Home /News /dharm-bhakti /Vishwakarma Jayanti 2022: ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ માટે કઇ રાશિના જાતકોએ પૂજા દરમિયાન શું ચડાવવું જોઈએ

Vishwakarma Jayanti 2022: ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ માટે કઇ રાશિના જાતકોએ પૂજા દરમિયાન શું ચડાવવું જોઈએ

17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે

Vishwakarma Jayanti 2022 : 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે, સૃષ્ટીના શિલ્પકાર ગણાતા ભગવાન વિશ્વકર્માની જયંતિ (Vishwakarma Jayanti)દેશભરમાં ઘણા ઉત્સાહથી મનાવવામાં આવે છે

    અભિષેક જાયસ્વાલ, વારાણસી : સૃષ્ટીના શિલ્પકાર ગણાતા ભગવાન વિશ્વકર્માની જયંતિ (Vishwakarma Jayanti)દેશભરમાં ઘણા ઉત્સાહથી મનાવવામાં આવે છે. 17 સપ્ટેમ્બરે ભગવાન વિશ્વકર્માની જયંતિ છે. એવી માન્યતા છે કે ભગવાન વિશ્વકર્માની પૂજાથી બિઝનેસમાં પ્રગતિના દરવાજા ખુલી જાય છે. આ કારણે આ દિવસે ફેક્ટરી, કારખાના અને પ્રતિષ્ઠોનોમાં તેમની પૂજા કરવામાં આવે છે. વારાણસીના (Varanasi)જાણીતા વિદ્વાન સ્વામી કન્હૈયા મહારાજે જણાવ્યું કે પૂજા દરમિયાન ભક્ત રાશિ પ્રમાણે કશુંક ખાસ વસ્તુઓ ચડાવે તો આખું વર્ષ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ તેમના પર બન્યા રહેશે. સાથે વેપારમાં વૃદ્ધિ થાય છે. જાણો કઇ રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ માટે શું ચડાવવું જોઈએ.

    મેષ - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવવા માટે પૂજા દરમિયાન તેમને લાલ ફૂલોની માળા, લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ.

    વૃષભ - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્માને દહીં, સફેદ ફૂલ કે સફેદ મીઠાઇનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી ભગવાન વિશ્વકર્મા પ્રશન્ન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા ભક્તો પર બન્યા રહે છે.

    મિથુન - આ રાશિના જાતકોએ પૂજા દરમિયાન લીલા પાનથી ભગવાન વિશ્વકર્માનો દરબાર સજાવવો જોઈએ. આ સિવાય લીલા રંગની મીઠાઇનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ ભક્તોને મળે છે અને વેપારમાં વધારો થાય છે.

    કર્ક - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્માને સફેદ ફૂલોની માળા અર્પણ કરવાની સાથે ગરીબ અને નિસહાય લોકોમાં ચોખાનું દાન કરવું જોઈએ. તેનાથી વેપારમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે.

    સિંહ - આ રાશિના લોકોને ભગવાન વિશ્વકર્માને લાલ ફૂલોની માળા, લાલ કપડા અર્પણ કરવા જોઈએ. આ સિવાય જરુરિયાતમંદને ઘઉંનું દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિશ્વકર્માની કૃપા હંમેશા તેમના પર બની રહે છે.

    આ પણ વાંચો - શું શુભ કાર્યોમાં આવી રહી છે અડચણ? તો હળદરના આ ઉપાયોથી દૂર થશે તમામ વિઘ્નો

    કન્યા - આ રાશિના લોકોએ લીલા રંગની મીઠાઇ અને લીલા રંગના કપડા ભગવાન વિશ્વકર્માને ચડાવવા જોઈએ. આ સિવાય લીલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી વેપારમાં આવતા વિધ્નો દૂર થાય છે.

    તુલા - આ રાશિના જાતકોએ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાને સફેદ ફૂલોથી શ્રૃંગાર કરવો જોઈએ. તેનાથી વેપારમાં આખું વર્ષ વૃદ્ધિના આશીર્વાદ મળે છે.

    વૃશ્ચિક - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્મા સામે ઘીનો દીવો પ્રગટાવીને તેમને લાલ ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ.

    ધનુ - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવવા માટે બેસનના લાડવા, પીળા કપડા અને પીળા ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ. ભક્તો પર આશીર્વાદ બન્યા રહે છે.

    મકર - આ રાશિના લોકોએ કાળા કપડા અર્પણ કરીને ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. આ સિવાય અડદની દાળ પણ જરૂરિયાતમંદમાં દાન કરવી જોઈએ. તેનાથી વેપારના વિધ્નો દૂર થાય છે.

    કુંભ - આ રાશિના લોકોએ ભગવાન વિશ્વકર્મા સામે તેલનો દીવો પ્રગટાવી તેમની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિદેવની સાથે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

    મીન - આ રાશિના જાતકોએ પીળું ચંદન, પીળા ફૂલ અર્પણ કરીને ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. તેનાથી આખું વર્ષ આશીર્વાદ બન્યા રહે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dharm, Dharm Bhakti

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन