Vivah Muhurat 2023: આ વર્ષે લગ્નના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે વેલેન્ટાઈન ડે લગ્ન માટે પણ શુભ સમય છે. તો ચાલો જાણીએ પ્રથમ સીઝનમાં કેટલા શુભ મુહૂર્ત છે.
આ વર્ષે લગ્નના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યા છે. કમૂરતા 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ સાથે સમાપ્ત થઈ રહ્યા છે અને તે દિવસે જ આ વર્ષના પ્રથમ સિઝનના પ્રથમ લગ્નનો શુભ સમય છે. દિવસે મકરસંક્રાંતિ અને રાત્રે લગ્ન. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ લગ્ન માટે શુભ સમય છે, એપ્રિલમાં લગ્ન માટે કોઈ શુભ દિવસ નથી. ત્યારબાદ મે અને જૂનમાં લગ્ન માટે શુભ મુહૂર્ત આવશે. તે પછી ચાર મહિના માટે લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત છે. જો આ રીતે જોવામાં આવે તો આ વર્ષે ત્રણ લગ્નના ત્રણ સીઝન હશે. પ્રથમ જાન્યુઆરીથી માર્ચ, બીજી મે અને જૂન, ત્યારબાદ ત્રીજી નવેમ્બર અને ડિસેમ્બર.
વેલેન્ટાઇન ડે 2023ના રોજ લગ્ન મુહૂર્ત
જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેમના માટે આ વર્ષે વેલેન્ટાઈન ડે લગ્ન પર પણ શુભ સમય છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે લગ્ન માટે શુભ છે. જો કે, એરેન્જ્ડ મેરેજ કરનારાઓ પણ આ દિવસે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ દિવસ પરણિત લોકોને જીવનભર લગ્નની વર્ષગાંઠ અને વેલેન્ટાઈન ડે ઉજવવાની તક આપશે.
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર અનુસાર 14 ફેબ્રુઆરી અનુરાધા નક્ષત્રમાં વિવાહનું શુભ મુહૂર્ત સવારે 07 વાગ્યાને 01 મિનિટથી મોડી રાતે 12 વાગ્યાને 26 મિનિટ સુધી છે. ચાલો જાણીએ છે નવા વર્ષ 2023માં લગ્નની પહેલી સીઝનમાં શુભ મુહૂર્તની તારીખો.