચાંગ મુજબ, દેવ દિવાળી દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા 08 નવેમ્બર 2022ના રોજ છે. પરંતુ વર્ષ 2022નું છેલ્લું ચંદ્ર ગ્રહણ કારતક પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે અને ગ્રહણ દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, જ્યોતિષીઓનું માનવું છે કે આ વર્ષે દેવ દિવાળી 07 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

    આ પણ વાંચો : આ 4 રાશિઓની ખુશીઓ પર 'ગ્રહણ' લગાવશે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, પડશે નકારાત્મક પ્રભાવ

    દેવ દિવાળી 2022 શુભ મુહૂર્ત


    કાર્તિક પૂર્ણિમા તિથિ 07 નવેમ્બરે સાંજે 4.15 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આ તિથિ 08 નવેમ્બરે સાંજે 4:31 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ઉદય તિથિ અનુસાર, દેવ દિવાળી 8 નવેમ્બરે ઉજવવી જોઈએ. પરંતુ દેવ દિવાળી ચંદ્રગ્રહણ અને પ્રદોષ કાળના પૂજા મુહૂર્તને ધ્યાનમાં રાખીને 07 નવેમ્બરે ઉજવવામાં આવશે. 07 નવેમ્બરના રોજ, પ્રદોષ કાળમાં પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5.14 થી 7.49 સુધીનું છે.

    દેવઉઠી એકાદશીથી જ વિવાહના દિવસો શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે શુક્ર અસ્ત થવાને કારણે લગભગ 16 દિવસ પછી જ્યારે શુક્રનો ઉદય થશે ત્યારે લગ્નના મુહૂર્ત શરૂ થશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ચાર જ મુહૂર્ત છે.

    તે જ સમયે, આ વખતે જાન્યુઆરીમાં વધુ મુહૂર્ત નથી, જાન્યુઆરીમાં 7 શુભ મુહૂર્ત છે. તો ચાલો જાણીએ કે નવેમ્બરથી માર્ચ સુધીના લગ્નની શુભ તારીખો શું છે. તમને જણાવી દઈએ કે આ વખતે એપ્રિલમાં લગ્ન માટે કોઈ મુહૂર્ત નહીં હોય.

    દેવ ઉઠી એકાદશી 4 નવેમ્બરે છે, શાસ્ત્રો અનુસાર, ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયનકાળ પછી આ દિવસથી તેઓ પોતાનું કાર્ય પાછું સંભાળી લે છે. બીજા દિવસે તુલસી વિવાહ થાય છે, તેની સાથે જ શુભ કાર્યો પણ શરૂ થાય છે. આ વર્ષે શુક્ર અસ્ત થવાને કારણે આ દિવસે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી, પરંતુ ત્યારથી લગ્ન જેવા શુભ પ્રસંગો શરૂ થશે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે માત્ર 4-4 મુહૂર્ત જ છે.

    દેવઉઠી એકાદશીની માન્યતા


    એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવ શયન કરે છે અને કારતક માસની શુક્લ પક્ષની એકાદશીએ ઉઠે છે. તેથી જ કારતક શુક્લ પક્ષની એકાદશીને દેવોત્થાન, દેવઉઠી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન 4 મહિના સુધી શયનકાળમાં રહે છે, તેથી આ દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. ભગવાન સૂવાના સમયે શયનકાળમાંથી જાગ્યા પછી માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે.

    આ પણ વાંચો : મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ છે આ છોડ, ઘરમાં લગાવતાં જ થશે ધન વર્ષા

    દેવઉઠી એકાદશી પછી પણ આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે માત્ર 4-4 મુહૂર્ત છે. જાન્યુઆરી મહિનામાં લગ્ન માટે 7 મુહૂર્ત છે.

    નવેમ્બર 2022 માં લગ્ન માટેનું શુભ મુહૂર્ત



    • 21 નવેમ્બર 2022

    • 24 નવેમ્બર 2022

    • 25 નવેમ્બર 2022

    • 27 નવેમ્બર 2022


    ડિસેમ્બર 2022 માં લગ્ન માટેનું શુભ મુહૂર્ત



    • 2 ડિસેમ્બર 2022

    • 7 ડિસેમ્બર 2022

    • 8 ડિસેમ્બર 2022

    • 9 ડિસેમ્બર 2022ના રોજ લગ્નના શુભ મુહૂર્ત છે.


    જાન્યુઆરી 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત


    આવતા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘણા શુભ નક્ષત્રો પડી રહ્યા છે. જાન્યુઆરીમાં 15, 18, 25, 26, 27, 30 અને 31 તારીખે મોટી સંખ્યામાં લગ્નો થશે.

    ફેબ્રુઆરી 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત


    ફેબ્રુઆરીમાં 6, 7, 9, 10, 12, 13, 14, 22, 23 અને 28મી તારીખે શરણાઇઓ વાગશે.

    માર્ચ 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત


    માર્ચમાં 6, 9, 11 અને 13ના ચાર જ મુહૂર્ત હશે. એપ્રિલમાં લગ્ન થશે નહીં.


    મે 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત


    2,3,6,7,8,9,10,11,15,16,17,20,21,28,29,30,31 તારીખે લગ્નના શુભ મુહૂર્ત છે.

    જૂન 2023 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત


    1,2,3,5,6,7,11,12,13,22,23,26,28 તારીખે શરણાઇઓ વાગશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Dev diwali, Ekadashi, Lord Vishnu, Shubh muhurat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन