શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા: ॐ ભૂતકૃતે નમઃ નામનો મહિમા અર્થવિસ્તાર સહિત

News18 Gujarati
Updated: December 4, 2019, 7:36 PM IST
શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા: ॐ ભૂતકૃતે નમઃ નામનો મહિમા અર્થવિસ્તાર સહિત
વિષ્ણુસહસ્રનામના સ્મરણ માત્રથી સઘળા દુઃખ નાશ પામે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે પાંચમા નામનો મહિમા જાણીશું.

વિષ્ણુસહસ્રનામના સ્મરણ માત્રથી સઘળા દુઃખ નાશ પામે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે પાંચમા નામનો મહિમા જાણીશું.

  • Share this:
અમિત ત્રિવેદી (ભાગવત કથાકાર, જ્યોતિષાચાર્ય) (મો) 98255 22235

શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા –
સમસ્ત બ્રહ્માંડનો અણુ-અણુ ગતિમય છે. આપણે જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ તેનું સૌરમંડળ એટલે નવગ્રહો, નક્ષત્રો, તારા વગેરે બધું જ સતત ગતિમય રહે છે. ગતિશીલતાના નિયમને વરેલું આ બ્રહ્માંડની ગતિશીલતા પણ સ્વયં શ્રીવિષ્ણુને આધારીત છે. અહીં નિર્માણ કરનાર નિર્માતા અને તેને પ્રાણ ફૂંકનાર અને જો આસુરી શક્તિનો વ્યાપ વધી જાય તો તેનો નાશ કરનાર એમ ત્રણે સત્તાધીશ અલગ-અલગ છે અને સમર્થ છે.

(5) ॐ ભૂતકૃતે નમઃ

(હે જીવપ્રાણી માત્રમાં પ્રાણનો સંચાર કરનાર હું આપને નમસ્કાર કરું છું)

પરમાત્માએ આપણા જડ શરીરમાં ચેતનનો સંચાર કર્યો ત્યારે જ આપણે સંસારના સર્વ પ્રકારના ઉપભોગ અનુભવવા માટે સમર્થ થયા. શ્રી ભગવાને આપણામાં પ્રાણનો સંચાર કેવળ સુખની અનુભૂતિ કરવા માટે જ કર્યો હતો પણ આપણે આપણા ચેતનનો ઉપયોગ જ્યારે જ્યારે જાણે-અજાણે આસુરી કૃત્યોમાં કરીએ છે ત્યારે દુઃખની અનુભૂતિ કરીએ છીએ. પરમ કૃપાળું પરમાત્માએ તો આપણને પવિત્ર ચૈતન્યરૂપ બનાવ્યા છે તે વાત આપણે યાદ રાખીએ. શ્રી વિષ્ણુ ભગવાનનું પ્રસ્તુત નામ સ્વરૂપ આપણા ચૈતન્યને હંમેશા દિવ્યતા અને પવિત્રતા સાથેનું સાંનિધ્ય જાળવી રાખવા માટે સમર્થ છે. 
First published: December 4, 2019, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading