Home /News /dharm-bhakti /OMG! શનિદેવની પ્રતિમાએ ખોલી આંખ! વીડિયો વાઈરલ થતાં ચમત્કાર જોવા ઉમટી પડી ભીડ'

OMG! શનિદેવની પ્રતિમાએ ખોલી આંખ! વીડિયો વાઈરલ થતાં ચમત્કાર જોવા ઉમટી પડી ભીડ'

શનિદેવની પ્રતિમાની આંખો બંધ છે પરંતુ વાયરલ વીડિયોમાંથી લીધેલા સ્ક્રીનશોટમાં આ આંખો ખુલ્લી જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશના મુરેનામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શનિ મંદિરમાં શનિદેવે નવા વર્ષે આંખ ખોલી હોવાની કથિત ઘટનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક તેને શનિની દ્રષ્ટિ કહીને અનિષ્ટની આશંકા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેને શનિદેવની કૃપા ગણી રહ્યા છે. જાણો વીડિયો મેકર શું કરે છે દાવો!

વધુ જુઓ ...
    આંટી પર્વત પર શનિદેવનું પ્રસિદ્ધ મંદિર છે. અહીં વર્ષ 2022ના છેલ્લા દિવસે 31 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે એક ભક્તે ગર્ભગૃહની બહાર એક વીડિયો બનાવ્યો હતો, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. મંદિરમાં સ્થિત શનિદેવની મૂર્તિની આંખો બંધ છે, પરંતુ આ વીડિયોના સમયે શનિદેવની આંખો ખુલ્લી જોવા મળી હતી. થોડા સમય માટે ભગવાન શનિએ ખોલેલી આંખોનો આ વીડિયો સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે શનિ મંદિરમાં ભક્તોની ભીડ સતત વધી રહી છે.

    શનિદેવની પ્રતિમાની આંખો ખુલવાની ચમત્કાર


    મોરેનાના આ શનિ મંદિરમાં દર વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે. શનિ અમાવસ્યા પર, લગભગ 2 લાખ ભક્તો તેમની ઇચ્છાઓ સાથે અહીં પ્રાર્થના કરે છે. ગત દિવસોમાં શનિદેવની પ્રતિમાની આંખો ખુલવાની કથિત ઘટનાને ચમત્કાર ગણાવવામાં આવી રહી છે, જ્યારે કેટલાક લોકો તેને નિશાની તરીકે અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    મંદિરની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓમાં કેટલાક તેને શનિદેવની કૃપા કહી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે શનિ ભારે પડી શકે છે. વીડિયો વાયરલ થતાં મોટી સંખ્યામાં ભક્તો ત્યાં દર્શાનાર્થે ઉમટી રહ્યા છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

    " isDesktop="true" id="1315568" >

    શું કહ્યું વીડિયોના સર્જકે?


    મંદિરના પૂજારી બાબા શિવરામદાસ ત્યાગી મહારાજે કહ્યું કે જો વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી નથી, તો તે એક અદ્ભુત ઘટના છે. આ વીડિયો ગ્વાલિયર પોલીસ લાઈનમાં તૈનાત પોલીસકર્મી અશોક પરિહાર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે જે અહીં મુલાકાત માટે આવ્યા હતા. પરિહારે જણાવ્યું કે 31 ડિસેમ્બરે સાંજે લગભગ 4 વાગ્યે તે મંદિરમાં ભગવાનની મૂર્તિનો વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે તેણે વીડિયોમાં મૂર્તિની આંખો ખુલ્લી જોઈ.

    આ પણ વાંચો: બાઇક પર બેઠા બેઠા જ જીવતા સાપને ખાવા લાગ્યો શખ્સ, લોકો જોતા જ રહી ગયા...

    તેમનો દાવો છે કે મોબાઈલ કાઢ્યા બાદ પણ શનિદેવની પ્રતિમાની આંખો ખુલ્લી જોવા મળી હતી. અશોક પોતે તેના ઉપર શનિદેવની કૃપા માની રહ્યા છે. શનિદેવની પ્રતિમામાં થયેલ ચમત્કારના પગલે સૌ કોઈ અંચબિત છે. અને લોકોમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભક્તોનું ઘોડાપૂર અટકવાનું નામ નથી લઈ રહ્યું.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Shani dev, Trending news, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन