Vishwakarma Puja 2021 : શિલ્પ દેવતા ભગવાન વિશ્વકર્માની જયંતી આજે છે. આ દિવસ વિશેષ કરીને ઔજાર, નિર્માણ કાર્યથી જોડાયેલી મશીન,દુકાન, કારખાના, મોટર ગેરાજ, વર્કશોપ, લેથ યૂનિટ, કુટીર અને લઘુ એકમમાં ભગવાન વિશ્વકર્માની (Biswakarma puja 2021) પૂજા થાય છે. પૂજા બાદ શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા પહેલાં વાસ્તુકાર અને એન્જિયર છે. તેમણે સ્વર્ગલોક, પુષ્પક વિમાન, દ્વારકા નગરી, યમપુરી, કુબેરપુરી જેવી પૌરાણિક જગ્યાઓનું નિર્માણ કર્યું હતું.

વિશ્વકર્મા પૂજા મુહૂર્ત- વિશ્વકર્મા દિવસ, 17 સ્પટેમ્બરનાં એક કલાક 32 મિનિટ સુધી રાહુકાળ રહેશે. આ દરમિયાન વિશ્વકર્મા પૂજાની મનાઇ છે. આદિ શિલ્પકારની જયંતી પર રાહુકાળની શરૂઆત પૂર્વાહ્ન 10.43 વાગ્યે થશે. બપોરે 12.15 વાગ્યે રાહુકાળ સમાપ્ત થશે.
વિશ્વકર્મા પૂજામાં સૂર્યની કન્યા રાશિમાં સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે સૂર્યની કન્યા રાશિમાં સંક્રાંતિ 17 સ્પટેમ્બરે બપોરે 1.29 વાગ્યે થશે. ઔજાર, નિર્માણ સાથે જોડાયેલી મશીનો, દુકાનો, કારખાનાઓ આદિમાં પૂજન માટે મદ્યાહન 12.16 વાગ્યાથી સૂર્યાસ્ત સુધીનો સમય ઉપયુક્ત છે. સારી વાત એ છે કે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે. સર્વાર્થ સિદ્ધિ યોગની શરૂઆત સવારે 06.07 વાગ્યાથી થઇ ગઇ છે જે બીજા દિવસે 18 સ્પટેમ્બરનાં પરોઢિયે 03.36 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં વિશ્વકર્મા દેવનું પૂજન વિશેષ રૂપથી ફળદાયી રહેશે.
કહેવાય છે કે, પ્રાચીન કાળમાં જેટલાં પણ સુપ્રસિદ્ધ નગર અને રાજધાનીઓ હતી તેનું સર્જન વિશ્વકર્માએ જ કર્યું હતું. જે સતયુગમાં સ્વર્ગ લોક, ત્રેતા યુગમાં લંકા, દ્વાપર યુગમાં દ્વારકા અને કળયુગમાં હસ્તિનાપુરનું નિર્માણ ક્યું છે. મહાદેવનું ત્રિશૂળ, શ્રીહરિનું સુદર્શન ચક્ર, હનુમાનજીની ગદા, યમરાજનો કાલદંડ, કર્ણનાં કવચ કુંડળ, શની દેવનું દંડ, કુબેર માટે પુષ્પક વિમાનનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે શિલ્પકળાનાં એટલાં મોટા જાણકાર હતાં કે, તેઓએ તે સમયમાં પુષ્પક વિમાન અને જળ પર ચાલી શકે તેવી ખડાઉ બનાવ્યું હતું.