Home /News /dharm-bhakti /Explained: વિરાટ કોહલી IPLની કેપ્ટનશીપ છોડી આવી રીતે કામનું ભારણ હળવું કરી શકે
Explained: વિરાટ કોહલી IPLની કેપ્ટનશીપ છોડી આવી રીતે કામનું ભારણ હળવું કરી શકે
વિરાટ કોહલી Virat Kohli વિરાટ કોહલીને તેના ચાહકો કિંગ કોહલીના નામથી પણ બોલાવે છે. કેમ કે જે રીતે તે મેદાન પર રમે છે તેને કિંગ કહેવો સહેજ પણ ખોટું નથી. કેપ્ટન તરીકે સૌથી વધુ સદી કરનાર ખેલાડીઓમાં પણ કોહલીનું નામ મોખરે છે. નવી પેઢીમાં કોહલી શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. કોહલીએ 188 મેચમાં 11811 રન કર્યા છે. કોહલી વધુ સદી ફટકારવા બાબતે રિકી પોન્ટિંગથી બસ એક જ સદી દૂર છે. અત્યાર સુધી વિરાટે 40 સદી ફટકારી છે. આવનારા સમયમાં તેના રિટાયરમેન્ટ સુધી કોહલી અનેક રેકોર્ડ બનાવે તો કોઈ નવાઈ નહીં.
Virat virat kohli captaincy: મે મહિનામાં જ ભૂતપૂર્વ પસંદગીકાર કિરણ મોરેએ (kiran more) સંકેત આપ્યો હતો કે,વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ (virat Kohli tours England) બાદ સીમિત ઓવરો માટે રોહિત શર્માને (Rohit sharma) સુકાની પદ આપી શકે છે.
virat kohli news: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ (Team India captain Virat Kohli) ગુરુવારે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ટી-20 ટીમમાંથી રાજીનામું (Resigns from T20)આપવાની જાહેરાત કરી હતી. કોહલીએ કહ્યું કે, તેણે તેના કામના ભારણને ઘટાડવા આ નિર્ણય લીધો છે. આમ પણ ઓછી ઓવરમાંથી કોહલીની વિદાયની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. મે મહિનામાં જ ભૂતપૂર્વ પસંદગીકાર કિરણ મોરેએ (kiran more) સંકેત આપ્યો હતો કે, કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ (virat Kohli tours England) બાદ સીમિત ઓવરો માટે રોહિત શર્માને (rohit sharma) સુકાની પદ આપી શકે છે.
કોહલી કામનું ભારણ હોવાનું કારણ આપે છે, ત્યારે તેના આ કારણ પર પણ પ્રશ્ન ઉઠ્યા છે. તેના પર ખરેખર કામનું કેટલું ભારણ છે તે અંગે અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. 2020ની શરૂઆતમાં શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીના પ્રારંભથી તેણે 12 ટેસ્ટ, 12 વન ડે, 15 ટી-20 અને IPLની 22 મેચમાં ભાગ લીધો હતો. એટલે કે, દર 6 દિવસે એક મેચ રમાઈ હોય.
જોકે, છેલ્લા દાયકામાં કોહલીએ માત્ર 90 ટી-20 રમી છે. જે દર વર્ષે આશરે 9 મેચ ગણાય. જેની સામે તે IPL સીઝનમાં બે મહિનાની અંદર લગભગ 15 મેચો રમે છે. જે કોઈ પણ ક્રિકેટર માટે મુશ્કેલ ગણાય. તેથી જો તે પોતાને ફિટ રાખવા માંગે છે તો શું તેણે ફ્રેન્ચાઇઝીની કેપ્ટન્સી છોડવા તૈયાર ન થવું જોઈએ?
2019માં જ્યારે ભારતે 50 ઓવરના વર્લ્ડ કપ અને આઇપીએલ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. ગયા વર્ષે ન્યુઝીલેન્ડમાં શ્રેણી અગાઉ તેણે શેડ્યૂલ અનુકૂળ ન હોવાના સંકેત આપ્યા હતા. તેણે કહ્યું હતું કે, દર વર્ષે 300 દિવસ રમું છું તેને 8 વર્ષ પસાર થઈ ગયા છે.
આ સમયમાં પ્રવાસ અને પ્રેક્ટિસનો સમય પણ સામેલ છે અને તીવ્રતાનો દર વખતે તેવો જ રહે છે. તે ભારે પડે છે. આ બાબત પરથી કહી શકાય કે, હવે તે થોડું ભારણ હળવું કરવા માંગે છે. જેથી તેણે સુકાનીપદ છોડવાનો નિર્ણય લીધો છે .
સ્પ્લિટ કેપ્ટન્સીમાં પણ સ્પ્લિટ! કોહલીની દલીલ છે કે, તે ટેસ્ટ ઉપરાંત વનડેમાં નેતૃત્વ કરવા માંગે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવો કોઈ દાખલો નથી કે, એક કેપ્ટન માત્ર T20Iની અમુક રમતોમાં કેપ્ટન હોય (ભારત દર વર્ષે સરેરાશ 10 રમતો રમે છે) અને બીજો કેપ્ટન વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં આગેવાની કરતો હોય. સામાન્ય રીતે વનડે અને T20ની ટિમો ટેસ્ટ અને વનડેની જેમ અલગ હોતી નથી.
શું સુકાની તરીકે જવાબદારીની અસર થઈ? કેપ્ટનશિપ તેને કેટલી અસર કરી રહી છે તે બાબત માત્ર કોહલીને જ ખબર હશે. જોકે, આંકડા કહે છે કે તે T20માં સફળ કેપ્ટન હતો. તેણે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં શ્રેણી જીતી હતી. જે મોટી સિદ્ધિ છે. તે જીત મેળવવા બાબતે ધોનીની નજીક પહોંચી શકતો હતો. વર્લ્ડ કપમાં કેપ્ટનોમાં માત્ર બાબર આઝમ (65.22) અને અફઘાનિસ્તાન અસગર અફઘાન (81)ની જીતની ટકાવારી વધુ સારી છે. બીજી તરફ ટીમનું નેતૃત્વ કરતી વખતે કોહલી કરતા વધુ રન બનાવનાર કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ જ છે. કોહલીએ છેલ્લી 6 વનડેમાં પણ સારી એવરેજથી રન કર્યા છે.
જો કોહલીએ કેપ્ટન તરીકે T20I ફોર્મેટથી દૂર જવાનો નિર્ણય કર્યો હોય તો આ ફોર્મેટમાં બેટ્સમેન તરીકે ચાલુ રહેવાનો શું અર્થ છે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેનું T20 પ્રદર્શન પણ સારું રહ્યું છે. જેથી T20 બાબતે તો તેના પર કોઈ દબાણ ન હોવાનું ફલિત થાય છે.
T20I કેપ્ટનશિપ અને લાંબા ગાળાથી ઓછા રન બાબતે સંબંધને જોડવો મુશ્કેલ છે. ફોર્મમાં ન હોવાથી કેપ્ટન પદેથી દુર થવાની વાત યોગ્ય નથી. અત્યારે તો તે ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે અચાનક એવું તો શું થયું કે આ નિર્ણય લેવો પડ્યો તે બાબત માત્ર કોહલી જ જાણે છે.
રોહિત પર આટલો પ્રેમ શા માટે? કોહલીએ કહ્યું છે કે, મારા નજીકના રવિભાઈ અને નેતૃત્વનો આવશ્યક ભાગ રોહિત સાથે ઘણું ચિંતન અને ચર્ચા કર્યા પછી મેં ઓક્ટોબરમાં દુબઈમાં આ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું છે.
હવે અહીં પ્રશ્ન થાય કે, રોહિત પ્રત્યે કોહલીનો પ્રેમ કેમ ઉભરાયો છે. બંને વચ્ચે અવારનવાર તણખા જોવા મળ્યા છે. રોહિત પર 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા કેપ્ટન કોહલીએ જાહેરમાં કટાક્ષ કર્યો હતો. રોહિતે ટેસ્ટ ડ્યુટી કરતાં આઈપીએલ પ્રાથમિકતા આપી હોવાની બાબતે કોહલી પોતાની નારાજગી છુપાવી શક્યો નહોતો.
રોહિતે પોતાની જાતને ઓલ-ફોર્મેટ ખેલાડી તરીકે સ્થાપિત કરી (ખાસ કરીને તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન બાદ) છે અને પસંદગીકારો અને બીસીસીઆઈએ છેવટે ભાવિ ટેસ્ટ કેપ્ટન તરીકે તેની ઉમેદવારી સ્વીકારી છે. જેથી કોહલી પાસે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર