Home /News /dharm-bhakti /

આજે છે દેવપ્રબોધિની એકાદશી, જાણો શું કરવાથી વધશે લક્ષ્મીજીની કૃપા

આજે છે દેવપ્રબોધિની એકાદશી, જાણો શું કરવાથી વધશે લક્ષ્મીજીની કૃપા

આજથી હિંદુ ચાતુર્માસની સમાપ્તિ થઇ છે અને તુલસી વિવાહ, લગ્નસરાનો પ્રારંભ થાય છે.

તુલસી વિવાહ માટેના તુલસીનું વાવેતર અષાઢ સુદ એકાદશી (દેવપોઢી અગિયારસ)ના દિવસે પવિત્ર ભાવના સાથે માટીના નવા કુંડામાં કરવામાં આવે છે અને ચાર માસ સુધી તુલસીના એ છોડનું પોતાની દીકરીની માફ્ક જતન કરવામાં આવે છે.

    આજથી હિંદુ ચાતુર્માસની સમાપ્તિ થઇ છે અને તુલસી વિવાહ, લગ્નસરાનો પ્રારંભ થાય છે. ચાર મહિના પહેલા એટલે કે અષાઢ સુદ એકાદશી સાથે હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થયો હતો.

    અષાઢ સુદ એકાદશીએ વિષ્ણુ ભગવાન પોઢે છે તેથી તેને દેવ પોઢી એકાદશી, ભાદરવા સુદ એકાદશીના પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વર્તીની એકાદશી અને કારતક સુદ એકાદશીના ભગવાન જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. આજથી તુલસી વિવાહ અને હિન્દુ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થશે.

    આગામી હિંદુ ચાતુર્માસ આવતા વર્ષના 12 જુલાઇના છે અને ત્યાં સુધી લગ્નના 76 મુહૂર્ત છે. જેમાં ડિસેમ્બરમાં બે, જાન્યુઆરીમાં 11, ફેબુ્રઆરીમાં 10, માર્ચમાં 5, એપ્રિલમાં 10, મેમાં 16, જૂનમાં 17, જુલાઇમાં 5 મુહૂર્તનો સમાવેશ થાય છે.

    આજે દેવી તુલસીના ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવીને સારા કાર્યોની શરૂઆત થાય છે. તુલસી વિવાહ માટેના તુલસીનું વાવેતર અષાઢ સુદ એકાદશી (દેવપોઢી અગિયારસ)ના દિવસે પવિત્ર ભાવના સાથે માટીના નવા કુંડામાં કરવામાં આવે છે અને ચાર માસ સુધી તુલસીના એ છોડનું પોતાની દીકરીની માફ્ક જતન કરવામાં આવે છે.

    આ એકાદશીના દિવસે બધા જાતકોએ વિષ્ણુ સહસ્ત્રનામ કરવાથી યશ તથા કિર્તીમાં લાભ થાય છે. જો તમે કોઇપણ મુશ્કેલીમાં હોવ તો પણ તેમાંથી રસ્તો મળે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन