માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે ખરાબ સમાચાર, આરતી હવે બેગણી મોંઘી

રૂપિયા 1000ને બદલે હવે ચૂકવવા પડશે રૂ. 2000, આરતીનો દર વધારવા પર શ્રદ્ધાળુઓ નારાજ

News18 Gujarati
Updated: April 2, 2019, 10:05 AM IST
માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે ખરાબ સમાચાર, આરતી હવે બેગણી મોંઘી
માતા વૈષ્ણો દેવી મંદિર
News18 Gujarati
Updated: April 2, 2019, 10:05 AM IST
વૈષ્ણી દેવીના પ્રાચીન ગુફાના પ્રાંગણમાં રોજ સવાર-સાંજે થતી દિવ્ય આરતીમાં સામલ થવા માટે હવે શ્રદ્ધાળુઓએ બેગણી રકમ ચૂકવવી પડશે. પહેલા આ અટકા આરતીમાં સામેલ થવા માટે પ્રત્યેક શ્રદ્ધાળુ 1000 રૂપિયા આપવા પડતા હતા. પરંતુ હવે શ્રદ્ધાળુઓને પહેલી એપ્રિલથી 2000 રૂપિયા ચૂકવવા પડશે. જેની જાહેરાત શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કરી દીધી છે.

તેની સાથે જ મા વૈષ્ણો દેવીની પવિત્ર પિંડીઓની સમક્ષ થનારી દિવ્ય આરતીમાં સામેલ થવાનો દર પણ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે વધારી દીધો છે. આરતીનો દર વધારવા પર શ્રદ્ધાળુઓએ નારાજગી પણ વ્યક્ત કરી. આ દરમિયાન દિલ્હીથી આવેલા કે કે કુમારે કહ્યું કે, અમે કાલે પણ અને આજે પણ આરતી કરી. પરંતુ રેટ વધારી દેવામાં આવ્યો છે. બોર્ડને તેની પર વિચારવું જોઈએ. બીજી તરફ, કાનપુરના વિકાસ મલ્હોત્રાએ કહ્યું કે એકદમથી બે ગણો દર વધારવો યોગ્ય નથી. પહેલાથી જ મોંઘવારી છે. આ ધર્મ સ્થાન છે. આવું ન થવું જોઈએ.

પંચ ધાર વૈષ્ણો દેવી આવેલા સોનૂ ઠાકુરે કહ્યું કે, 31 માર્ચે અમને ખબર પડી કે આરતીનો રેટ વધારી દેવામાં આવ્યો છે. અમે સીઈઓ બોર્ડને મળીશું અને તેની પર વાત કરીશું. આવું નહીં થાય. અમે વિરોધ કરીશું પરંતુ પહેલા તેમને મળીને વાત કરીશું અને ઉકેલ શોધવા માટે પ્રયાસ કરીશું.

આ પણ જુઓ, અહીં છે ભગવાન શ્રીકૃષ્ણના અસલી પદચિન્હ, કરો Videoથી દર્શન

ઉલ્લેખનીય છે કે, દેશભરથી યાત્રાળુ માતાના દર્શન માટે આવે છે. દરરોજ લગભગ 30થી 40 હજાર લોકો દર્શન કરે છે. અટકા આરતી માટે લોકોને ટિકિટ પણ નથી મળી શકતી કારણ કે એટલી જગ્યા નથી હોતી. પરંતુ હેવ રેટ વધવાથી શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી છે. બીજી તરફ, શ્રાઈન બોર્ડના સીઈઓએ કહ્યું કે આ પૈસા શ્રદ્ધાળુઓની સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવશે.
First published: April 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...