Home /News /dharm-bhakti /Vishwakarma Puja 2022: ક્યારે છે વિશ્વકર્મા પૂજા? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Vishwakarma Puja 2022: ક્યારે છે વિશ્વકર્મા પૂજા? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

વિશ્વકર્મા જયંતિ 2022

Vishwakarma Puja 2022 Date: વિશ્વકર્મા પૂજાનાં અવસરે ફેક્ટ્રી, મશીન સંબંધિત દુકાનો, કાર્યાલયમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની કૃપાથી વેપારમાં ઉન્નતિ થાય છે.

  Vishwakarma Puja 2022: વિશ્વકર્મા પૂજા દરેક વર્ષે સૌર કેલેન્ડર અનુસાર કન્યા સંક્રાતિ દિવસે મનાવવામાં આવે છે અને અંગ્રેજી કેલેન્ડરનાં આધારે દરેક વર્ષે 17 સપ્ટેમ્બરનાં રોજ વિશ્વકર્મા પૂજા (Vishwakarma Puja) ઉજવે છે. આ દિવસે દેવાતાઓનાં શિલ્પી અને યંત્રોનાં દેવતા ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરવામાં આવે છે. વિશ્વકર્મા પૂજાનાં અવસરે ફેક્ટ્રી, મશીન સંબંધિત દુકાનો, કાર્યાલયમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની કૃપાથી વેપારમાં ઉન્નતિ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિશ્વકર્માએ આ સૃષ્ટિનાં પહેલા માનચિત્ર તૈયાર કર્યું તું. અને તેઓ સંસારનાં પહેલાં એન્જીનિયર પણ કહેવાય છે.

  વિશ્વકર્મા પૂજાનાં દિવસે કલમ, દવાત, મશીન, ઓજાર આદીની પૂજા કરવાની પરંપરા છે. એવું કોઇ કાર્ય નથી કરવામાં આવતું. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં જ્યોતિષાચાર્ય ડૉ ગણેશ મિશઅર જણાવે છે કે, વિશ્વકર્મા પૂજાની તિથિ, પૂજા મુહૂર્ત, શુભ યોગ આદી.

  વિશ્વકર્મા પૂજા 2022 તિથિ-
  આ વર્ષે વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બરનાં દિવસે શનિવારનાં આવશે. આ દિવસે સૂર્યની કન્યા સંક્રાંતિ પણ છે. આ દિવસે ભાદરવા પક્ષની સપ્તમી તિથિ છે વિશ્વકર્મા પૂજાનાં દિવસે સૌર કેલેન્ડરનાં છઠ્ઠા મહિના કન્યાનો પ્રારંભ થશે.

  વિશ્વકર્મા પૂજા મુહૂર્ત 2022
  17 સપ્ટેમ્બરનાં વિશ્વકર્મા પૂજાનું શુભ મુહૂર્ત સવારે 07.39થી સવારે 09.11 મિનિટ સુધી છે. તે બાદ બીજો શુભ સમય બપોરે 01.48 મિનિટ છે અને બપોરે 03.20 મિનિટ છે. પછી ત્રીજો શુભ સમય બપોરે 03.20થી સાંજે 04.52 સુધીનો છે.

  5 શુભ યોગમાં વિશ્વકર્માની પૂજા
  આ વર્ષે વિશ્વકર્મા પૂજાના દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ સવારથી રાત સુધી ઉન્નતિના યોગ છે. આ સિવાય અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06.07 થી 12.21 સુધી છે, જ્યારે દ્વિપુષ્કર યોગ બપોરે 12.21 થી 02.14 સુધી છે.

  આ શુભ યોગમાં પૂજા કરવાથી આપને સકારાત્મક ફળ પ્રાપ્ત થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલાં કાર્ય સફળ થાય છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dharm, Religious, Vishwakarma puja

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन