Home /News /dharm-bhakti /Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

વિવાહ પંચમી પર ભગવાન રામે સીતા સાથે વિવાહ કર્યા હતા.

ભગવાન રામ ચેતનાના પ્રતિક છે અને માતા સીતા પ્રકૃતિની શક્તિના પ્રતિક છે. તેથી, ચેતના અને પ્રકૃતિના મિલનને કારણે, આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન કરાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

  Vivah Panchami 2022: માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ભગવાન રામે સીતા સાથે વિવાહ કર્યા હતા. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાનો વિવાહોત્સવ ઉજવવામાં આવે છે. તેને વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે.

  ભગવાન રામ ચેતનાના પ્રતિક છે અને માતા સીતા પ્રકૃતિની શક્તિના પ્રતિક છે. તેથી, ચેતના અને પ્રકૃતિના મિલનને કારણે, આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન કરાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે વિવાહ પંચમી 28 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે.

  આ પણ વાંચો : સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી, વરસશે ભોળેનાથની કૃપા

  વિવાહ પંચમીની તિથિ


  હિંદુ પંચાંગ મુજબ, આ વર્ષે માગસર મહિનાના શુક્લ પક્ષની વિવાહ પંચમી 27 નવેમ્બર 2022 ના રોજ સાંજે 04:25 વાગ્યાથી શરૂ થશે અને 28 નવેમ્બર 2022 ના રોજ 01:35 વાગ્યે સમાપ્ત થશે. ઉદિયા તિથિના કારણે 28 નવેમ્બરે વિવાહ પંચમીની ઉજવણી કરવામાં આવશે.

  વિવાહ પંચમી પર શુભ યોગ  • અભિજિત મુહૂર્ત - સવારે 11:53 થી - 12:36 વાગ્યા સુધી

  • અમૃત કાલ - સાંજે 05.21 થી 05.49 સુધી

  • સર્વાર્થી સિદ્ધિ યોગ - બીજા દિવસે સવારે 10.29 થી સવારે 06.55 સુધી

  • રવિ યોગ - સવારે 10.29 થી બીજા દિવસે સવારે 06.55 સુધી


  આ પણ વાંચો :  મંદિર આ વસ્તુઓ લઇ ક્યારે ન કરવો જોઈએ પ્રવેશ, પૂજા નથી થતી સફળ

  વિવાહ પંચમી પર રામ-સીતાના વિવાહ કેવી રીતે કરાવશો?


  સવારે સ્નાન કરી શ્રી રામ વિવાહનો સંકલ્પ લેવો. સ્નાન કરીને વિવાહનો કાર્યક્રમ શરૂ કરો. ભગવાન રામ અને માતા સીતાની પ્રતિકૃતિની સ્થાપના કરો. ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્રો અર્પણ કરો, અથવા તો તેમની સમક્ષ બાળકાંડમાં વિવાહ પ્રસંગનો પાઠ કરો અથવા "ઓમ જાનકીવલ્લભાય નમઃ" નો જાપ કરો. આ પછી માતા સીતા અને ભગવાન રામનું ગઠબંધન કરો. તેમની આરતી કરો. આ પછી, ગઠબંધન કરેલા કપડાંને તમારી પાસે સાચવીને રાખો.

  શા માટે વિવાહ પંચમી ખાસ છે?


  લગ્નમાં અવરોધ આવે તો તે સમસ્યા દૂર થાય છે. તમને ઈચ્છિત લગ્નનું વરદાન પણ મળે છે. વિવાહિત જીવનની સમસ્યાઓનો પણ અંત આવે છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની એક સાથે પૂજા કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે. આ દિવસે બાલકાંડમાં ભગવાન રામ અને સીતાજીના વિવાહ પ્રસંગનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે સમગ્ર રામચરિત-માનસનો પાઠ કરવાથી પણ પારિવારિક જીવન સુખી બને છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Ashubh muhurat, Ramayan, Ramayan Sita, Sita

  विज्ञापन
  विज्ञापन