શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા: ॐ ભૂતભૃતે નમઃ નામનો મહિમા અર્થવિસ્તાર સહિત

News18 Gujarati
Updated: December 5, 2019, 11:13 PM IST
શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા: ॐ ભૂતભૃતે નમઃ નામનો મહિમા અર્થવિસ્તાર સહિત
વિષ્ણુસહસ્રનામના સ્મરણ માત્રથી સઘળા દુઃખ નાશ પામે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે પાંચમા નામનો મહિમા જાણીશું

વિષ્ણુસહસ્રનામના સ્મરણ માત્રથી સઘળા દુઃખ નાશ પામે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે પાંચમા નામનો મહિમા જાણીશું

  • Share this:
અમિત ત્રિવેદી (ભાગવત કથાકાર, જ્યોતિષાચાર્ય) (મો) 98255 22235

શ્રી વિષ્ણુસહસ્રનામ મહિમા –
પ્રાણનો સંચાર કર્યા પછી ઊર્જાની આવશ્યકતા ઊભી થાય છે. એક વખત પ્રાણનો સંચાર થઈ ગયો પછી તે સતત સંચારીત રહે તે માટે ઊર્જાનો ખપ શ્રી વિષ્ણુ ભગવાન પૂર્ણ કરે છે. વળી, ઊર્જા સતત પ્રાપ્ત થતી રહે તે પણ એટલું જ મહત્ત્વનું છે કારણ કે જ્યાં ગતિ છે ત્યાં વપરાશ પણ છે. વપરાશની પૂર્તિ કરનાર મહા સમર્થ દેવ શ્રીવિષ્ણુ આપણી ઊર્જાને બળવાન બનાવે છે. એક વાત આપણે ધ્યાન રાખવી પડશે કે ઊર્જાના વપરાશમાં અને વ્યયમાં ખૂબ મોટો તફાવત છે. વ્યય કેવળ આપણી બેદરકારીથી જ થાય છે અને તેની પૂર્તિ શક્ય નથી અને તેથી જ આપણે આપણી જાતને કેટલીક વખત નિર્મળ મહેસૂસ કરીએ છીએ.

(6) ॐ ભૂતભૃતે નમઃ

(હે જીવપ્રાણી માત્રનું પોષણ કરનાર હું આપને નમસ્કાર કરું છું)

પેટ ભરવું અને પોષણ કરવું એ બંને ક્રિયામાં આભ અને ધરા જેટલું અંતર છે. આપણે મનુષ્યો સ્વપ્રયત્નથી કેવળ પેટ ભરી શકીએ છીએ પણ તે ભોજનને પચાવી તેનું શક્તિમાં રૂપાંતર કરવાની ક્રિયા કેવળ પરમાત્માને આધાની છે. આપણે પાણીનો ગ્લાસ ગટગટાવી જઈએ પણ તેને પેટમાં પચાવવાનું કાર્ય ન થાય તો તરત જ ઊલ્ટી થઈ જાય છે. આપણે જાત જાતના ભોજન જમી શકીએ પણ જો તે ભોજનનું પાચન ન થાય તો ઝાડા-ઉલ્ટી થઈ જાય. અહીં, પરમ કૃપાળું શ્રી ભગવાન આપણું પોષણ કરી આપણી ઊર્જાની પૂર્તિ કરે છે. શ્રી વિષ્ણુસહસ્રનામ પૈકીનું આ પવિત્ર નામ સ્મરણ આપણામાં સતત નવી ઊર્જાનો સંચાર કરશે. શ્રી ભગવાન આપણું પોષણ કરવાની કૃપા સતત કરતા રહે તે જ પ્રાર્થના.
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर