Aaj nu Panchang, 28 November 2022: આજે સોમવારે માગસર માસના શુક્લ પક્ષની પાંચમ તિથિ છે. આ દિવસે વિવાહ પંચમીની પણ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના વિવાહ થયા હતા. આજે પાંચમની તિથિ 13.37 વાગ્યા સુધી રહેશે. આ પછી છઠ તિથિ શરૂ થશે. ઉત્તરાષાદા નક્ષત્ર 10.29 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય સવારે 6.53 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 5.23 કલાકે થશે. ચંદ્રોદય 11.22 વાગ્યે થશે જ્યારે ચંદ્રાસ્ત 21.56 વાગ્યે થશે.
આજે અશુભ મુહુર્ત બપોરે 12.29 થી 1.11 અને બપોરે 2.35 થી 3.17 સુધી રહેશે. કુલિક યોગ બપોરે 2.35 થી 3.17 વાગ્યા સુધી રહેશે. કંટક યોગનો સમય આજે સવારે 8.59 થી 9.41 સુધીનો છે. કાલવેલા/અર્ધ્યામ આજે સવારે 10.23 થી 11.05 વાગ્યા સુધી રહેશે. યમઘંટ યોગ સવારે 11.47 થી બપોરે 12.29 વાગ્યા સુધી અને યમગંડ યોગ સવારે 10.50 થી બપોરે 12.08 વાગ્યા સુધી રહેશે. આજે રાહુકાળનો સમય સવારે 8.12 થી 9.31 સુધીનો રહેશે.આજે પૂર્વ દિશામાં યાત્રા કરવી એ શૂલ માનવામાં આવે છે. આ બધા મુહૂર્ત અને રાહુકાળમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું.
આજે વૃધ્ધિ નામનો શુભ યોગ સાંજે 6.04 વાગ્યા સુધી રહેશે. આજે સવારે 10.29 વાગ્યાથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી સર્વાર્થસિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આજે સવારે 11.48 થી 12.28 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આજે વિવાહ પંચમી પર બનેલા આ વૃદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગમાં તમામ પ્રકારના શુભ અને ધાર્મિક કાર્યો કરી શકાય છે.
આજના પંચાંગ મુજબ સૂર્યોદય સમયે સવારે 6.53 વાગ્યાથી 8.12 વાગ્યા સુધી અમૃતનું ચોઘડિયા રહેશે. સવારે 9.31 થી 10.50 સુધી શુભ ચોઘડિયા રહેશે. બપોરે 1.27 થી 5.24 સુધી અનુક્રમે ચર, લાભ અને અમૃતના ચોઘડિયા રહેશે.
આજે આ ચોઘડિયાઓમાં રાહુકાળનો ત્યાગ કરીને તમામ શુભ કાર્યો કરી શકાય છે. આમ અહીં આપેલા શુભ મુહૂર્ત મુજબ આજે વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા-અર્ચના કરી શકાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર